SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭ (૬) પંચગુરુભક્તિ–આમાં પાંચ પરમેષ્ઠીઓનું સંક્ષિપ્ત સ્વરૂપ આલેખી તેમની વંદનપૂર્વક સ્તુતિ કરાઈ છે. (૭) તીર્થંકરભક્તિ–આમાં ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના તીર્થંકરોનાં નામ ગણાવી એમને પ્રણામ કરાયા છે. (૮) શાન્તિભક્તિ-આમાં પ્રભુના ચરણકમળના શરણથી મળતી શાન્તિ, એમને પ્રણામ કરવાનું ફળ, એમની સ્તુતિ કરવાથી લાભ, શાન્તિનાથને વંદન, આઠ પ્રાતિહાર્યોનાં નામ, સર્વ પ્રજાની કુશળતાદિની શુભેચ્છા ઇત્યાદિ બાબતો રજૂ કરાઈ છે. (૯) સમાધિભક્તિ- આમાં કેવલજ્ઞાની પ્રભુનું શ્રુતજ્ઞાન દ્વારા દર્શન, ગુણો માટે યાચના, સંન્યાસપૂર્વકના મરણની વાંછા, સિદ્ધચક્રને વંદન, પરમાત્માના શરણની અને એમની ભક્તિની અભિલાષા ઇત્યાદિ બાબતોનું નિરૂપણ છે. (૧૦) નિર્વાણભક્તિ–આમાં સન્મતિના અર્થાત્ મહાવીરસ્વામીના પાંચ કલ્યાણકોનું વર્ણન છે. (૧૧) નન્દીશ્વરભક્તિ–આમાં ચારે નિકાયના દેવોનાં અકૃત્રિમ ચૈત્યાલયો, મનુષ્ય-ક્ષેત્રનાં | P ૩૦૭ ચૈત્યાલયોની સંખ્યા, “નન્દીશ્વર' દ્વીપના. ચિત્યાલયો અને પ્રતિમાઓ, દેવો દ્વારા અષ્ટાક્ષિક મહોત્સવ, ચોત્રીસ અતિશયો, આઠ પ્રાતિહાર્યો ઇત્યાદિની માહિતી અપાઈ છે. (૧૨) ચૈત્યભક્તિ-આમાં જિનેશ્વર અને જિનવાણીની સ્તુતિ, સ્તુતિનું ફળ, કૃત્રિમ તથા અકૃત્રિમ જિનપ્રતિમાઓને વંદન, રૈલોક્યનાં ચૈત્યાલયોનું કીર્તન, જિનેશ્વરને મહાનદની અપાયેલી સાંગોપાંગ ઉપમા અને એમના રૂપનું વર્ણન એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે. સજુલન–જ. સી.માં આઠ ભત્તિ છે એટલે કે એ ભાષામાં નિમ્નલિખિત સંસ્કૃત ભાષાઓ સાથે વિશેષતઃ સરખાવાય એવી ચાર ભત્તિ નથી. શાન્તિભક્તિ, સમાધિભક્તિ, નન્દીશ્વરભક્તિ અને ચૈત્યભક્તિ. જૈ. સા. ઈ. (પૃ. ૨૩૩ અને ૨૩૫)માં જે દશભજ્યાદિ મહાશાસ્ત્રના કર્તા તરીકે મુનિ વર્ધમાનનો ઉલ્લેખ છે તેથી કઈ દસ ભક્તિ અભિપ્રેત છે તે જાણવું બાકી રહે છે. ઈબ્દોપદેશ- આ ૫૧ પદ્યની સુંદર રચના છે. એનો વિષય ઉપદેશ છે. એના કર્તા દિ. પૂજ્યપાદ છે. આ કૃતિને લક્ષીને ત્રણ ટીકા રચાઈ છે : (૧) આ ટીકાનું મુખ્ય કાર્ય દરેક પદ્યની સંગતિ દર્શાવવાનું છે. કેટલાકને મતે એ સ્વપજ્ઞ છે. (૨) આ આશાધરે રચી છે. એમાં એમણે ઉપર્યુક્ત ટીકાને ગૂંથી લીધી છે. એમણે જિનયજ્ઞકલ્પની પ્રશસ્તિમાં ઇષ્ટોપદેશની પોતે કરેલી ટીકાનો ઉલ્લેખ કર્યો છે. (૩) એક ટીકા મેઘચન્દ્ર રચી છે. ૨. આ કૃતિ આશાધરની ટીકા સહિત મા. દિ. ગ્રં.'માં છપાઈ છે. ૩. ડે. ઉપાધ્યેએ ABORL (Vol. XII)માં આ સંબંધમાં ચર્ચા કરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy