________________
પ્રકરણ ૪૭ : પ્રકીર્ણક વિષયો : [પ્ર. આ. ૩૦૬-૩૦૯]
૧૬૭
પૃ. ૩૮૦માં નિર્દેશાયેલી ધર્મપ્રમોદગણિકૃત ટીકા ભૈ. ૫. ક. માં પૃ. ૧૨૯-૧૩૬માં છપાઈ છે.
"અષ્ટપ્રકરણ (ઉ.વિ. સં. ૮૧૦) –આના કર્તા સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિ છે. એમણે નાનાં નાનાં બત્રીસ પ્રકરણો ભિન્ન-ભિન્નવિષયને ઉદેશીને લખ્યાં છે. એનાં નામ “અષ્ટક’ શબ્દને બાજુએ રાખતાં નીચે મુજબ છેઃ
મહાદેવ, સ્નાન, પૂજા, અગ્નિકારિકા, ભિક્ષા, સર્વસમ્પત્કરી ભિક્ષા, પ્રચ્છન્ન ભોજન, પ્રત્યાખ્યાન, જ્ઞાન, વૈરાગ્ય, તપ, વાદ, ધર્મવાદ, એકાન્તનિત્યપક્ષખંડન, એકાન્તાનિત્યપક્ષખંડન, નિત્યાનિત્યપક્ષમંડન, માંસભક્ષણ- દૂષણ, માંસભક્ષકમતદૂષણ, મદ્યપાનદૂષણ, મૈથુનદૂષણ, ધર્મવિચારોમાં સૂક્ષ્મબુઢ્યાશ્રયણ, ૩૦૮ ભાવશુદ્ધિવિચાર, શાસનમાલિ નિષેધ, પુણ્યાનુબન્ધિપુણ્ય, પુણ્યાનુબન્ધિપુણ્યપ્રધાનફલ, તીર્થકૃદ્દાનમહત્ત્વસિદ્ધિ, તીર્થકૃદાનનિષ્ફળતાપરિહાર, રાજ્યાદિનું દાન કરવા છતાં તીર્થકરમાં દોષના અભાવનું પ્રતિપાદન, સામાયિક સ્વરૂપનિરૂપણ, કેવલજ્ઞાન, તીર્થક્રદેશના અને મોક્ષસ્વરૂપનિરૂપણ.
ટીકા-આના ઉપર જિનેશ્વરસૂરિની ટીકા છે. એ વિ. સં. ૧૦૮૦માં રચાઈ છે. ૧૭માં અષ્ટકમાં બોદ્ધાના લંકાવતારસૂત્રનો ઉલ્લેખ છે. એમાંથી એક અવતરણ આ ટીકા (પત્ર ૬૫-અ)માં અપાયું છે. સાથે સાથે "શીલપટલ નામના કોઈ બૌદ્ધ ગ્રંથનો ઉલ્લેખ છે.
પબાલાવબોધ–મૂળ કૃતિ ઉપર કોઈકે આ રચ્યો છે. ભાષાન્તર-મૂળ કૃતિનું ભાષાન્તર અને ટીકાનો સારાંશ જે હીરાલાલ હંસરાજે તૈયાર કરેલાં તે છપાયાં છે. અષ્ટકપ્રકરણને અંગે કેટલીક બાબતો મેં શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૭૧-૮૦)માં આપી છે.
દ્વત્રિશદ્વત્રિશિકા—આના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. આને સામાન્ય જનતા બત્રીસ ૧. આ કૃતિ જિનેશ્વરસૂરિની ટીકા સહિત શેઠ મનસુખભાઈ ભગુભાઈ તરફથી વિ. સં. ૧૯૬૩માં છપાવાઈ છે. ૨. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. ૩-૪. આ ગ્રંથ વિષે મેં કેટલીક માહિતી “લંકાવતારસુત્ર અને શીલપટલ” નામના મારા લેખમાં આપી છે.
આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૭૪, અં. ૧૦ અને ૧૧)માં બે કટકે છપાયો છે. વળી શીલપટલ સંબંધી મારો
અંગ્રેજી લેખ "A Note on S'ilapatala” ABORI (Vol. XXXVIII, pts. 3-4)માં છપાયો છે. ૫. મૂળ કૃતિ બાલાવબોધ સહિત ભીમસી માણેક તરફથી ઈ. સ. ૧૯૦૦માં પ્રસિદ્ધ કરાઈ છે. ૬, આ સ્વપજ્ઞ વિવૃત્તિ સહિત “જૈ. ધ.પ્ર.સ.”તરફથી વિ. સં. ૧૯૬૬માં પ્રસિદ્ધ કરાઈ છે. પ્રારંભમાં સંસ્કૃતમાં પ્રસ્તાવના છે. એમાં પ્રત્યેક દ્વાર્નાિશિકાનો વિષય સંક્ષેપમાં રજૂ કરાયો છે. આ પુસ્તકની જૈનાનંદપુસ્તકાલયમાં જે એક નકલ (ક્રમાંક ૭૩૮૮) છે. તેમાં પ્રથમ દાવિંશિકા પરત્વે આગમોદ્ધારકે ટિપ્પણ લખ્યાં છે. મુદ્રિત આવૃત્તિમાં સ્વપજ્ઞ વિવૃત્તિમાં છપાયેલાં વિવિધ અવતરણો પૈકી બહુ જ થોડાનાં મૂળ સ્થાન દર્શાવાયાં છે એથી તેમજ આજે આ પુસ્તક પ્રાયઃ મળતુ નથી એથી એનું સમુચિત સંસ્કરણ પ્રસિદ્ધ થવું ઘટે. મૂળ કૃતિનો છાયાત્મક ગુજરાતી અને અંગ્રેજી અનુવાદ પણ કરાય અને છપાવાય તો વિશેષલાભ થાય તેમ છે. [આનું પુનર્મુદણ થયું છે. આ અભયશેખરસૂરિના વિવેચન સાથે આઠ બત્રીસી “દિવ્યદર્શન' દ્વારા પ્રગટ થઈ છે. મુનિયશોવિજયજીએ સ્વોપજ્ઞટીકાં સાથે કા. લી.નું સંશોધન કર્યું છે. એ ટીકા ઉપર અતિવિસ્તૃત સંસ્કૃત ટીકા રચી છે. એમાં બે હજાર જેટલા ગ્રંથની સાક્ષી અપાઈ છે. ગુજરાતી વિવેચન પણ છે. આ સંસ્કરણ ૮ ભાગમાં દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં પ્રગટ થઈ રહ્યું છે.] ૭. જૈ. ચં. (પૃ. ૧૮૦)માં આ નામની એક અજ્ઞાતકર્તક કૃતિની નોંધી છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૮૪)માં
હાવિંશિકાસંગ્રહ નામની એક અજ્ઞાતકર્તુક કૃતિની નોંધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org