SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૪ પ્રતિષ્ઠાકલ્પ– આના કર્તા વિદ્યાવિજય છે અને આની એક હાથપોથી પંજાબના ભંડારમાં છે. પ્રતિષ્ઠાકલ્પ- આ અજ્ઞાતકર્તક કૃતિ છે. પ્રતિષ્ઠાકલ્પવિધિ- આ નામની બે કૃતિ છે : (૧) પદ્મવિજયકૃત અને (૨) અજ્ઞાતકર્તુક. પ્રતિષ્ઠાતિલક- આ નામની ત્રણ કૃતિ છે. એના કર્તાનાં નામ અનુક્રમે નરેન્દ્રસેન, નેમિચન્દ્ર અને બ્રહ્મસૂરિ (લ. વિ. સં. ૧૬૨૫) છે. નરેન્દ્રસેનની કૃતિને પ્રતિષ્ઠાસારદીપક પણ કહે છે. એવી રીતે P ૨૭૧ નેમિચન્દ્રની કૃતિને અહ-પ્રતિષ્ઠાસારસંગ્રહ અને નેમિચન્દ્રસંહિતા તથા બ્રહ્મસૂરિની કૃતિને જિનસંહિતાસારોદ્ધાર, ત્રિવર્ણાચાર અને સૈવર્ણચાર પણ કહે છે. પ્રતિષ્ઠા દીક્ષા-કુંડલિકા- આના કર્તા નરચન્દ્ર છે. અવચૂરિ– આ નામની સાત કૃતિઓ છે. તેમાં બે અજ્ઞાતકર્તૃક છે અને એકના ઉપર દિ. શ્રુતસાગરની ટીકા છે. બીજીને પ્રતિમાલક્ષણ પણ કહે છે. બાકીની કૃતિઓના કર્તાનાં નામ નીચે મુજબ છે – ઈન્દ્રનન્દ્રિ, કુમુદચન્દ્ર, જયસેન, વસુનન્ટિ અને હસ્તિસલ્લ. પ્રતિષ્ઠાવિધિ- આ નામની પાંચ કૃતિઓ છે. એ પૈકી એક અજ્ઞાતકક છે જ્યારે બાકીની કૃતિઓના કર્તાનાં નામ નીચે પ્રમાણે છે : તિલકસૂરિ, નરેશ્વર, વર્ધમાનસૂરિ અને હેમસૂરિ. પ્રતિષ્ઠાવિધિવિચાર- આ નામની કૃતિ કોઈકે રચી છે. પ્રતિષ્ઠાવિધાન- આ અજ્ઞાતકર્તક કૃતિ છે. પ્રતિષ્ઠાસાર (વિ.સં.૧૪૯૧)– આ નામની બે કૃતિ છે. એમાંની એક કુમારસેને વિ.સં. ૧૪૯૧માં રચી છે બીજીના કર્તાનું નામ અપ્પય્યાય છે. અને એ કૃતિને જૈનેન્દ્રકલ્યાણાભ્યદય પણ કહે છે. P ૨૭૨ આચારદિનકર (વિ.સં. ૧૪૬૮)આના કર્તા અભયદેવસૂરિના શિષ્ય અને જયાનન્દસૂરિના પટ્ટધર વર્ધમાનસૂરિ છે. એમણે આ કૃતિ મુદ્રિત આવૃત્તિ પ્રમાણે વિ.સં. ૧૪૬૮માં રચી છે. એમાં એકંદર ૪૧+૪૦=૪૧ ઉદયો છે. એના પછી મહાદ્યોત અને પ્રશસ્તિ છે. એનું પરિમાણ ૧૫૫૦૦ શ્લોક જેવડું છે. ગ્રંથકારની ૩૧ પદ્યોની પ્રશસ્તિ પછી હર્ષનન્દગણિકૃત પ્રશસ્તિનાં ૧૬ પદ્યો છે. ૧. .સ. ૧૫૯૯માં શૃંગારકથા રચનારા કન્નડ કવિ પધસર એ આ બ્રહ્મસૂરિના વંશજ થાય છે. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૩૭). ૨. આ કૃતિ “ખરતર ગચ્છ ગ્રન્થમાલા” તરફથી બે વિભાગમાં અનુક્રમે ઇ.સ. ૧૯૨૨ અને ઈ.સ. ૧૯૨૩માં પ્રકાશિત થઈ છે. પહેલા ભાગમાં “અરુણોદય' નામના પ્રથમ ઉદયને તેમ જ ઉદય ૧-૨૨ને સ્થાન અપાયું છે. જ્યારે બીજા ભાગમાં ઉદય ૨૩-૪૦, મહાદ્યોત અને પ્રશસ્તિ માટે તેમ કરાયું છે. પિં. જિતેન્દ્ર બી. શાહે આનો હિન્દી અનુવાદ કરાવ્યો છે. મુનિ રત્નત્રયવિજય આનું સંશોધન કરે છે.] ૩. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨)માં નોંધાયેલી એક હાથપોથી પ્રમાણે આ રચના વિ.. ૧૪૬૩માં થઇ છે. ૪. અરુણોદયને પ્રથમ ઉદય કહ્યો છે. ત્યાર બાદ ૧-૪૦ ઉદયો ગણાવતી વેળા ‘ગર્ભાધાનસંસ્કારકીર્તન' નામના ઉદયનો પ્રથમ ઉદય તરીકે ઉલ્લેખ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy