SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૫ : અનુષ્ઠાનવિધિ : પ્રિ. આ. ૨૬૬-૨૭૦] ૧૪૫ આ ઉપરાંત ઉવસગ્ગહરથોર ઉપરની ટીકા રચનાર દ્વિજ પાર્શ્વદેવગણિ તે આ કદાચ હશે પરંતુ 'પદ્માવત્યષ્ટક અને એની વૃત્તિના કર્તા પાર્થદેવગણિ આ જ શ્રીચન્દ્રસૂરિ હોવાનો વિશેષ સંભવ છે એમ ? ૨૬૯ મનાય છે. "પ્રતિષ્ઠાકલ્પ. પ્રતિષ્ઠાસારોદ્ધાર ક્વિા પજિનયજ્ઞકલ્પ (વિ.સં. ૧૨૮૫)– આના કર્તા દિ, આશાધર છે. એમણે આ કૃતિ ૯૫૪ શ્લોકમાં વિ.સં. ૧૨૮પમાં રચી છે. એ છ વિભાગમાં વિભક્ત છે. આ કૃતિમાં વસુનર્દિકૃત પ્રતિષ્ઠાસારસંગ્રહનો ઉલ્લેખ છે. કલ્પદીપિકા- આ પ્રતિષ્ઠાકલ્પ ઉપરની આશાધરે રચેલી સ્વોપજ્ઞ વૃત્તિ છે. એનો ઉલ્લેખ એમણે ધર્મામૃતની પ્રશસ્તિ (શ્લો. ૧૬)માં કર્યો છે. આ પ્રતિષ્ઠાકલ્પ ઉપર બીજી પણ ત્રણ વૃત્તિઓ છે :(૧) શુભચન્દ્રકૃત, (૨) પરશુરામકૃત અવ (૩) અજ્ઞાતકર્તુક. પ્રતિષ્ઠાકલ્પ (લ. વિ. સં. ૧૨૯૦)- આના કર્તા જગચ્ચન્દ્રસૂરિ છે. એમણે પોતાની આ કૃતિ ભદ્રબાહુસ્વામીએ રચેલા પ્રતિષ્ઠાકલ્પ ઉપરથી તૈયાર કરી છે એમ કહેવાય છે. પ્રતિષ્ઠાકલ્પ- આ 300 શ્લોક જેવડી કૃતિના કર્તા ગુણરત્નસૂરિ છે. એમણે હરિભદ્રસૂરિકૃત પ્રતિષ્ઠાકલ્પનો ઉપયોગ કર્યો છે એવો આ કૃતિમાં ઉલ્લેખ હોવાનું કહેવાય છે. એ વાત સાચી હોય તો પણ આ હરિભદ્રસૂરિ તે ક્યા એ પ્રશ્ન વિચારવો બાકી રહે છે. પ્રતિષ્ઠાકલ્પ– આના કર્તા ગુણરત્નાકરસૂરિ હોવાનું કહેવાય છે. LP ૨૭૦ પ્રતિષ્ઠાકલ્પ (લ. વિ. સં. ૧૬૫૦)- આના કર્તા દિ. અકલંક છે. એમને વિષે સોમસેને વિ.સં. ૧૬૬૯માં રચેલા ત્રિવર્ણાચારમાં ઉલ્લેખ કર્યો છે. આ અકલંકે ભટ્ટારક એકસન્ધિની જિનસંહિતા ( ૭, ૧૬, ૧૦, ૬)માંથી તેમ જ નેમિચન્દ્રકૃત પ્રતિષ્ઠાપાઠ (૧, ૩)માંથી અવતરણો આપ્યાં છે એમ શ્રી જુગલકિશોર મુખ્તારનું કહેવું છે. પ્રતિષ્ઠાકલ્પ (વિ. સં. ૧૬૬૦)- આ કૃતિ ઉપાધ્યાય સકલચન્દ્ર વિજયદાનસૂરિની વિદ્યમાનતામાં વિ.સં. ૧૬૬૦માં રચી છે. એમણે જગચ્ચન્દ્રસૂરિકૃત પ્રતિષ્ઠાકલ્પનો ઉપયોગ કર્યો છે એમ કહેવાય છે. ૧. આનાં કેટલાક પદ્યો મેં D G C M (Vol. XIX, sec, I, pt. I, pp. 313-322)માં આપ્યા છે. એનાં પૃ. ૩૨૩-૩૨૪માં પાર્શ્વદેવગણિની કૃતિઓની સૂચી છે. ૨. આની એક હાથપોથી વિ.સં. ૧૨૦૩માં લખાયેલી છે. ૩. આ વૃત્તિ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૧)માં ઈ.સ. ૧૯૨૩માં છપાયેલી છે. ૪. આ કૃતિ મનોહરશાસ્ત્રી મલીકે મુંબઇથી વિ.સં. ૧૯૭૪માં છપાવી છે. ૫. આ નામની એક કૃતિ ભાવશર્માએ પણ રચી છે. ૬. શુભચન્દ્ર પાંડવપુરાણની પ્રશસ્તિમાં આનો ઉલ્લેખ કર્યો છે. ૭. જુઓ સકલચન્દ્રકૃત પ્રતિષ્ઠાકલ્પનો ગુજરાતી અનુવાદ. ૮. આનો ગુજરાતી અનુવાદ છપાયેલો છે પરનું એમાં અનુવાદક, મુદ્રક અને પ્રકાશક પૈકી એકનું નામ અપાયેલું નથી. ૧૦ ભા.૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy