SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ P ૨૮૮ P ૨૮૯ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૬ ઉદ્ધરણો– ગુરુતત્ત્વપ્રદીપનાં કેટલાંક પદ્યો ધર્મસાગરગણિએ પોતાની વિવિધ કૃતિઓ નામે તત્ત્વતરંગિણી, પવયણપિરા ઇત્યાદિમાં ઉદ્ધૃત કર્યાં છે. ગુરુતત્ત્વપ્રદીપના વિ. ૧નો શ્લો. ૨૧ શ્રાદ્ધવિધિવિનિશ્ચયમાં ચતુર્થ ચરણ પૂરતા પાઠભેદપૂર્વક જોવાય છે. ૧૫૬ બે હાથપોથીઓ– નારદપુરીમાં ધર્મસાગરગણિએ તત્ત્વતરંગિણી રચી એ જોઇ અમને ‘નિહ્નવ’ કહ્યા છે એમ ખરતરોએ કજીયો ઊભો કર્યો. એ ઉપરથી એ ગણિએ વિનયસાગરગણિને ઠાકુર સદય વચ્છને ઘેર જીર્ણ તાડપત્રીય પ્રતિની શોધ માટે મોકલ્યા. એ પ્રતિ એમણે મેળવી. એવામાં આ પ્રતિનો પ્રચાર થશે એવી બીકથી ખરતરોએ બૃહચ્છાલિક લિંગીઓ (લૈંગિકો)ને પ્રેરણા કરી એટલે તેમણે કહ્યું કે અમારું પુસ્તક જલદી પાછું આપો, નહિ તો કજીયો થશે. તે ઉપરથી વિ. સં. ૧૬૦૬માં જલદી પ્રતિ ઉતારી લેવાઇ. એ કાર્ય પત્તનમાં રહીને વિમલસાગરગણિએ, જ્ઞાનવિમલગણિએ, વિનયસાગરગણિએ તેમ જ વિવેકવિમલગણિએ જેવું જણાયું છે પ્રમાણે કર્યું. કોઇક સ્થળે લિપિ નહિ સમજાવાથી તેમ જ કોઇ કોઇ પત્ર નહિ મળ્યાથી આ ઉદ્ધરણ અન્ય પ્રતિ દ્વારા સુધારી લેવાનું પ્રશસ્તિના અંતમાં વિવેકસાગરગણિએ સૂચન કર્યું છે. આની બીજી એક હાથપોથી વિ. સં. ૧૬૮૩માં લખાયેલી છે. આ ગુરુતત્ત્વપ્રદીપ ઉપરથી ધર્મસાગરે ગુરુતત્ત્વપ્રદીપિકા રચી છે. એનો ષોડશશ્લોકી પણ કહે છે. 'ગુરુતત્ત્વવ્યવસ્થાપનવાદસ્થલ- આ ૪૦૦ શ્લોક જેવડી કૃતિમાં શરૂઆતમાં એ કથન છે કે કેટલાક મતિવિર્ષયાસને લઇને એમ બોલે કે સંપ્રતિ કાળને યોગ્ય યતના વડે યત્ન કરનારા જે સાધુઓ છે તેઓ વન્ય નથી. એ ઉપરથી શું આ સાધુઓ પાર્શ્વસ્થ, અવસન્ત, કુશીલ, સસક્ત કે યથાચ્છેદક છે એમ પ્રશ્ન ઉઠાવી પાર્શ્વસ્થ વગેરેનું નિરૂપણ કરાયું છે. એમ કરતી વેળા વિવિધ ગ્રન્થોમાંથી મહત્ત્વનાં અવતરણો અપાયાં છે. પૃ. ૧૪૫-૧૪૬માં પંચકલ્પની પાંચ ગાથાઓ રજૂ કરાઇ છે. અંચલમતદલન ક્વિા અવિધિમવિષૌષધ (વિ. સં. ૧૪૮૦)– આના કર્તા હર્ષભૂષણ છે. એઓ મુનિસુન્દરસૂરિના ભક્ત છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪)માં એમને હર્ષસેનના શિષ્ય ગણ્યા છે. એમણે ૧૦૦૦ શ્લોક જેવડી આ કૃતિ ચાર અધિકારમાં વિભક્ત કરી છે. એ દ્વારા પ્રથમ અધિકારમાં મુખવન્નિકાની, બીજામાં પ્રતિક્રમણને અંગેના સ્થાપનાચાચર્યની, ત્રીજામાં અનુમાનની અને એના સાધનની અને ચોથામાં દૃષ્ટાન્તની સિદ્ધિ કરાઇ છે. ટૂંકમાં કહું તો એમણે આ કૃતિ દ્વારા ‘અંચલ’ ગચ્છની કેટલીક માન્યતાઓનું ખંડન કર્યું છે. શ્રાદ્ધવિધિવિનિશ્ચય (વિ. સં. ૧૪૮૦) આ પણ ઉપર્યુક્ત હર્ષભૂષણની કૃતિ છે. એ ચાર અધિકારમાં વિભક્ત છે. એમાં ‘અંચલ’ મતનું ખંડન છે. અંચલમતનિરાકરણ વિા વાસોઽન્તિકાદિપ્રકરણ (ઉ. વિ. સં. ૧૪૮૦)– આ ૫૦૦ શ્લોક ૧. આ આગમોદ્ધારક ગ્રંથમાળા પ્રકાશિત છે. ૨. આ કૃતિમાંના આદ્ય અને અંતિમ ભાગ પૂરતું લખાણ મેં DC G C M (Vol. XVIII. pt, 1, 127-130)માં આપ્યું છે. ૩. આની જે એક હાથપોથી જૈનાનન્દ પુસ્તકાલય''માં છે તેના પત્ર ૭અમાં ‘'ચરવલક શબ્દ છે. આ શબ્દ ઉ૫૨થી ગુજરાતીમાં ‘ચરવળો’ શબ્દ ઉદ્ભવ્યો હશે, સિવાય કે એ બનાવટી હોય. ૪. આના સંક્ષિપ્ત પરિચય માટે જુઓ ટિ. ૨માં નિર્દેશાયેલું સૂચીપત્ર (પૃ. ૧૩૧-૧૩૩). ૫. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૪૮)માં આ કૃતિનો મુખવસ્ત્રિકા તરીકે જે ઉલ્લેખ છે તે વિચારણીય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy