SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૬ કર્યો છે અને એમાં અપાયેલી વિવિધ દલીલોનું ખંડન કર્યું છે.' P ૨૮૪ તપોટમતકુટ્ટન કિવા તપોટમતકુટ્ટનશત (લ. વિ. સં. ૧૩૫૦)- આના કર્તા “ખરતર' ગચ્છના જિનપ્રભસૂરિ છે. એમણે આ ૧૦૨ પદ્યોની કૃતિ દ્વારા “તપા' ગચ્છના કેટલાંક મંતવ્યોનું ખંડન કર્યું છે. વિશાલરાજગણિના શિષ્યના કથન મુજબ તો આ સૂરિએ “તપા' ગચ્છના સોમતિલકસૂરિને ૭૦૦ સ્તોત્રો રચી એ અર્પણ કર્યા હતાં. જો આ વાત સાચી જ હોય તો પછી તેમણે આ ખંડનાત્મક કૃતિ કેમ રચી એવો સહજ પ્રશ્ન ઉદ્ભવે. આનો ઉત્તર એમ સંભવે છે કે આવું કાર્ય એમણે યુવાવસ્થામાં “ખરતર” [P ૨૮૫ ગચ્છના તાજા અનુયાયી બન્યા તેવામાં કર્યું હશે પરંતુ પાછળથી એ અનુચિત જણાતાં “તપા” ગચ્છની નિન્દા કે ઝાટકણી કરવાનું એમણે માંડી વાળ્યું હશે. પ્રસ્તુત કૃતિ અપ્રકાશિત છે એટલે એનાં આદ્ય ત્રણ પદ્યો ઇત્યાદિ પૃ. ૨૮૪ના ટિ. ૧માં નોંધેલી એક હાથપોથીના આધારે રજૂ કરું તે પૂર્વે કહીશ કે સમગ્ર કૃતિ સુબોધ સંસ્કૃતમાં મુખ્યતયા “અનુભૂ' છંદમાં રચાઈ છે અને એનું પરિમાણ ૧૧૦ શ્લોકો જેટલું છે. એના પ્રારંભમાં નિમ્નલિખિત ત્રણ પદ્યો છે : "निर्लोठितशठकमळं त्रैलोक्ये प्रथितचारुकारुण्यम् । प्रणिपत्य श्रीपार्श्व 'तपोटमतकुट्टनं' वक्ष्ये ॥१॥ बाह्यक्रियादर्शनेन मोह यन्तो जगज्जनम् । तपोभूता अटन्तीति 'तपोटाः' परिकीर्तिताः ॥२॥ तपोटानां मतं चैव मुद्गलानां मतं तथा । शाकिनीनां मतं चैव प्रायस्तुल्यानि वक्ष्यन्ते ॥३॥" ૧. આ દલીલોના સ્પષ્ટીકરણાર્થે “ન્યાયાચાર્ય” મહેન્દ્રકુમારે ટિપ્પણરૂપે કેવલિભુક્તિ પ્રકરણમાંથી અવતરણો આપ્યાં છે અને સાથે સાથે એ અવતરણો જે શ્વેતાબરીય ગ્રન્થોમાં એમને જોયાજાણ્યાં તેનાં નામો પૃ. ૮૫૨૮૫૫ અને પૃ. ૮૫૮માં આપ્યાં છે. આવું કાર્ય સ્ત્રીમુક્તિપ્રકરણ અંગે પણ એમણે પૃ. ૮૬૫-૮૭૦ અને પૃ. ૮૭૪માં કર્યું છે. આ ટિપ્પણોમાં મેં નોંધેલા શ્વેતાંબરીય ગ્રન્થો ઉપરાંતના પણ કેટલાક ગ્રન્થોનો ઉલ્લેખ છે. દા.ત. વાદમહાર્ણવ (પૃ. ૬૧૨, ૬૧૩, ૭૫૨, ૭૫૩), સૂયગડની શીલાંકસૂરિકૃત ટીકા (પત્ર ૩૪૬આ), સ્યાદ્ધાવાદરત્નાકર (પૃ. ૪૭૩, ૪૭૪, ૪૮૦), નન્દીસુત્તની મલયગિરીય વૃત્તિ (પત્ર ૧૩૨), પષ્ણવણાની મલયગિરીય વૃત્તિ (પત્ર ૨૦ આ, ૨૧અ), ષડ્રદર્શનસમુચ્ચય (શ્લો. પ૨)ની ટીકા નામે તર્કરહસ્યદીપિકા અને યુક્તિપ્રબોધ (પૃ. ૧૧૫). ૨. આ નામ એની અહીંના “શ્રીજિનદત્તસૂરિ જ્ઞાનભંડારની એક હાથપોથીના અંતમાં પુષ્મિકારૂપે જોવાય છે. એમાં ૧૦૨ પડ્યો છે એટલે આ નામ પદ્યોની દૃષ્ટિએ સાર્થક ઠરે છે. ૩. જુઓ “કાવ્યમાલા” (ગુ. ૭)માં છપાયેલા સિદ્ધાન્તાગમસ્તવની અવચૂરિ કે જે આ શિષ્ય રચી છે. એમણે પ્રથમ પદ્યમાં પોતાના ગુરુનું નામ ગુપ્ત રીતે ગૂંચ્યું છે અને એનો નિર્દેશ અંતમાં એક પદ્ય આપી કર્યો છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે. કે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૫૮)માં આ અવસૂરિના કર્તા તરીકે વિશાલરાજનું જે નામ અપાયું છે તે ખોટું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy