SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૬ : સ્વમતસમર્થન કિંવા ખંડનમંડન : [પ્ર. આ. ૨૮૩-૨૮૭] પ્રથમ પદ્ય આ કૃતિનું નામ દર્શાવે છે. બીજું પદ્ય ‘તપોટ’ કહેવાનું કારણ પૂરું પાડે છે. ત્રીજું પદ્ય ‘તપોટ’ મતને મુદ્ગલોના તથા શાકિનીના મતની લગભગ સમાન હોવાનું સૂચવે છે. ૨૪મા પદ્યમાં ‘પૂર્ણિમા’ પક્ષનો ઉલ્લેખ છે. ૩૪મા પદ્યમાં હરિભદ્ર મુનીન્દ્રના વચનની અવગણના તપોટ કરે છે એમ કહ્યું છે. અંતિમ પદ્ય નીચે મુજબ છે : ‘‘કૃતિ નિનપ્રભસૂરિષ્કૃત ‘તપોટમતદન' શાસ્ત્રમમત્સર: । भवति सूक्ष्मधिया परिभावयत्बुधजनो विधिपक्षविचक्षणः ॥१०२॥ 'ગુરુતત્ત્વપ્રદીપ કિંવા ઉત્સૂત્રકન્દકુદાલ (વિક્રમની ચૌદમી સદી)– આ કૃતિના પ્રણેતાએ આમાં કે એના સ્વોપજ્ઞ વિવરણમાં પોતાનો પરિચય જરા જેટલો પણ આપ્યો નથી. પ્રસ્તુત કૃતિ આઠ વિશ્રામમાં વિભક્ત છે. એમાં પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :– ૪૦, ૪૦, ૨૦, ૪૦, ૨૦, ૩૦, ૩૦ અને ૨૧ આમ એકંદરે ૨૪૧ પદ્યો છે. કર્તા આ કૃતિ ક્ષેમકીર્તિસૂરિના શિષ્ય નયપ્રભે રચી છે. વિષય– આ કૃતિમાં ‘તપ’ ગચ્છનું સ્થાપન છે જ્યારે દિગંબર, ચૈત્યપાક્ષિક, પૂર્ણિમીયક, ઔષ્ટ્રિક અને ત્રિસ્તુતિક અને પાંચ મતોનું નિરસન છે. દ્વિતીય વિશ્રામ (શ્લો. ૩૮)માં આર્દ્રગુપ્તના શિષ્ય ‘યાપનીય’ હોવાનો ઉલ્લેખ છે. પંચમ વિશ્રામ (શ્લો. ૧૪)માં કહ્યું છે કે તીર્થકરે આપેલી ક્રિયાનો છેદ જિનદત્તે કર્યો. મને સંઘ કંઇ કહેશે એવા ભયથી એઓ ઊંટ ઉપર બેસી પલાયન કરી ગયા. આના વિવરણ (પૃ. ૮૮)માં એવો ઉલ્લેખ છે કે રાત્રે ઊંટ ઉપર બેસી પત્તનથી જાવાલિપુર જિનદત્તસૂરિ નાસી ગયા એથી લોકોએ એમનું “ઔક્ટ્રિક નામ પાડયું. ૧૫૫ રચના સમય– આઠમા વિશ્રામના શ્લો. ૧૪માં ક્ષેમકીર્તિ વગેરેના ચારિત્રને ‘આગમાનુસારી’ કહ્યું છે. એ ઉ૫૨થી તેમ જ એના સ્વોપજ્ઞ વિવરણ (પૃ. ૧૩૪)માં ક્ષેમકીર્તિસૂરિનો અને સાથે સાથે એમના ગુરુ વિજયચન્દ્રસૂરિનો ઉલ્લેખ છે એ ઉપરથી જાણી શકાય છે કે આ ક્ષેમકીર્તિસૂરિ ‘બૃહત્ તપા’ ગચ્છના છે અને એમણે જ કપ્પના ભાસ અને ચુણિ ઉપર વિ. સં. ૧૩૩૨માં વૃત્તિ રચી છે. આમ પ્રસ્તુત કૃતિ એ અરસામાં રચાયેલી ગણાય. સ્વોપજ્ઞ વિવરણ– આમાં કેટલાંક અવતરણો છે. એમાં એક અભિ. ચિ.માંથી છે. પૃ. ૧૦૦માં વર્ધમાનસૂરિષ્કૃત મુહપત્તિકુલય ઉદ્ધૃત કરાયું છે. એમાં ૨૮ ગાથા છે. વિ. ૨, શ્લો. ૩૭ના વિવરણમાં દેવસૂરિએ દિ. કુમુદચન્દ્રને વાદમાં સિદ્ધરાજની સમક્ષ પરાજિત કર્યાનો વૃત્તાન્ત છે. ૧. આ કૃતિ સ્વોપજ્ઞ વિવરણ, એના ઉદ્ધારકની પ્રશસ્તિ તેમ જ ગુરુતત્ત્વ વ્યવસ્થાપનવાદસ્થલ સહિત ‘‘આગમોદ્ધારક ગ્રન્થમાલા''ના વીસમા રત્ન તરીકે વિ. સં. ૨૦૧૮માં પ્રકાશિત કરાઇ છે. એમાં ગુરુતત્ત્વપ્રદીપનો સંક્ષિપ્ત વિષયાનુક્રમ સંસ્કૃતમાં અપાયો છે. ૨. જુઓ જૈન ગૂર્જર કવિઓ (ભા. ૨, પૃ. ૭૩૪). ૩. આ મતની ઉત્પત્તિ વિ. સં. ૧૨૫૦માં થઇ છે. Jain Education International For Personal & Private Use Only P ૨૮૬ P ૨૮૭ www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy