SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૬ પદ્ય ૭૦-૭૮ દ્વારા વિધિ ઉપર ભાર મૂકનાર ધર્મસાગરગણિના વિચારોની ન્યાયાચાર્ય આલોચના કરી છે. એનાં પછીનાં બે પદ્યો રચી એમણે તીર્થંકરની પ્રતિમાની સ્તુતિ કરી છે. આના પછી બાર પડ્યો દ્વારા પાશચન્દ્ર (પાયચન્દ)મતનું ખંડન કર્યું છે. જિનપૂજા ઇત્યાદિ કૃત્યથી જે પુણ્ય ઉપાર્જન થાય તેનું શું એ વાતની ચર્ચા ત્રણ પદ્યો દ્વારા કરી છે. પછીનાં બે પદ્યો “શંખેશ્વર પાર્શ્વનાથને ઉદેશીને રચી એમણે નયાની સમજણ આપી છે. ૯૭માં પદ્યમાં એમણે વ્યવહારનયને ઉચિત ભક્તિ તેમ જ નિશ્ચયનયને ઉચિત ભક્તિનો ભેદ દર્શાવ્યો છે. ત્યાર બાદ એમણે છ પદ્યો દ્વારા સર્વશની અને એની પૂજાની પ્રશંસા કરી છે અને અંતિમ પદ્ય (શ્લો. ૧૦૪) પ્રશસ્તિરૂપે રચ્યું છે. 'સ્વોપણ વૃત્તિ- શિષ્યની અભ્યર્થનાથી યોજાયેલી આ વૃત્તિમાં પ્રારંભમાં ચાર પદ્યો છે અને P ૨૯૭ અંતમાં ૧૮ પદ્યો છે. એમાં વૃત્તિકારનાં ‘ન્યાયવિશારદ' અને ‘ન્યાયાચાર્ય” એ બે બિરુદોનો ઉલ્લેખ છે. આ વૃત્તિમાં અનેક ‘આગમોમાંથી અવતરણો અપાયાં છે. હરિભદ્રસૂરિએ પંચવત્યુગની સ્વપજ્ઞ ટીકામાં જે “થયપરિણા' (સ્તવપરિણા)નો અધિકાર આપ્યો છે તેને શ્લો. ૬૭ની વૃત્તિમાં સ્થાન અપાયું છે. વળી સમ્મઈપયરણની કેટલીક કેટલીક ગાથાઓ અવતરણરૂપે અપાઈ છે. તેમાં ગ્લો. ૯૫ની વૃત્તિમાં એક ગાથા આપતી વેળા “ગન્ધહસ્તી” એવો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે સિદ્ધસેન દિવાકરને ન્યાયાચાર્ય “ગન્ધહસ્તી' ગણે છે પરંતુ એમની પૂર્વે આમ કોઇએ કર્યાનું જણાતું નથી એટલું જ નહિ પણ સભાષ્ય ત. સૂ.ના ટીકાકાર સિદ્ધસેનગણિ તે જ ગન્ધહસ્તી છે એમ આધુનિક વિદ્વાનોનો મોટો ભાગ માને છે એટલે આ વાત વિચારવા જેવી ગણાય. શત્રુંજયગિરિ એ અનન્ત સિદ્ધોની સ્થાપનારૂપ તીર્થ છે એ સિદ્ધ કરવા માટે શ્લો. ૨ની વૃત્તિ (પત્ર ૧૦)માં એવો ઉલ્લેખ કરાયો છે કે મનુષ્યલોકમાં અન્યત્ર અનન્ત જીવો સિદ્ધ થયા છે છતાં એ જાતનો સ્પષ્ટ પ્રતિભાસ થાય છે. આ ગિરિને વિષે અનન્ત સિદ્ધોની સ્થાપનારૂપ તીર્થની સ્થાપના થયેલી હોવાથી અર્થાત્ ‘આ તીર્થ છે, આ તીર્થ છે' એવી ભાવના અનેક મહાપુરુષોએ ભાવેલી હોવાથી આ તીર્થ ઉત્કૃષ્ટ છે. P ૨૯૮ પર્વાપર્ય- શ્લો. ૯ની સ્વપજ્ઞ વૃત્તિમાં પત્ર 30માં અલંકારચૂડામણિની વૃત્તિનો અને પત્ર ૨૯૮માં અષ્ટસહસ્ત્રીવિવરણનો ઉલ્લેખ કરી એનાં બે પદ્યો અપાયાં છે. ગ્લો. ૯૫ વૃત્તિમાં ષોડશક ઉપર ન્યાયાચાર્યે રચેલી યોગદીપિકા નામની વૃત્તિનો અને ગ્લો. ૫૯ની વૃત્તિમાં ધર્મપરીક્ષાનો ઉલ્લેખ છે. આવી રીતે બીજા ઉલ્લેખો તરીકે અધ્યાત્મમત પરીક્ષા (પત્ર ૨૯૦), ગુરુતત્ત્વવિનિશ્ચય (પત્ર ૭), દેવધર્મપરીક્ષા (પત્ર ૬૭) અને ભાષારહસ્ય (પત્ર ૨૬૫)નો નિર્દેશ થઈ શકે તેમ છે. ૧. આ “મ. ક. જૈ, મો.”માં પ્રકાશિત છે આની એક હાથપોથી જે વિ. સં. ૧૭૧૩માં લખાયેલી છે તે મળે છે. ૨. ન્યાયાચાર્યે સીમંધરસ્વામીનું જે દોઢસો ગાથાનું સ્તવન રહ્યું છે તેમાં પ્રતિમાશતકનો આશય ઉતારાયો છે. આ સ્તવન ઉપર જ્ઞાનવિમલસૂરિએ બાલાવબોધ રચ્યો છે અને એમાં એમણે આ સ્વપજ્ઞ વૃત્તિમાંના આગમિક પાઠો રજૂ કર્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy