SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૩ : મનશાસ્ત્રો અને કલ્પો : [પ્ર. આ. ૨૩૮-૨૪૧]. ૧૨૯ મત્રરાજરહસ્ય અને એની આ લીલાવતી નામની વૃત્તિ એ બંને વિવિધ ગચ્છોના સૂરિમંત્રકલ્પના સંગ્રહરૂપ છે. સૂરિમંત્રની પાંચ પીઠ ગણાય છે તેમાં પ્રથમ પીઠની અધિષ્ઠાત્રી ‘બ્રાહ્મી' છે અને એ પીઠ વિદ્યાપીઠ' કહેવાય છે. દ્વિતીય પીઠમાં ‘બાહુબલિ-વિદ્યાનો ઉલ્લેખ છે. મત્રરાજરહસ્ય પ્રમાણે પ્રથમ પીઠમાં ૫૦ લબ્ધિ-પદો છે અને એ દરેકમાં વીસ વીસ વિદ્યાઓ છે. આમ ૧૦૦૦ વિદ્યાઓ છે. “મંત્રરાજ' પીઠમાં ૧૧૦૦૦ મંત્રોનો ઉલ્લેખ છે. લીલાવતી–આ સ્વપજ્ઞ વૃત્તિ છે. P ૨૪૦ ‘રહસ્યકલ્પદ્રુમ (લ. વિ. સં. ૧૩૬૫)-આના કર્તા અનેકવિધ સ્તુતિસ્તોત્રો રચનારા ખરતરગચ્છીય જિનપ્રભસૂરિ છે. એમણે અનુયોગચતુષ્ટવ્યાખ્યામાં “પરમામવાસુપુના''વાળી ગાથાનું દ્રવ્યાનુયોગ તરીકે નિરૂપણ કરતી વેળા પૃ. ૧૩૦માં નિમ્નલિખિત પંક્તિમાં પ્રસ્તુત ગ્રન્થનો ઉલ્લેખ કર્યો છે : “માનાય ન્યુડિસ્પત્તિ: પ્રદિત:' | બિકાનેરના બૃહદ્ જ્ઞાનભંડારમાં મંત્રસંગ્રહનાં પત્રોમાં ચાર પત્રની એક હાથપોથી છે. તેમાં આ રહસ્યકલ્પદ્રુમનો અમુક અંશ જોવાય છે. આમાંના થોડાક મંત્રી શ્રી અગરચંદ નાહટાએ પોતાના *લેખ નામે “જિનપ્રભસૂરિરચિત રહસ્યકલ્પદ્રુમકે ખોજકી આવશ્યક્તા”માં ઉદ્ધત કર્યા છે. એમાંનો એક મંત્ર નીચે મુજબ છે : “ૐ નમો ગરિ ગરિ મોહિoft ગોદય ૨ સ્વાદ " "સરસ્વતી-કલ્પ- આ. બપ્પભટ્ટિસૂરિએ રચ્યો છે. આનો પ્રારંભ બાર પદ્યોથી કરાયો છે અને તેમાં પ્રથમ પદ્યની શરૂઆત “ન્તાત્ પçતિનીથી કરાઈ છે. ત્યારબાદ મન્નક્રમ, પીઠકમ, મૂલ મન્ન, યત્નવિધિ, આમ્નાય, આહ્વાન અને વિસર્જન એમ વિવિધ બાબતોને સ્થાન અપાયું છે. ત્યાર પછી વા મવં પ્રથમં વીન'થી શરૂ થતી અને ‘ઉપકૃતિ' મત્ર રજૂ કરતી એક કૃતિ છે. એના લગભગ અંતમાં શિષ્યના વૈભવાર્થે હેમસૂરિગુરુએ રચ્યાનો ઉલ્લેખ છે. આથી આ કૃતિના પ્રણેતા બપ્પભટ્ટિસૂરિ હોય નહિ એમ લાગે છે. વર્ધમાન-વિદ્યા-કલ્પ (લ. વિ. સં. ૧૩૪૦)- આના કર્તા મ7રાજરહસ્ય વગેરે રચનારા સિંહતિલકસૂરિ છે. એમણે આ કૃતિ અનેક પ્રકરણોમાં વિભક્ત કરી છે. પહેલા ત્રણમાં અનુક્રમે ૮૯, ૭૭ અને ૩૬ પદ્યો છે. કેટલાકને મતે આના ત્રીજા પ્રકરણમાં વજસ્વામીએ રચેલા મનાતા વર્ધમાન-વિદ્યા- 2 ૨૪૧ કલ્પને સ્થાન અપાયું છે. પ્રસ્તુત કૃતિરૂપ વર્ધમાન-વિદ્યા-કલ્પમાં “સૂરિ-મંત્ર” અને “કલિકુંડ-પાર્શ્વનાથ૧. રાવણે “અષ્ટાપદ' ઉપાડતાં પહેલાં ૧૦00 વિદ્યાઓનું સ્મરણ કર્યું હતું જુઓ અષ્ટાપદ-ગિરિ-કલ્પ. ૨. આ નામથી તો આ ગ્રન્થની નોંધ જિ. ૨. કો. (વિ.૧)માં નથી. ૩. આ અનેકાર્થરત્નમંજૂષાના એક અંશ તરીકે પૃ. ૧૨૭-૧૩૩માં છપાવાઈ છે. એનું સંપાદન મારે હાથે થયું છે. ૪. આ લેખ “જૈન”ના તા.૩૦-૫-'૬૪ના અંકમાં છપાવાયો છે. ૫. આ ભૈ. ૫. ક. માં પૃ. ૬૯-૭૮માં બારમા પરિશિષ્ટ તરીકે છપાવાયો છે. & 011.3 on International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy