SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૬ [P ૩૦૧ P ૩૦૨ ૪ અ)માં આધ્યાત્મિકપરીક્ષા કહી છે તો તેમ કરવા માટે શો આધાર છે તે જાણવું બાકી રહે છે. કેવલજ્ઞાનીને કવલાહાર ન હોઈ શકે એવી દિગંબરોની માન્યતાનું અહીં નિરસન કરાયું છે. એમ કરતી વેળા તીર્થકરના ૩૪ અતિશયો પૈકી આહાર-નીહારની અદશ્યતારૂપ અતિશયની ઉપપત્તિ અન્યથા નહિ ઘટી શકે એમ કહેવાયું છે. દિગંબરોની પરમ ઔદારિક શરીરની કલ્પના અસંગત છે એમ સિદ્ધ કરાયું છે. વળી કેવલજ્ઞાનીને ૧૧ પરીપહ હોઇ તે પણ એમને કવલાહાર માનવાથી જ ઘટી શકે એ વાત વિચારાઈ છે. સ્વોપજ્ઞ ટીકા- ઉપર્યુક્ત કૃતિ ઉપરની આ ન્યાયાચાર્યની ટીકા છે. ગ્લો. ૨ની ટીકામાં કર્મની આઠ મૂળ પ્રકૃતિ અને ૧૫૮ ઉત્તર પ્રવૃતિઓ ગણાવાઈ છે. શ્લો. ૪ની ટીકામાં ૩૪ અતિશયોને લગતાં જે આઠ પદ્યો છે તે અભિ. ચિં. (કાંડ ૧)ને ગ્લો. પ૭-૬૪ છે. ગ્લો. ૬ની ટીકામાં દિગંબર માટે નગ્નાટ’ શબ્દ વપરાયો છે. ગ્લો. ૧૬ની ટીકામાં દિગંબરોની ઉત્પત્તિ ઉપર પ્રકાશ પડાયો છે. હિન્દી કૃતિ– હેમરાજ પાંડેએ શ્વેતાંબરોનાં ૮૪ મંતવ્યોની ઝાટકણી કાઢી હશે એમ આ ન્યાયાચાર્યે રચેલી દિપટ ચૌરાસી બોલ પ્રયુક્તિનો અંતિમ ભાગ જોતાં જણાય છે. આ પ્રયુક્તિમાં દિગંબરો અને શ્વેતાંબરો વચ્ચે ૮૪ બાબતોમાં મતભેદ છે તેનો ઉલ્લેખ છે અને સાથે સાથે શ્વેતાંબરીય માન્યતાઓનું સમર્થન છે. પદેવધર્મપરીક્ષા (ઉ. વિ. સં. ૧૭૪૩)- આ ૪૨૫ શ્લોક જેવડી અને મુખ્યતયા ગદ્યાત્મક કૃતિના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. આના પ્રારંભમાં એક પદ્ય અને અંતમાં બે પદ્યો છે. અંતિમ પદ્યમાં આ કૃતિનું પરિમાણ ૪૨૫ શ્લોકનું છે એ વાત કહેવાઈ છે. જ્યારે ઉપાંત્ય પદ્યમાં કર્તાના નામનો અને પ્રસ્તુત કૃતિ રચાયાનો ઉલ્લેખ છે. પ્રારંભમાંના પ્રથમ પદ્યમાં એમણે વિષયનું સૂચન કરતાં કહ્યું છે કે કેટલાક જનો દેવોને “અધર્મી માનવાનો જે ભ્રમ સેવે છે તેનું હું નિરાકરણ કરું છું. દેવોને “અધર્મી' કહેવા એ સમુચિત નથી કેમકે એમને “અસંયત ન કહેતાં “નોસંયત' કહેવા જોઈએ એમ વિયાહપષ્ણત્તિ (શ. ૫, ઉ. ૪)માં ઉલ્લેખ છે. દેવોને “નોધમ' કહેવા એ પણ બરાબર નથી કારણ કે ધર્મના શ્રતધર્મ અને ચારિત્રધર્મ એવા બે ભેદ ૧. અઝપ્પમયપરિખા નામની પાઇય કૃતિ ન્યાયાચાર્યે સ્વપજ્ઞ વૃત્તિ સહિત રચી છે. એમાં પણ દિગંબરોની કેવલજ્ઞાનીને અંગેની કેટલીક માન્યતાઓનું ખંડન કરાયું છે. ૨-૩. વિશેષ માહિતી માટે જુઓ યશોદોહન (પૃ. ૨૪૩-૨૪૫). ૪. આની લગભગ શરૂઆતમાં “એકતીસા”માં રચાયેલું એક પદ્ય જૈનધર્મવરસ્તોત્ર (ગ્લો. ૩૦)ની સ્વપજ્ઞ વૃત્તિ (પૃ. ૯૫)માં ઉદ્ધત કરાયું છે. એવી રીતે બીજું એક પદ્ય શ્લો. ૨૮ની વૃત્તિ (પૃ. ૯૧)માં અને એક અન્ય પદ્ય શ્લો. ૩૬ની વૃત્તિ (પૃ. ૧૧૦)માં ઉદ્ધત કરાયાં છે. સમગ્ર કૃતિ પ્રકરણ રત્નાકર (ભા. ૧, પૃ. ૭૬૬૭૭૫, પ્રથમ આવૃત્તિ)માં .સ. ૧૮૭૬માં પ્રસિદ્ધ કરાઈ છે. ત્યાર બાદ આ સંપૂર્ણ કૃતિ ગુર્જર સાહિત્ય સંગ્રહના પ્રથમ વિભાગ (પૃ. ૫૭૨-૫૯૭)માં ઇ.સ. ૧૯૩૬માં પ્રકાશિત કરાયેલી છે, આ કૃતિની વિશેષ માહિતી માટે જુઓ યશોદોહન (પૃ. ૨૩૦-૨૩૫). ૫. આ કૃતિ અન્ય નવ કૃતિઓની સાથે “જે. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૬૫માં પ્રકાશિત ન્યા. ય. ગ્રં.માં અપાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy