SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૬ : સ્વમસમર્થન કિંવા ખંડનમંડન : પ્રિ. આ. ૨૮૭-૨૯૨] ૧૫૭ જેવડી કૃતિના પ્રણેતા ગુણરત્ન છે. એઓ દેવસુન્દરસૂરિના શિષ્ય થાય છે. આ પણ “અંચલ' મતની રે ૨૯૦ કેટલીક માન્યતાના ખંડનરૂપ કૃતિ છે. એમાં પરંપરાના પ્રામાણ્યનો વિચાર કરાયો છે. એ ઉપરાંત પાક્ષિક, પર્યુષણ પર્વ, મુખવસ્ત્રિકા, અરવલક (ચરવાળા) ઇત્યાદિ લગતી પણ હકીકત વિચારાઈ છે. તત્ત્વબોધ પ્રકરણ– જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૫૨) પ્રમાણે આના કર્તા શાન્તિસૂરિના શિષ્ય અમરચન્દ્રના શિષ્ય છે. એમણે આ કૃતિ દ્વારા “અંચલ' ગચ્છની કેટલીક માન્યતાઓનું ખંડન કર્યું છે. સમાનનામક કૃતિ- આના કર્તા હરિભદ્ર બીજા છે અને એ કૃતિનું અપર નામ નિજતીર્થકકલ્પિતકુમતનિરાસ છે એમ બૃ. ટિ. માં ઉલ્લેખ છે એટલું જ નહિ પણ અહીં આ કૃતિને “શાંતિપfમછિદ્ર” એમ કહ્યું છે. એથી એમ જણાય છે કે એ અંચલ અને પૌણિમિક એ બે ગચ્છના કેટલાક વિચારોના ખંડનરૂપ હશે. અંચલમતસ્થાપન– જૈ. ગ્રં. (પૃ. ૧૫૮)માં આની જે નોંધ છે એ પ્રમાણે અમદાવાદના ચંચલબાઇના ભંડારમાં આની એક હાથપોથી છે એ તપાસાય તો આ કૃતિ વિષે વિશેષ પ્રકાશ પડે, બાકી નામ ઉપરથી જ કહેવાનું હોય તો એ “અંચલ મતની જે માન્યતાઓ સામે અન્ય ગચ્છના અનુયાયીઓએ જે આક્ષેપો કર્યા છે તેના અહીં ઉત્તર આપી પોતાનો પક્ષ સ્થાપવામાં આવ્યો હોવો જોઈએ. સંશય-વદન-વિદારણ (ઉ. વિ. સં. ૧૫૮૨)- આ દિ. શુભચન્દ્રની કૃતિ છે. આ કૃતિનો ઉલ્લેખ એમણે પોતાના પાડવપુરાણની પ્રશસ્તિમાં કર્યો છે. આ કતિમાં શ્વેતાંબરોની સ્ત્રીની મુક્તિ મે ૨૯૧ ઇત્યાદિ માન્યતાઓનું ખંડન છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૦૭)માં આકૃતિ સંશય-વદન-વિદારણ એ નામે નોંધાયેલી છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૮૨માં લખાયાનો તેમ જ આ કૃતિ ઉપર સ્વપજ્ઞ વૃત્તિ હોવાનો અહીં ઉલ્લેખ છે. વૃત્તિ- આ સ્વપજ્ઞ છે. ‘ચામુહિડકમતસૂત્રદીપિકા ક્વિા ઔષ્ટ્રિકમતાસૂત્રદીપિકા (વિ. સં. ૧૬૧૭)- આ વિજયદાનસૂરિના વિનેય ધર્મસાગરગણિએ વિ. સં. ૧૬૧૭માં શોભાલપુરમાં રચેલી કૃતિ છે. આના પ્રારંભમાં ચાર પદ્યો અને અંતમાં ત્રણ પદ્યો છે : (૧) “ઔષ્ટ્રિક મતના નામનું સ્થાપન, (૨) “ઔષ્ટ્રીક મતનાં ઉત્સુત્રોને નિર્દેશ અને એનું નિરાકરણ, (૩) સમ્યકત્વનો ત્યાગ કરેલાઓનું ફરીથી સમ્યકત્વારોપણ અને (૪) ઔષ્ટ્રિક મતોત્સત્રનો ઔષ્ટ્રિકના જ મુખે આવિષ્કાર. પ્રથમ અધિકારમાં કહ્યું છે કે પોતાનો મત વિસ્તારવા માટે જિનદત્તે ચામુંડાનું આરાધન કર્યું હોવાથી આ મતને ચામુંડિક નામ અપાયું. ઔષ્ટ્રિક અને ખરતર એ બે એનાં નામાંતર છે. અહીં (પૃ. ૨માં) કહ્યું છે કે ઔષ્ટ્રિકોએ રચેલા આધુનિક ગ્રન્થોમાં એવો ઉલ્લેખ છે કે કવચિત ૮૪ મઠાધિકારીઓને દુર્લભરાજની સમક્ષ જિનેશ્વરસૂરિએ વિ. સં. ૧૦૨૪માં કે પછી વિ. સં. ૧૦૮૦ જીતીને ખરતર' બિરુદ ૨ ૨૯૨ મેળવ્યું હતું તો આ ઉલ્લેખ ખોટો છે કેમકે દુર્લભરાજને તો વિ. સં. ૧૦૬૬માં પત્તનમાં રાજ્ય મળ્યું હતું અને વિ.સં. ૧૦૭૭માં તો એનું નિધન થયું હતું એમ કુમારપાલપ્રબન્ધ વગેરેમાં કથન છે. પૃ. ૪માં કહ્યું છે કે જિનદત્તસૂરિથી વિ.સં. ૧૨૦૪માં “ખરતર’ મત ઉદ્ભવ્યો. ૧. જૈ. ગ્રં. (પૃ. ૯૪)માં આને બદલે ‘શુભચન્દ્રશિષ્ય' એવો ઉલ્લેખ છે તે બ્રાન્ત છે. ૨. આ નામ પ્રસ્તુત કૃતિના પ્રારંભમાંના ચતુર્થ પધમાં જોવાય છે. ૩. આ નામથી આ કૃતિ “આગમોદ્ધારક ગ્રન્થમાલા”માં ૧૬મા રત્ન તરીકે વિ. સં. ૨૦૧૮માં પ્રસિદ્ધ કરાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy