SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૪ P ૨૭૮ P ૨૭૯ ઉત્તરઝયણની પાઇયટીકા રચનારા અને વિ.સં. ૧૦૯૬માં સ્વર્ગે સંચરનારા વાદિવેતાલ શાન્તિસૂરિ' તરીકે સુપ્રસિદ્ધ છે. એ જ અ. વિ.ના કર્તા હશે એમ માનવામાં એક વાંધો આવે છે કેમકે શીલાચાર્ય ઉર્ફે તત્ત્વાદિયે આયારની ટીકા શકસંવત્ ૭૮૪માં અર્થાત્ વિ. સં. ૯૧૯માં રચી છે તેઓ અ. વિ.ના પંજિકાના પ્રણેતા હોઈ શકે નહિ એટલે વાદિવેતાલ કે પછી આ શીલાચાર્ય અન્ય કોઇ હોવા જોઇએ. જો પંજિકાકાર જ આયારના ટીકાકાર હોય તો વાદિવેતાલ વિક્રમની નવમી સદી જેટલા તો પ્રાચીન હશે જ. માથુરી તથા વાલભી વાચનાઓના સમન્વયાર્થે વલભીમાં મળેલી સભામાં જે “ગન્ધર્વ-વાદિવેતાલ' શાન્તિસૂરિ હતા તેઓ અ. વિ.ના કર્તા હશે એમ કલ્યાણવિજયજીનું કહેવું છે. અ. વિ.માંની કોઈ કોઈ પંક્તિ ઇત્યાદિ બૃહચ્છાન્તિસ્તવમાં જોવાય છે. દા. ત. વિચારો પર્વ ૧, શ્લો. ૯ અને પર્વ ૫, શ્લો. ૧૦ અને ૧૩ એ ઉપરથી તેમ જ કોઈ કોઈ હાથપોથીમાં બૃહચ્છાન્તિસ્તવનો અ. વિ.ના સાતમા પર્વ તરીકે શાન્તિપર્વના નામે ઉલ્લેખ જોવાય છે એથી આ બંનેના કર્તા એક હોવાનું કેટલાક માને છે. વિશેષમાં ચતુર્થ પર્વના સોળમા પદ્ય સાથે શાન્તિસૂરિકૃત ચેઇયદણભાસ (પૃ. ૨૬)માં મયં વના ઉલ્લેખપૂર્વકની “વેદન ” ગાથા ભાવની દૃષ્ટિએ સર્વાંશે મળતી આવે છે. એથી એ ગાથા અ. વિ.ના આધારે યોજાયેલી લાગે. કોઇક તો એ બંનેના કર્તા એક હોવાની પણ કલ્પના કરે છે પરંતુ એ વાત તો મને પ્રતીતિજનક જણાતી નથી. હાથપોથી- અ. વિ.ની વિ.સં. ૧૩૫૮માં લખાયેલી એક હાથપોથી પાટણના ભંડારમાં છે. પંજિકા– આ શીલાચાર્યે રચી છે અને એ છપાયેલી છે. (પ્ર. “જૈન સાહિત્યવિકાસ મંડલ.') પંજિકાકારે પોતાનો પરિચય આપ્યો નથી. અનુવાદ– પં લાલચન્દ્ર ભ. ગાંધીએ અ. વિ.નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને એ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૭૫, ટિ. ૧. સ્મલન– જૈ. ગ્રં. (પૃ. ૧૪૯)માં જયભૂષણે ધૂમાવલિકા રચ્યાનો જે ઉલ્લેખ છે તે ભ્રાન્ત છે. એ તો જીવદેવસૂરિકૃત જિણન્ડવણવિહિના અંતિમ પદ્યગત “જય ભૂષણ” જોઈ એનો અર્થ સમજવાની ભૂલને આભારી જણાય છે. જિ. ૨. કો. (વિ. ૧, ૫- ૧૯૮)માં તો કહ્યું છે કે જૈ. ગ્રં. ગત ઉલ્લેખ બૃહટ્ટિપ્પનિકા ક્રમાંક ૬૩૭-૬૩૮ ગત વાક્યોના ખોટા છેદ (splitting)નું પરિણામ છે. શાન્તિપર્વ– આને કેટલાક અ. વિ.નું સાતમું પર્વ ગણે છે અને એમાં બૃહચ્છાન્તિસ્તવનો અંતર્ભાવ કરાયાનું કહે છે. આ સ્તવ ઉપર હર્ષકીર્તિસૂરિની વિ.સં. ૧૬૫૫માં રચાયેલી ટીકાનો તથા ધનપાલની ટીકા હોવાનો ઉલ્લેખ જિ. ૨. કો. વિ ૧, પૃ. ૨૮૫)માં કરાયો છે. આ સ્તવનો વિષય બ્રાહ્મણોના સ્વસ્તિકવાચનાનું તેમ જ બૃહપુણ્યાહવાચન (Pet. VI No. 602)નું સ્મરણ કરાવે છે. ૧. આના પરિચય માટે જુઓ D G C M (VOL.XVII, pp. 4, pp. 114-221). આ કૃતિનો પદ્યાત્મક અનુવાદ નવસ્મરણ સચિત્ર (પૃ. ૧૭૮-૧૫૭)માં છપાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy