SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ P ૨૮૨ પ્રકરણ ૪૬ : સ્વમસમર્થન કિંવા ખંડનમંડન શબ્દો એના એ જ વપરાય તેમ છતાં કેટલીક વાર એના અર્થ પરત્વે–એનાં વિશિષ્ટ લક્ષણ બાબત ભિન્નતા પ્રવર્તે છે. દા. ત. દેવ, ગુરુ અને ધર્મ એ શબ્દો વિવિધ ધર્મના અનુયાયીઓ વાપરે છે પરંતુ એના સ્વરૂપ સંબંધી એકવાક્યતા નથી. એક જ સંપ્રદાયના માનવીઓમાં પણ કોઈ કોઈ વાર એ સંબંધમાં મતભેદ જોવાય છે. આને લઇને તો જૈન ગ્રંથકારોએ પણ પોતપોતાના પંથને-ગચ્છને અનુકૂળ મંતવ્યો રજૂ કરતી વેળા ખંડન-મંડનના ગ્રંથો યોજ્યા છે. આ જાતના ગ્રંથો પૈકી કેટલાકની હું અહીં નોંધ લઉં છું અને એમ કરતી વેળા જૈન દાર્શનિક કૃતિઓને જતી કરું છું કેમકે એમાં તો અજૈન મંતવ્યોની આલોચનાને સહજ સ્થાન અપાયું છે. સ્ત્રીનિર્વાણ-કેવલિભુક્તિ-પ્રકરણ – આ ‘આર્યા' છંદમાં રચાયેલા પ્રકરણના કર્તા યાપનીય’ વિયાકરણ શાકટાયન છે. એમાં સ્ત્રીની મુક્તિનું પ્રતિપાદન કરનારી પ૫ કારિકા છે અને કેવલજ્ઞાનીના કવલાહારને અંગે ૩૪ કારિકા છે. આમ એકંદર ૮૯ કારિકા છે. આ કૃતિની એક હાથપોથી પ્રમાણે તો ૪૬ અને ૩૭ એટલે કે કુલ્લે ૮૩ કારિકા છે. આ દ્વારા શ્વેતાંબરોની માન્યતાને અનુકૂળ એવી બે બાબતો ૨૮૩ રજૂ કરાઈ છે. ઉત્તરજઝયણ (અ. ૩૬, ગા. ૪૯)ની “વાદિવેતાલ' શાન્તિસૂરિએ રચેલી પાઇય ટીકા (પત્ર ૬૭૯૮, '૬૭૯, ૫૬૮૮અ ૬૮૦આ, ૬૮૧આમાં, અને “૬૮૨૮)માં, પ્રમાણનયતત્તાલોક (પરિ. ૭, સૂ. ૫૭)ની રત્નપ્રભસૂરિએ રચેલી ટીકા નામે રત્નાકરાવતારિકા (પૃ. ૯૧૬૩ અને ૦૧૬૫)માં, ‘ચાયાચાર્ય' યશોવિજયગણિએ રચેલી અઝપ્પમયપરિખા (ગા. ૧૬૪ અને ૧૬૯)ની વૃત્તિ (પત્ર '૯૧૮ અને ૨૯૫આ)માં તેમ જ હારિભદ્રીય શાસ્ત્રવાર્તાસમુચ્ચય (રૂ. ૧૧, શ્લો. ૫૪) ઉપરની સ્યાદ્વાદકલ્પલતા નામની ટીકા (પત્ર ૧૩૪૨૮અ અને ૧૪૪૩૦૮)માં આ પ્રકરણની કારકિાઓ ઉદ્ભૂત કરાઇ છે. જેમ આ શ્વેતાંબર મુનિવરોએ પ્રાયઃ સ્ત્રીની મુક્તિરૂપ પોતાના પક્ષની માન્યતાને સિદ્ધ કરવા આ પ્રકરણનો ઉપયોગ કર્યો છે તેમ દિ. પ્રભાચન્દ્ર પ્રમેયકમલ માર્તડ (પૃ. ૩૦૦, ૩૦૨ અને ૩૦૭)માં અને ન્યાયકુમુદચન્દ્ર (ભા. ૨, પૃ. ૧૫૮૬૯)માં પૂર્વ પક્ષ રજૂ કરવા માટે એનો એક યા બીજી રીતે ઉપયોગ ૧. આ ઇ. સ. ૧૯૨૫માં પ્રકાશિત કરાયું છે. જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૨૬ અને ૪૫૭). [વિદ્ધકર્ય મુનિશ્રી જંબૂવિજયજી મ.સા.એ અનેક પ્રાચીન પ્રતિઓના આધારે સંપાદિત કરેલ આ ગ્રંથ સ્વોપલ્લવૃત્તિ સાથે સં. ૨૦૩૦ માં “જૈન આત્માનંદસભા' દ્વારા પ્રસિદ્ધ થયેલ છે.] ૨. જિ. ૨. કો. (વિ. ૧)માં આ નામથી આ કૃતિની નોંધ નથી એમાં પૃ. ૨૬માં કેવલિભુક્તિપ્રકરણ તરીકે અને પૃ. ૪૫૪માં સ્ત્રીનિર્વાણપ્રકરણ તરીકે પ્રસ્તુત કૃતિનો બે કટકે ઉલ્લેખ છે. ૩. વä. માઁ.. ૪. ત્રી , નાનીd fબનવવંત. ૫વિષમ . ૬. સંવ૬૦, ૭, તન, ૮. સા હ (ઉત્તરાર્ધ) ૯, યત્ સંયમોપ૦. ૧૦. સંવ૬૦. ૧૧. સંવ૬૦, ૧૨. નિનવને નાનીતે. ૧૩. વા૦, નિનવનું ગાનતે. ૧૪. સંવ૬૦. ૧૫. ઈશેfપ૦. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy