SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ P ૨૬૧ P ૨૬૨ પ્રકરણ ૪૫ : અનુષ્ઠાનવિધિ નિર્વાણ-કલિકા કિવા નિર્વાણકલિકા-પ્રતિષ્ઠાવિધિ યાને પ્રતિષ્ઠાપદ્ધતિ (લ. વિ. સં. ૧૫૦)આની પ્રકાશિત આવૃત્તિની પ્રશસ્તિ પ્રમાણે આના કર્તા સંગમસિંહના શિષ્ય મંડનગણિના શિષ્ય પાદલિપ્તસૂરિ છે. એમણે તરંગવઈ, પ્રશ્નપ્રકાશ વગેરે રચ્યાં છે.' પવયણસારુદ્ધાર (ગા. ૩૭૬)ની સિદ્ધસેનીય વૃત્તિ (પત્ર ૯૫૮)માં નિર્વાણકલિકાનો ઉલ્લેખ છે તેમ જ એમાંથી અવતરણો પણ અપાયાં છે. ૧૩૦૦ શ્લોક જેવડી નિર્વાણકલિકા જે આજે મળે છે તે જ પાદલિપ્તસૂરિની કૃતિ છે કે કેમ એમ પ્રશ્ન ઉઠાવાય છે. એમાં પ્રારંભમાં વર્ધમાનસ્વામીને નમસ્કાર કરી નિત્ય-કર્મ, દીક્ષા અને પ્રતિષ્ઠા જિનાગમને આધારે કહેવાની ગ્રંથકારે પ્રતિજ્ઞા કરી છે. આમ આ કૃતિ જાણે ત્રણ ખંડમાં વિભક્ત છે. એમાં નીચે મુજબનાં વિષયોને મુખ્ય સ્થાન અપાયું છે અને એ દૃષ્ટિએ એનાં ૨૦ પ્રકરણો પાડી શકાય :- (૧) નિત્ય કર્મની વિધિ, (૨) દીક્ષાની વિધિ, (૩) આચાર્યનો અભિષેક, (૪) ભૂમિની પરીક્ષા અને ભૂમિનો પરિગ્રહ, (૫) શિલાના ન્યાસની વિધિ, (૬) પ્રતિષ્ઠા વિધિ, (૭) પાદપ્રતિષ્ઠા, (૮) દ્વારપ્રતિષ્ઠા, (૯) બિમ્બપ્રતિષ્ઠા, (૧૦) “હૃતપ્રતિષ્ઠા, (૧૧) ચૂલિકા પ્રતિષ્ઠા, (૧૨) કળશ, ધ્વજ અને ધર્મચક્રની પ્રતિષ્ઠા, (૧૩) વેદિકાનું લક્ષણ, (૧૪) જીર્ણોદ્ધારની વિધિ, (૧૫) પ્રતિષ્ઠા માટે ઉપયોગી એવી મુદ્રાવિધિ, (૧૬) પ્રાયશ્ચિત્તની વિધિ, (૧૭) ૨૪ તીર્થકરોનાં વર્ણાદિ, (૧૮) દસ દિપાલનું નિરૂપણ, (૧૯) નવ ગ્રહોનું સ્વરૂપ તેમ જ (૨૦) બ્રહ્મશાન્તિ અને ક્ષેત્રપાલનો પરિચય. પ્રથમ પ્રકરણમાં ઉપાસકના દેહની વૃત્તિકા વગેરેથી બાહ્ય શુદ્ધિની વાત દર્શાવાઇ છે અને જાતજાતના ન્યાસ તેમજ વિવિધ પૂજાની હકીકત અપાઈ છે. એમાં ૧૧અષ્ટમૂર્તિની પૂજાનો ઉલ્લેખ છે. વળી સિદ્ધચક્રનું સ્મરણ કરાવે એ જાતનું નિત્યપૂજા' મંત્રનું પત્ર ૩આ-માં નિરૂપણ છે. ૧. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૦૩). ૨-૪. જિ.૨.કો. (વિ. ૧, પૃ. ૨૧૪)માં આ કૃતિનું નામ નિર્વાણકલિકા-પ્રતિષ્ઠાવિધિ અપાયું છે અને પૃ. ૨૬૧માં પ્રતિષ્ઠાપદ્ધતિ અપાયું છે. પૃ. ૨૧૪માં નિર્વાણકલિકા નામની એક અજ્ઞાતકર્તુક કૃતિની તેમ જ નિર્વાણકલિકા-પ્રતિષ્ઠાપદ્ધતિ નામની એક અજ્ઞાતકર્તુક કૃતિની પણ નોંધ છે. ૫. વિશેષ માહિતી માટે જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૨૦૨-૨૦૪) ૬. આમાં હોમનો ઉલ્લેખ છે. ૭. પાયાની પ્રતિષ્ઠા. આના નિરૂપણને પ્રસંગે “દેશિક” શબ્દ વપરાયો છે. એનો અર્થ ‘ક્રિયા કરાવનાર આચાર્ય થાય છે. ૮. હૃદયની પ્રતિષ્ઠા એ મધ્ય ભાગને લગતી છે. ૯. આને “શંકુપ્રતિષ્ઠા' પણ કહે છે. ૧૦. આના આઠ પ્રકાર દર્શાવાયા છે. ૧૧. આનો અર્થ શું “પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, સૂર્ય, ચન્દ્ર અને ઋત્વિજ, એવાં આઠ રૂપવાળા મહાદેવ” એમ કરવાનો છે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy