SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૪ પૃ. ૨૩ગત પહેલા પદ્યમાં પંદરના ઉપર્યુક્ત યંત્રને “અર્જુનની વિજયા (? વિજય)” કહેલ છે. એની ગતિમાં ક્રમિક પાંચનું ઉલ્લંઘન કરી છ સ્થાપવાથી વિંશતિયત્ન થાય છે એમ કહ્યું છે. આ વિંશતિયન્ટમાં એક વિદિશી શ્રેણિમાંના અંકો ગણતાં સરવાળો ૨૧ થાય છે. વાસ્તે ૬ને બદલે પનો અંક સમજવો એમ સૂચવાયું છે. આગળ જતાં કહ્યું છે કે યવનના વિંશતિયત્રમાં ૧૨ના અંકને ૨ તરીકે અને ૧૬નાને ૬ તરીકે ગણાવેલ છે. ત્યારબાદ લુપ્તના ઉપયોગ અને અનુપયોગ સંબંધી તેમ જ નિકટના અંકોના સાદૃશ્ય સંબંધી ગદ્યમાં સંસ્કૃતમાં પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ રૂપે મહત્ત્વનું નિરૂપણ છે. કમલાકૃતિ વિંશતિયત્રમાં ત્રિસ્થાનિકાદિગ્ગતિ અને વિદિગ્ગતિ, પરિધિસવ્ય ગતિ અને P ૨૫૪ પરિદિસભેર ગતિ એમ ચાર રીતે સરવાળો ૨૦નો આવે છે. આમ કહી આઠ ખાનામાં ઇષ્ટ રાશિનો યંત્ર બનાવવા માટે ત્રણ રીતે દર્શાવાઈ છે. પછી “બઈનથી તેમ જ અન્ થી પણ ૨૦ થાય છે એ બાબત વિચારાઈ છે.* વિંશતિયન્સમાં ૧૦, ૨ એમ અંકો સ્થાપવામાં ૨૪ તીર્થંકરની ગણત્રી દર્શાવાઈ છે. જેમકે જઘન્યથી ૧૦ તીર્થકરો હોય છે. ઇત્યાદિ. એમાં ૩ના અંકની સ્થાપનાનું કારણ જણાવાયું નથી. “અષ્ટાપદ' પર્વત ઉપર ૪, ૧૦, ૨ અને ૮ તીર્થકરોની પ્રતિમાઓ છે, એ આ અંકોથી જણાવાયું છે. ત્યાર બાદ ક્ષત્રિય' ગતિ અને બ્રાહ્મણ ગતિનો નિર્દેશ છે. મહાદેવને અંગે તેમ જ મહાવીર સ્વામીને લક્ષીને ૧૦, ૨ ઇત્યાદિ અંગોની સંગતિ દર્શાવાઈ છે. વળી આ હકીકત દસ ભવનપતિ ઇત્યાદિને ઉદેશીને પણ વિચારાઇ છે. ત્યાર પછી પૃ. પ૨માં નીચે મુજબનું પદ્ય રજૂ કરી એનું વિવરણ મોટે ભાગે પદ્યમાં અને થોડુંક ગદ્યમાં કરાયું છે :"भू. १ विश्व३क्षणचन्द्रश्चन्द्रपृथ्वी१युगमैक१२सङ्ख्याक्रमात् चन्द्रा१म्भोनिधि३बाण५ षण्६नव९वसून्८दिक्१० खे च राश्यादिषु ऐश्वर्यात् रिपुमारीविश्वभयहत्क्षोभान्तरायात् विषात् लक्ष्मीरक्षणभारती गुरुमुखात् मन्त्रानिमान् देवते ! ॥ " ૧. શરૂઆતથી ગણતા ૪૩મા પદ્યમાં. ૨. આ યત્ર નીચે મુજબ છે : ૪ : ૧ ૩ | ૧૦ | ૯ ૩. (૧) ૩+૧+૭=૦૦ (અધોગતિ), ૬+૧૦+૪=૩૦ (ઊર્ધ્વગતિ)-દિગ્ગતિ (૨) ૯+૧૦+૧=૨૦ ૨+૧૦+૮૨૦-વિદિગ્ગતિ (૩) ૪+૧+૭+૮=૧૦ – પરિધિસવ્યગતિ-જમણી પરિદ્ધિગતિ (૪) ૨+૩+૯૬=૨૦ – પરિસિધ્યેતરગતિ= ડાબી પરિધિગતિ ૪. “અ”થી ૮, રેફથી ૨ અને “હથી ૧૦ એમ ૮+૨+૧૦=૨૦ થાય, અ=૨ અને મૂ=૦ એટલે ૨૦. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy