SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૩ : મનશાસ્ત્રો અને કલ્પો : [પ્ર. આ. ૨૪૧-૨૪૫] ૧૩૧ રક્ત-પદ્માવતી-કલ્પ (ઉ. વિક્રમની ૧૭મી સદી)–આ અજ્ઞાતકર્તૃક કૃતિમાં મંત્રો, યંત્રો, સ્તુતિ અને પદ્માવીની પૂજાની વિશિષ્ટ વિધિ એમ વિવિધ બાબતો અસ્તવ્યસ્તપણે આલેખાઈ છે. યંત્રોમાં બીજાથી શરૂઆત છે એટલે એની પહેલાનું યંત્ર નષ્ટ થયું હશે. આ કલ્પની રચના એની ભાષા જોતાં વિક્રમની પંદરમી સદીની પૂર્વેની નહિ હશે. મૂર્તિઓ-અમદાવાદની પાસેના નરોડા ગામમાં પાર્શ્વનાથના જિનાલયમાં પદ્માવતીની રાતા રંગની ઉભી મૂર્તિ છે. એમાં પાર્શ્વનાથની પ્રતિમાને એ દેવીએ મસ્તકે ધારણ કરી છે. અમદાવાદમાં જમાલપુરમાં ટોકરશાની પોળમાં પાર્શ્વનાથનું મંદિર છે. [હવે આ જિનાલયની બધી પ્રતિમાઓ સેટેલાઇટ એરિયામાં પ્રેરણામૂર્તિ જિનાલયમાં સ્થાનાંતર કરવામાં આવી છે.] એમાં પદ્માવતીની રાતા રંગની અને રેતી-પત્થરની પ્રતિમા છે. પદ્માવતીને પાંચ ફેણ છે અને એના ઉપર એણે પાર્શ્વનાથની પ્રતિમા ધારણ કરી છે. એ દેવીએ બે ઉપલા હાથમાં અંકુશ અને કમળ રાખ્યાં છે જ્યારે બે હાથ વરદ મુદ્રાએ છે. ઉપાધ્યાય વીરવિજયે અમદાવાદના પોતાના નામે ઓળખાવાતા વીરવિજયના નામના ઉપાશ્રયની પાછળ આવેલા અજિતનાથના મંદિરમાંની પદ્માવતીની કાંસા જેવી મિશ્ર ધાતુની મૂર્તિની સાધના કરી સરસ્વતી દેવી પાસેથી વરદાન મેળવ્યાનું કહેવાય છે. ‘ચિન્તામણિ-કલ્પ (ઉં. વિક્રમની ૧૬મી સદી)–આ માનતુંગ(સૂરિ)ના શિષ્ય ધર્મઘોષસૂરિની B ૨૪૪ ૪૭ પદ્યની કૃતિ છે. એમાં પાર્શ્વનાથને પ્રણામ કરી કર્તાએ ‘ચિન્તામણિમંત્ર'નો કલ્પ સંક્ષેપમાં વર્ણવ્યો છે. એમણે સાધકનાં લક્ષણો, યંત્રોદ્ધારનાં નવ વલયોની સમજણ અને જાપની વિધિ એ બાબતો રજૂ કરી છે. આ ધર્મઘોષસૂરિ વિષે વિશેષ પરિચય કરાવનારું-એમના સમય ઉપર પ્રકાશ પાડનારું કોઈ સાધન હજી સુધી તો મળી આવ્યું નથી. કદાચ એઓ વિક્રમની પંદરમી-સોળમી સદીમાં થયા હશે. ચિન્તામણિ-સંપ્રદાય-આ નાનકડી ગદ્યાત્મક કૃતિમાં “ચિન્તામણિ-મંત્ર' રજૂ કરાયો છે અને એ અન્યને આપવાની વિધિ દર્શાવાઈ છે. ચિન્તામણિ–લ્પ-સાર–આ અજ્ઞાતકર્તક ૨૪ પદ્યની “કૃતિના પ્રારંભમાં પાર્શ્વનાથનું કેવા સ્વરૂપનું ધ્યાન ધરવું તે દર્શાવાયું છે. પછી એ ધ્યાનનો ફળો વર્ણવાયાં છે. ત્યાર બાદ “ચિન્તામણિ'-ચક્રનું પૂજન વગેરે સમજાવાયું છે. ૨૩મા પદ્યમાં વિશેષાર્થીએ ચિન્તામણિ–કલ્પનો બૃહદુદ્ધાર જોવાની ભલામણ કરાઈ છે. ઘંટાકર્ણ-કલ્પ–આ નામની ત્રણ કૃતિઓ છે. પ્રથમ કૃતિમાં ૭૧ પદ્યો છે. એનું આદ્ય પદ્ય નીચે મુજબ છે. P ૨૪ ૧. આ ભૈ. ૫. ક.માં ત્રીજા પરિશિષ્ટ તરીકે પ્રકાશિત થયો છે. ૨-૪. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૩૦-૩૭)માં છપાયો છે. ૫. આ ત્રણે કૃતિઓ શ્રી સારાભાઇ મણિલાલ નવાબ તરફથી ત્રીજી આવૃત્તિ તરીકે ઇ. સ. ૧૯૬૦માં નિમ્નલિખિત નામથી પ્રકાશિત પુસ્તકમાં છપાયેલી છે :- “શ્રીઘંટાકર્ણ-માણિભદ્ર-મંત્રતંત્ર-કલ્પાદિસંગ્રહ”. એમાં ત્રણે કૃતિનાં નામ “ઘંટાકર્ણકલ્પ” રખાયાં છે. પ્રથમ કૃતિનો સમગ્રપણે ગુજરાતીમાં અનુવાદ અપાયો છે. પ્રથમ કલ્પ બાદ આઠ પદ્યનું “ઘંટાકર્ણ મહાવીરમ–સ્તોત્ર” રજૂ કરાયું છે. આ પુસ્તકના અંતિમ ભાગમાં માણિભદ્રને અંગેના આઠ મંત્રો સંસ્કૃતમાં આપી છેવટે એને લગતા ભિન્ન-ભિન્ન મુનિએ રચેલા એકંદર ચાર છંદો ગુજરાતીમાં અપાયા છે. આ મુનિઓનાં નામ અનુક્રમે શિવકીર્તિ, ઉદયકુશલ, રાજરત્ન અને શાન્તિસૂરિ છે. વિશેષમાં ચોવીસ ચિત્રો ઉપર્યુક્ત જ નામના પુસ્તક દ્વારા પૃથક્ પુસ્તિકારૂપે અપાયાં છે. જિ. ૨. કો (વિ. ૧, પૃ. ૩00)માં મણિભદ્રસ્તોત્રની એક હાથપોથી હોવાનો ઉલ્લેખ છે. ૬. જિ.૨.કો (વિ. ૧, પૃ. ૧૧૩)માંઘંટાકર્ણકલ્પની પાંચેક હાથપોથીઓની નોંધ ઉપરાંત વિશેષ માહિતી અપાઈ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy