SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૪ જ પદ્ય છે. આમ ૧૫૧ પદ્યો છે. પ્રત્યેક કુસુમાંજલિ ભિન્ન ભિન્ન છંદમાં રચાયેલી છે અને એ યમકથી વિભૂષિત છે. યમકના જે ૧૧૧ભેદ ગણાવાય છે તેમાંના ઘણાખરાને આ કુસુમાંજલિઓમાં સ્થાન આપ્યું છે. આથી આ નાનકડા મનોરમ કાવ્યની ગરજ સારે છે. આચારદિનકર (ભા. ૨, પત્ર ૧૯૭-૧૯૮૮)માં આઠ મંગલનું તાત્પર્ય સમજાયું છે. પ્રસ્તુત કૃતિમાં કેટલાક મંત્રો પણ અપાયા છે. આચારદિનકર (ભા. ૨, પત્ર ૨૦૭-૨૦૯અ)માં “ભગવતી-મંડલ” અપાયું છે. એમાં ૬૪ યોગિનીઓ, “બાવન વીર' તરીકે ઓળખાવાતી પર વ્યક્તિઓ અને ૮ ભૈરવ વગેરેનો ઉલ્લેખ છે. આચારદિનકર (ઉદય ૩૩, પત્ર ૧૮૪૮)માં સુવર્ણની શલાકા લઈને જિનપ્રતિમાના નેત્રના ઉન્સીલનનો ઉલ્લેખ છે. આમ આ અંજનશલાકાનું દ્યોતન કરે છે. અહંદભિષેકવિધિ કિવા જિનાભિષેકવિધિ (ઉં. વિક્રમની ૧૧મી સદી)– આ સંસ્કૃત કૃતિ પાંચ પર્વમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૧૦, ૧૬, ૩૦, ૧૮ અને ૨૪ પદ્યો છે. આમ કુલ્લે ૯૮ પદ્યો છે જ્યારે અન્યત્ર ૯૯ પદ્યો છે. એ વિવિધ વૃત્તોમાં રચાયેલાં છે. P ૨૭૫ P ૨૭૬ ૧. આનાં નામ શ્રીધરધરવિજયગણિએ (હાલ સૂરિએ) પૃ. 148, ટિ. 3માં નિર્દેશાયેલા લેખમાં આપ્યાં છે. ૨. આ કૃતિ પં. શ્રીકલ્યાણવિજયગણિએ રચેલી અને “શ્રીકલ્યાણવિજયજી શાસ્ત્રસંગ્રહ સમિતિ” તરફથી વિ.સં. ૨૦૧૨માં પ્રકાશિત કરાયેલી કલ્યાણકલિકા (ભા.૨)માં છપાવાઈ છે. એમાં ૯૯ પદ્યો છે અને પ્રસ્તાવના છે પરંતુ આ કૃતિ માટે કઈ હાથપોથીનો ઉપયોગ કરાયો છે તેનો ઉલ્લેખ નથી. ત્યાર બાદ લાંબે ગાળે વિ.સં. ૨૦૨૧માં “જૈન સાહિત્ય વિકાસ મંડલે” નિમ્નલિખિત નામથી પ્રકાશિત કરેલા પુસ્તકમાં આ અહંદભિષેકવિધિ (૯૮ પદ્યો)ને શીલાચાર્યકૃત પંજિકા, જીવદેવસૂરિએ પાઇયમાં ૫૪ પદ્યોમાં રચેલ જિણન્ડવણવિહિ (જિનસ્નાનવિધિ) તથા ગોગ્ગટસૂરિના શિષ્ય સમુદ્રસૂરિએ છથી અધિક સંવત્સરોમાં અર્થાત્ વિ.સં. ૧૦૦૬માં ધવલપુરીમાં રચેલી પંજિકા સહિત સ્થાન અપાયું છે :“(પંજિકા સહિત) જિનસ્નાત્રવિધિ તથા (પંજિકા સહિત) અહંદભિષેકવિધિ.” આ પુસ્તકના સંશોધનાર્થે છાણીના ભંડારની એક તાડપત્રીય પ્રતિનો ઉપયોગ કરાયો છે. આ પુસ્તકના પ્રારંભમાં પં. લાલચન્દ્ર ભગવાન ગાંધીની ગુજરાતીમાં પ્રસ્તાવના અને ત્યારબાદ જિનસ્નાત્રવિધિ તથા અહંદભિષેકવિધિનું સંસ્કૃતમાં વિષયપ્રદર્શન છે. ત્યાર પછી બંને કૃતિઓ કટકે કટકે પંજિકાપૂર્વક ગુજરાતીમાં અનુવાદ સહિત અપાઈ છે. અંતમાં પાંચ પરિશિષ્ટો છે. આ પૈકી પ્રથમ પરિશિષ્ટમાં બંને કૃતિઓનાં અને એની પંજિકાઓમાંનાં પધોની ભેગી અકારાદિ ક્રમે સૂચી અપાઈ છે. એવી રીતે તૃતીય પરિશિષ્ટમાં વૃત્તોની સૂચી છે. પાંચમાં પરિશિષ્ટ તરીકે જિનપ્રભસૂરિકૃત વિહિમગ્નપવાના પરિશિષ્ટરૂપે એમાં પ્રકાશિત અને એ સૂરિએ રચેલ દેવાધિદેવપૂયાવિહિ આપી એમાં પ્રસ્તુત કૃતિમાંથી અપાયેલાં અવતરણોનાં મૂળ વિષે નોંધ કરાઈ છે. [વીરશેખરસૂરિ સંપાદિત અહંદભિષેકવિધિ” પ્રકા. ભારતીય પ્રા. પીંડવાડાથી પ્રસિદ્ધ થઈ છે. ‘વિધિમાર્ગપ્રપા'નું પુનર્મુદ્રણ પ્રાકૃત ભા. અ. જયપુરથી થયું છે. ઈ.સ. ૨૦૦૦માં.] ૩. જુઓ પર્વ ૫, શ્લો. ૨૩. ૪. જુઓ કલ્યાણકલિકા ભા. ૨ પ્ર. “કલ્યાણવિજયજી શાસ્ત્રસંગ્રહસમિતિ” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy