SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭ P. ૩૧૦ બત્રીસી' કહે છે. પ્રત્યેક ધાર્નિંશિકા અનુષ્ટ્રભૂમાં રચાયેલી છે અને એ દરેકમાં બત્રીસ બત્રીસ પદ્યો છે. કર્તાએ એના ઉપર તત્ત્વદીપિકા નામની સ્વીપજ્ઞ વિવૃતિ રચીને એ દ્વારા હાર્નિંશિકાઓનો પરસ્પર સંબંધ રજૂ કર્યો છે અહીં જે વિષય ચર્ચાયો છે તે કંઈ નવીન નથી પરંતુ એ સંક્ષેપમાં અને સચોટ રીતે અને કુશળ કવિને છાજે તેવી શૈલીમાં રજૂ કરાયો છે એ એની વિશેષતા છે. પ્રત્યેક કાર્નાિશિકાનું સાન્વર્થ નામ છે. એ ઉપરથી એના વિષયનો ખ્યાલ આવે છે. આ નામોમાં ધાર્નાિશિકા એવો જે અંતિમ અંશ છે તે બાજુએ રાખતાં એ નામો નીચે મુજબ દર્શાવાય – (૧) દાન, (૨) દેશના, (૩) માર્ગ, (૪) જિનમહત્ત્વ, (૫) ભક્તિ, (૬) સાધુસામગ્રય, (૭) ધર્મવ્યવસ્થા, (૮) વાદ, (૯) કથા, (૧૦) યોગ, (૧૧) પાતંજલ યોગ, (૧૨) પૂર્વસેવા, (૧૩) મુત્યષપ્રાધાન્ય, (૧૪) અપુનર્બન્ધક, (૧૫) સમ્યગ્દષ્ટિ, (૧૬) ઈશાનુગ્રહ, (૧૭) દેવપુરુષકાર, (૧૮) યોગભેદ, (૧૯) યોગવિવેક, (૨૦) યોગાવતાર, (૨૧) મિત્રા, (૨૨) તારાદિત્રય, (૨૩) કુતર્કગ્રહનિવૃત્તિ, (૨૪) સદ્દષ્ટિ, (૨૫) ફ્લેશતાનોપાય, (૨૬) યોગમાયાભ્ય, (૨૭) ભિક્ષુ, (૨૮) દીક્ષા, (૨૯) વિના, (૩૦) કેવલિભક્તિ, (૩૧) મુક્તિ અને (૩૨) સજ્જનસ્તુતિ. કાર્નિંશિકા ૨૧, ૨૨ અને ૨૪માં આઠ દૃષ્ટિઓનું નિરૂપણ છે. તત્ત્વદીપિકા–આ ઉપર્યુક્ત કૃતિની સ્વપજ્ઞ વિવૃતિ છે. આ નામ એની પ્રશસ્તિ (શ્લો-૬)માં છે તેમ છતાં કેટલાક એને અર્થદીપિકા કહે છે. યશોદોહન (પૃ. ૧૧, ૧૪, ૪૦, ૫૪, ૫૯, ૬૦, ૮૫, ૨૬, ૩૧૬, ૩૨૯ અને ૩૩૮)માં મેં આ મૂળ કૃતિ અને એની સ્વવજ્ઞ વિવૃતિ વગેરે અંગે કેટલીક બાબતો રજૂ કરી છે. પ્રગ્નશત કિંવા-પ્રશ્નોત્તરેકષષ્ટિશતક (. વિ. સં.૧૧૬૭)–આ કૃતિના કર્તા “ખરતરમ્ ગચ્છના જિનવર્ભસૂરિ છે. એમણે ભાવારિવારણસ્તોત્ર વગેરે રચ્યાં છે. પ્રસ્તુત કૃતિને કેટલાક પ્રશ્નષષ્ટિશતક તેમજ પ્રશ્નાવલી પણ કહે છે. એમાં ૧૬૧ પદ્યો છે. ૭૯મા પદ્યનો ઉત્તરાર્ધ પાઇયમાં છે. આ કૃતિમાં વિવિધ પ્રશ્નો રજૂ કરાય છે. પછઠ્ઠા, ૬૩મા અને ૭૧મા પદ્યના ઉત્તર શૃંખલાજાતિમાં છે. પદ્ય ૧૦, ૧૨, ૬૧, ૧૩૨, ૧૩૮, ૧૩૯ અને ૧૫રના મન્થાન-જાતિમાં ઉત્તર છે. એવી રીતે કેટલાક ઉત્તરો મન્થાનાન્તર-જાતિ, પદ્મ-જાતિ, અષ્ટદલ-કમલ, વિપરીત-અષ્ટદલ-કમલ, દ્વાદશ-પત્ર-કમલ, પોડશ-દલકમલ, વિપરીત-કમલ તરીકે પણ જોવાય છે. ૧. એક અજ્ઞાતકર્તૃક ધાર્નાિશિકા “મા. દિ. ગ્રં”માં વિ. સં. ૧૯૭૫માં પ્રકાશિત કરાઈ છે. એને કાન્નિશીભાવના પણ કહે છે. દેવભદ્રે પણ એક ધાર્નિંશિકા રચી છે. જુઓ પત્તન સૂચી (ભા. ૧, પૃ.૬૪). ૨. આ “જૈ. ધ. પ્ર. સ.” વગેરેથી પ્રકાશિત છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ-૨, ઉપખંડ-૧, પૃ. ૩૩૮). ૪. આ નામની એક કૃતિ સર્વદેવે રચી છે. ૫. વી-વીર-રાજ્ઞા-જ્ઞાવિ. દ. આને અંગેનાં પડ્યો અને ચિત્રો માટે જુઓ TL D (instal. 1, pp. 73-74 & 84-86). P ૩૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy