SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૬ : સ્વમસમર્થન કિંવા ખંડનમંડન : પ્રિ. આ. ૨૯૨-૨૯૬] ૧૫૯ વિષય- આ કૃતિની શરૂઆતમાં કહ્યું છે કે મિથ્યાત્વરૂપ સમુદ્ર તરી જવા માટે જિનપ્રવચનરૂપ વહાણનો આશ્રય લેવો જોઇએ. અહીં સમુદ્ર અને વહાણનું રૂપકોની પરંપરા દ્વારા વર્ણન કરાયું છે. સોમવિજયે ધર્મસાગરગણિના ગ્રંથોમાંથી શાસ્ત્રવિરુદ્ધ જણાતા જે ૩૬ જલ્પો એકત્રિત કર્યા તેનું ખંડન એ આ કૃતિનો મુખ્ય વિષય છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪OO) પ્રમાણે આ કૃતિ તે ધર્મસાગરગણિએ તપા' ગચ્છના ગ્રંથોના બચાવરૂપે કરેલી રચના છે એમ “DA. Note”ના આધારે જે કથન કરાયું છે તે વિચારણીય જણાય છે. આ કૃતિનો ગદ્યાત્મક સારાંશ ઉપાધ્યાય વિનયવિજયગણિએ રચ્યો છે. ષત્રિશન્જલ્પવિચાર– જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪00) પ્રમાણે આના કર્તા ભીમભાવવિજય છે. વિનયભુજંગમયૂરી (લ. વિ. સં. ૧૭00)– જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૫૭) પ્રમાણે આ કૃતિ = ૨૯૫ અમૃતસાગરગણિએ રચી છે જ્યારે જૈ. ગ્રં. (પૃ. ૧૬૩)માં એવો ઉલ્લેખ છે કે ૧૨૨ શ્લોક જેવડી આ કૃતિ સાંભળવા મુજબ ઉપાધ્યાય ધર્મસાગરગણિના શિષ્ય પદ્મસાગરે રચી છે અને એ દ્વારા એમણે વિનયવિજયગણિએ રજૂ કરેલા કેટલાક વિચારોનું ખંડન કર્યું છે. મેં એમ સાંભળ્યું છે કે વિનયવિજયગણિએ સુબોધિનામાં ધર્મસાગરગણિકૃત કલ્પકિરણાવલીને અંગે જે આક્ષેપો કર્યા છે તેના રદિયારૂપે આ કૃતિ એ ધર્મસાગરગણિના શિષ્ય રચી છે. પ્રતિમાશતક (લ. વિ. સં. ૧૭૧૦)- આના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. એમની આ એક ખંડનાત્મક કૃતિ છે. એમાં ૧૦૪ પદ્યો છે. એ પૈકી પ્રશસ્તિરૂપ અંતિમ પદ્ય માલિનીમાં છે જ્યારે બાકીનાં શાર્દૂલવિક્રીડિતમાં છે. પ્રથમ પદ્ય પ્રતિમાની સ્તુતિરૂપ છે અને એનો પ્રારંભ “ઐન્દ્રથી કરાયો છે. પહેલાં ૬૯ પદ્ય “લોંકા' ગચ્છના અનુયાયીઓની તેમ જ સ્થાનકવાસીઓની એટલે કે મૂર્તિને નહિ ? ૨૯૬ માનનારની ઝાટકણીરૂપ છે. આ વિષય આ ગ્રંથકારે દેવધર્મપરીક્ષા, ગુજરાતીમાં રચેલાં મહાવીરસ્વામીસ્તવન અને સીમન્વરસ્વામીસ્તવન વગેરેમાં ચર્ચા છે. અહીં એમણે મૂર્તિપૂજાના વિરોધી તરફથી જે જે શંકા ઉઠાવી શકાય તે બધીનું નિરસન કર્યું છે. ૬૦મા પદ્યમાં કૂવાના દૃષ્ટાન્તનો ઉલ્લેખ છે. એને અંગેનું વિશેસા.માંનું અવતરણ સ્વોપજ્ઞ વૃત્તિમાં છે. ૧. એમના જલ્પો માટે જુઓ વિનયસૌરભ (પૃ. ૭૫). ૨. આ કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિના સારાંશરૂપ ભાવપ્રભસૂરિકત વૃત્તિ સહિત “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૧માં પ્રસિદ્ધ કરાઈ છે. આ કૃતિ સ્વપજ્ઞ વૃત્તિ સહિત તો “મુ. ક. જૈ. મો. મા.”માં ઈ.સ. ૧૯૨૦માં પ્રકાશિત કરાઇ છે. પણ એમાં અશુદ્ધિઓ છે તેમ જ અવતરણો, ગ્રંથો વગેરેની સૂચી અપાઈ નથી. ગ્રંથો માટેની સૂચી તૈયાર કરી મેં યશોદોહનમાં આપી છે. એ પૃ. ૨૬૨-૨૬૫માં છપાઈ છે ખરી પરંતુ એનાં મુદ્રણપત્રો જોનારાએ ગ્રંથોનાં નામો મારી મુદ્રણાલયપુસ્તિકા અનુસાર નહિ રજૂ કરતાં સ્વેચ્છા પ્રમાણે ગ્રંથના નામોમાં વૃત્તિ, સૂત્ર જેવા શબ્દો કેટલીયે વાર ભિન્ન રાખ્યાં છે એટલે આ અશુદ્ધિઓ માટે હું જોખમદાર નથી. સ્વિોપજ્ઞટીકા સાથે પ્રતિમાશતક પં. અજિતશેખર વિ. ગણીના ગુજરાતી અનુવાદ સાથે દિવ્યદર્શનથી પ્રસિદ્ધ થયું છે.] ૩. સ્વપજ્ઞ વૃત્તિના આદ્ય પદ્યમાં “પ્રતિમાશતક-ગ્રંથ” એવો ઉલ્લેખ છે. ૪. આ સંબંધમાં ગ્લો. ૯૭ની સ્વપજ્ઞ વૃતિ અને એમાં ઉદયનાચાર્યકૃત ન્યાયકુસુમાંજલિનું ઉદાહરણ વિચારવા ઘટે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy