SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૫ : અનુષ્ઠાનવિધિ : પ્રિ. આ. ૨૭૦-૨૭૪] ૧૪૭ વિષય- “અરુણ' નામના પ્રથમ ઉદયમાં ગૃહસ્થધર્મ, શ્રમણનો આચાર અને ગૃહસ્થ તેમ જ શ્રમણને સમાન એવી બાબતો એમ વિષયના ત્રણ વર્ગ સૂચવી ગૃહસ્થ ધર્મના નિમ્નલિખિત સોળ સંસ્કારો ગણાવાયા છે : (૧) ગર્ભાધાન, (૨) પુંસવન, (૩) જન્મ, (૪) ચન્દ્ર અને સૂર્યનાં દર્શન, (૫) ક્ષીરાસન, (૬) ષષ્ઠનું જાગરણ, (૭) શુચિકર્મ, (૮) નામકરણ, (૯) અવપ્રાશન, (૧૦) કર્ણવેધ, (૧૧) મુંડન, (૧૨) ઉપનયન, (૧૩) પાઠારંભ, (૧૪) વિવાહ, (૧૫) વ્રતારોપણ અને (૧૬) અંતકર્મ (૧) શ્રમણોના આચાર તરીકે નીચે મુજબ સોળ બીના ગણાવાઇ છે – P ૨૭૩ (૧) બ્રહ્મચર્ય, (૨) ક્ષુલ્લકત્વ, (૩) પ્રવ્રજ્યા, (૪) ઉત્થાપના, (૫) યોગોદ્વહન, (૬) વાચનાગ્રહણ, (૭) વાચનાની અનુજ્ઞા, (૮) “ઉપાધ્યાય' પદની સ્થિતિ (૯) “આચાર્ય પદ, (૧૦) પ્રતિમાનું વહન, (૧૧) વ્રતિનીને વ્રતનું દાન, (૧૨) પ્રવર્તિની’ પદ, (૧૩) “મહત્તરા' પદ, (૧૪) પ્રવર્તિની અને મહત્તરા એ બંનેની દિનની અને રાતની સ્થિતિ, (૧૫) ઋતુની સ્થિતિ અને (૧૬) મરણવિધિ. ત્રીજા વર્ગ તરીકે (૧) લિંબાદિની પ્રતિષ્ઠા, (૨) શાન્તિક, (૩) પૌષ્ટિક, (૪) બલિ, (૫) પ્રાયશ્ચિત્તની વિધિ, (૬) આવશ્યકની વિધિ (૭) તપની વિધિ અને (૮) પદારોપણ એમ આઠ બાબતોનું નિરૂપણ છે. આ ગ્રન્થ જૈન વિધિવિધાનની દૃષ્ટિએ મહત્ત્વનો છે એટલું જ નહિ પરંતુ કેટલીક વાર એ કાવ્યરસિકોને આનંદદાયક પદ્યો પણ પૂરાં પાડે છે. દા. ત. એમાં (ભા. ૨, પત્ર ૧૮૫-૧૯૪૪)માં ૨૫ કુસુમાંજલિઓ વગેરેને અંગે જે ૧૫૧ પદ્યો સંસ્કૃતમાં છે તે યમકની દૃષ્ટિએ પણ વિચારવા જેવાં છે. આ હકીકત હું અહીં જરા વિસ્તારથી વિચારીશ : પચ્ચીસ કુસુમાંજલિ- ‘કુસુમાંજલિ” એટલે “ફૂલનો ખોબો' બે હાથનો ખોબો કરી એમાં ફૂલો P ૨૭૪ રાખી જિનેશ્વરને વધાવવા તે “કુસુમાંજલિ' કહેવાય છે. એમના જન્માભિષેક વેળા ઇન્દ્રો આ કાર્ય કરે છે. આ આચારદિનકરમાં એકંદર ૨૫ કુસુમાંજલિઓ પૈકી પ્રત્યેકને અંગે પાંચ પાંચ ભાવવાહી પદ્યો અપાયાં છે. વળી જુદી જુદી પુજાને અંગે ૨૫ પદ્યો અને “ધૂપ” પૂજાને ઉદેશીને સર્વત્ર સમાન એવું એક ૧. આ સોળ સંસ્કારના સંસ્કૃત નામો પૈકી પ્રત્યેકના અંતમાં “કીર્તન' શબ્દ જોડતાં એ ઉદય ૧-૧૬નાં નામો બને છે. એવી રીતે બ્રહ્મચર્યથી માંડીને મરણવિધિ પર્વતની સોળ બીનાઓ વિચારતાં ઉદય ૧૭-૩૨ સુધીના ઉદયોનાં નામ બને છે. ત્રીજા વર્ગગત આઠ બાબતો માટે પણ આ જ રીતે વિચાર કરતાં ઉદય ૩૩-૪૦નાં નામ બને છે. ૨. કુસુમાંજલિ નામની એક કૃતિ કે જેનાં આઠ પદ્યો પૈકી કેવળ આદ્ય પદ્ય સંસ્કૃતમાં છે તેની નોંધ મેં D C G C M (Vol. XVII, pt. 4, p. 185)માં લીધી છે. એ આદ્ય પદ્ય વાદિવેતાલકત અહંદભિષેકવિધિના તૃતીય પર્વનું પહેલું પદ્ય છે. ૩. આ સંબંધમાં પં. ધુરંધરવિજયગણિનો “પચીસ કુસુમાંજલિ મહાકાવ્ય” નામનો લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૭, અં. ૭, પૃ. ૧૪૦-૧૪૨)માં છપાયો છે. ૪. સ્નાત્રવિધિ ઉપર સમુદ્રાચાર્યે ૨૫૦ શ્લોક જેવડી રચેલી વૃત્તિનું પણ આ નામ છે. જુઓ જિ. ૨. કો. (વિ. - ૧, પૃ. ૯૫). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy