SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૬ : સ્વમસમર્થન કિંવા ખંડનમંડન : પ્રિ. આ. ૩૦૦-૩૦૩] ૧૬૩ છે અને શ્રુત-શ્રુતધર્મ અને અર્થ-બૃતધર્મ એવા બે પેટાભેદ છે. સમ્યગુદૃષ્ટિમાં શ્રતધર્મનો સદ્ભાવ હોય દેવો શ્રતધર્મ છે. ઇન્દ્ર નિરવદ્ય ભાષા બોલે છે અને સાધુઓને અવગ્રહ દે છે, ચમર વગેરે વિનયરૂપ ધર્મ સાચવે છે ઇત્યાદિ બાબતોનો નિર્દેશ કરાયો છે." આ ખંડનાત્મક કૃતિમાં જાલ્મ (પત્ર ૩૭આ), ધર્મશૃંગાલ (પત્ર ૩૬આ) અને સૂત્રપશુ (પત્ર B ૩૦૩ ૪(અ) એવો શબ્દો નજરે પડે છે. અવતરણો- આ કૃતિમાં આગમોમાંથી– ખાસ કરીને વિયાહપત્તિમાંથી વિવિધ પાકો અવતરણરૂપે અપાયા છે અને એ દેવના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે. પત્ર ૩૮૮માં હરિભદ્રસૂરિના નામોલ્લેખપૂર્વક એમની એક કૃતિમાંથી અવતરણ અપાયું છે. વળી આ પત્ર ૪૧માં સંઘદાસગણિ (ઉવએસપય)નો ઉલ્લેખ છે. વળી આ પત્ર ૪૧આમાં સંઘદાસગણિ ક્ષમાશ્રમણના અને એમણે રચેલા કલ્પભાષ્યના નામોલ્લેખપૂર્વક એમના આ ભાગ્યમાંથી એક અવતરણ અપાયું છે. પર્વાપર્ય- પત્ર ૪૧ આમાં પર-હિંસાની જેમ આત્મ-હિંસાનો પણ નિષેધ છે એ બાબત દર્શાવતી વેળા જ્ઞાનબિન્દુમાં આ હકીકત વિચારાયાનું કહ્યું છે. આથી જ્ઞાનબિન્દુ કરતાં દેવધર્મપરીક્ષા પહેલી રચાઈ નથી એમ ફલિત થાય છે. બે ચાર્જિક ગ્રન્થો- આશાપલ્લીમાં જે ઉદયનકૃત જૈન મૂર્તિઓ છે તે વન્દનીય છે કે કેમ એ બાબતની આ બે ગ્રન્થોમાં ચર્ચા છે. એકના કર્તા પ્રદ્યુમ્નસૂરિ છે તો બીજાના જિનપતિસૂરિ છે. પ્રદ્યુમ્નસૂરિએ આ મૂર્તિઓને વન્દનીય હોવાનું સાહિત કર્યું છે જ્યારે જિનપતિસૂરિએ એથી ઊલટી વાત પુરવાર કરી છે. ૧. આગમિક પ્રકરણોનો ઉદ્ભવ અને વિકાસ. ૨. આગમસાર અને દ્રવ્યાનુયોગ. ૩. ધર્મોપદેશ. ૪. યોગ અને અધ્યાત્મ પ. અનગાર અને સાગારના આચાર. ૬. વિધિવિધાન, કલ્પ, મત્ર, તત્ર, પર્વ અને તીર્થ. અંતમાં એ ઉમેરીશ કે નૈન સાહિત્ય વા વૃહત્ તહાસ (ભા.૪)માં “આગમિક પ્રકરણ”ના નામથી મારા નિમ્નલિખિત પ્રકરણો અંગેના મારા વર્ષો પૂર્વેના ગુજરાતી લખાણનો પ્રા. શાન્તિલાલ મ. વોરાએ હિંદીમાં કરેલો અનુવાદ પૃ. ૧૪૩-૩૨૪માં છપાયો છે – . આ પ્રકરણોમાં સંસ્કૃત ઉપરાંત પાઈયમાં પણ રચાયેલા ગ્રંથોનો પરિચય અપાયો છે. એ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨) ગત લખાણ સાથે વિચારતાં કોઈ કોઈ નવીન બાબત કે વાત જાણવા મળશે. ૧. વિશેષ માહિતી માટે જુઓ ન્યા. ય. પ્ર.નો ઉપોદ્ધાત (પત્ર ૧૩૫ - ૧૩આ) ૨. આનાં નામ જાણવાં બાકી રહે છે. ૩. આ બંને ગ્રન્થો જેસલમેરના ભંડારમાં છે. ૪. જુઓ વિદ્વવલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીની “જેસલમેર પત્રધારા” નામની લેખમાળા (લેખાંક ૧) એ જૈન”ના તા. ૩૮-૪-'૫૦ના અંકમાં છપાયેલ છે. પ. આ “પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન જૈનાશ્રમ” તરફથી ઇ.સ. ૧૯૬૮માં વારાણસીથી પ્રસિદ્ધ કરાયો છે. [આનું બીજું સંસ્કરણ ઈ.સ. ૧૯૯૧માં પ્રગટ થયું છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy