SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૫ : અનુષ્ઠાનવિધિ : પ્રિ. આ. ૨૭૪-૨૭૭] ૧૪૯ P ૨૭૭ પ્રથમ પર્વમાં જિનાભિષેકનું ફળ દર્શાવી ઋષભદેવના જન્મસમયના અને રાજાધિરાજ્યપ્રસંગના એમ બે અભિષેકનો નિર્દેશ કરાયો છે. દ્વિતીય પર્વમાં જિનબિમ્બ માટેની વેદી, જિનસ્નાત્રના અધિકારી શ્રાવક અને દસ દિપાલોને આહ્વાન એ બાબતો રજૂ કરાઈ છે. તૃતીય પર્વમાં ધૂમાવલીનું અને જિનબિમ્બનું વર્ણન, “ગંગા' વગેરે ચૌદ નદીઓનું આહ્વાન તેમ જ પાદિ મહાહદોમાં વસનારી છ દેવીઓને તથા પ્રભાસાદિ તીર્થોના અધિપતિઓને આમંત્રણ એમ વિવિધ બાબતો આલેખાઈ છે. ચતુર્થ પર્વમાં જિનને સર્વ ઔષધિઓ દ્વારા કરાતા સ્નાનનું વર્ણન છે. જિનપ્રતિમિાને આભૂષણોથી વિભૂષિત કરવામાં વાંધો નથી એમ અહીં કહ્યું છે કેમકે એ તીર્થંકરની પૂર્વાવસ્થા સાથે સંબંધ ધરાવે છે. પંચમ પર્વમાં ધાન્યાદિ દ્વારા બલિ, મંગલપ્રદીપ, આરાત્રિક પલૂણઉતારણ, દસ દિપાલોનું સન્માનપૂર્વક વિસર્જન તેમ જ નવ ગ્રહોના વર્ણ વગેરે વિષે માહિતી અપાઈ છે. ઉદ્ધરણો– પ્રસ્તુત અહંદભિષેકવિધિમાંના પો કેટલીક કૃતિઓમાં જૂનાધિક પ્રમાણમાં પણ એ જ સ્વરૂપે ઉદ્ધત કરાયેલાં જણાય છે. દા. ત. યોગશાસ્ત્ર (પ્ર. ૩, શ્લો. ૧૨૪)ની સ્વપજ્ઞ વૃત્તિ (પત્ર ૨૧૧આ)માં તૃતીય પર્વનું મીનર૬ થી શરૂ થતું સાતમું પદ્ય જોવાય છે. જિનપ્રભસૂરિએ દેવાહિદેવયાવિહિમાં જે વિવિધ અવતરણો આપ્યાં છે તેમાંનાં પચ્ચીસેક પદ્યો આ અ. વિ. માં છે. રત્નશેખરસૂરિએ સઢવિહિ ઉપર વિ. સં. ૧૫૦૬માં જે વિધિકૌમુદી રચી છે તેમાં એમણે “વાદિવેતાલ' શાન્તિસૂરીએ કહ્યું છે એવા ઉલ્લેખનૂર્વક તૃતીય પર્વનું ચોથું પદ્ય રજૂ કર્યું છે. વળી એમણે નામનિર્દેશ વિના તૃતીય પર્વનાં પહેલા અને બારમા પદ્ય એમાં આપ્યાં છે. “મુછાતાર''થી શરૂ થતાં કેટલાંક પદ્યો હરિભદ્રસૂરિએ રચેલાં સંભવે છે એમ કહી એ પણ ઉદ્ધત કરાયાં છે. આ મુplહૂરથી શરૂ થતું પદ્ય તે તૃતીય પર્વનું આદ્ય પદ્ય છે. પાઠાન્તર- અ. વિ. (પર્વ ૩)નું ૧૨મું પદ્ય પાઠભેદપૂર્વક અભિષેકમાં છે. જુઓ D c G C M (Vol XVII, pt. 4, p. 164) કર્તા- અ. વિ.ના આદ્ય પદ્યની પંજિકામાં આ કૃતિના કર્તા તરીકે વાદિવેતાલનો સ્પષ્ટ ઉલ્લેખ છે. બાકી અ. વિ.ના પ્રણેતાએ તો પોતાનો સંક્ષિપ્ત પરિચય તો શું નામ પણ દર્શાવ્યું નથી. કલ્યાણવિજયજી ગણિએ આ પંજિકાના અંત ભાગનો ઉલ્લેખ કર્યો છે. તેમાં અ. વિ. માટે “શાન્તિવાદિવેતાલીય” વિશેષણ જોવાય છે. એ ઉપરથી પ્રસ્તુત અ. વિ.ના કર્તા “વાદિવેતાલ શાન્તિ' છે એમ જાણી શકાય છે. ૧. આ નામની ૧૪ પદ્યાની એક પાઇય કૃતિને લગતી માહિતી મેં D c G C M (Vol. XVII, pp. 4, pp. 189-190)માં આપી છે. ૨. આ બાબતની ચર્ચા વાદમહાર્ણવ (પૃ. ૭૫૪)માં છે. ૩. D c G C M (Vol. XVII, pt. 4, No. 1378)નું આદ્ય પદ્ય કંઈક પાઠભેદપૂર્વક જીવદેવસૂરિકૃત જિણન્ડવણવિહિના ૪૯મા પદ્ય સાથે મળતું આવે છે. ૪. જિણન્ડવણવિહિના પદ્ય ૪૭-૪૮ આરાત્રિકમાં જોવાય છે. જુઓ D c G C M (Vol. XVII, pt. 4, No. 1343) ૫. સરખાવો D C G C M (Vol XVII, pt. 4, No. 1400) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy