SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩ શાંતિક, વિદ્વેષ, વશ્ય, સ્તંભન, લાભ, મારણ, જ્ઞાન અને ક્ષોભ એ આઠ યંત્રો તેમજ વિશિષ્ટ ધ્યાન ઇત્યાદિ બાબતોનું નિરૂપણ છે શ્લો. ૧૨૨માં પ્રત્યંગિરાનો અને ગ્લો. ૧૨૪માં નેમિપ્રભ, લલિતપ્રભ અને સાગરનો ઉલ્લેખ છે. શ્લો. ૧૨૨માં નિર્દેશાયા મુજબ આ મન્નાધિરાજ-કલ્પ એ પ્રત્યંગિરા વગેરેને અંગેના નવ કલ્પોનો સહોદર છે. સમયનિર્ણય–આ કલ્પ ક્યારે રચાયો તેનો સ્પષ્ટ નિર્દેશ નથી પણ એમાં અભયદેવસૂરિ, પધદેવ, નેમિપ્રભ, લલિતપ્રભ, શ્રીપ્રભ, પુણ્યસાગર અને યશશ્ચન્દ્રનાં નામો છે. એ ઉપરથી એવું અનુમાન કરાયું છે કે આ કલ્પના કર્તા “રાજ' ગચ્છના નેમિચન્દ્રના શિષ્ય અને કાવ્યપ્રકાશ ઉપર “સંકેત' નામની ટીકા - ૨૩૯ રચનાર માણિકયચન્દ્રના ગુરુ થાય છે અને એ હિસાબે એમનો સમય વિક્રમની તેરમી સદી છે. મત્રરાજરહસ્ય (વિ. સં. ૧૩૩૨)- આના પ્રણેતા સિંહતિલકસૂરિ છે. એઓ વિબુધચન્દ્રસૂરિના શિષ્ય થાય છે. એઓ ભનવદીપકની વૃત્તિ વગેરેના કર્તા છે. એમણે આ ૮૦૦ શ્લોક જેવડો મન્ત્રશાસ્ત્રનો ગ્રંથ એની પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ વિ. સં. ૧૩૩૨માં રચ્યો છે અને એને લીલાવતી નામની વૃત્તિ વડે વિભૂષિત કર્યો છે. આ વૃત્તિ અદ્યાપિ મળી આવી નથી. પ્રસ્તુત કૃતિમાં ૬૨૬ "પદ્યો છે. એમાં લબ્ધિનાં નામો, સૂરિમન્નની વાચનાના પ્રકારો, કેશિગણધરમન્ત્ર, ૪૯ સૂરિમન્ટનાં ૪૯ પદોનો વિચાર, ઝ, દૂ અને મની રૂપરેખા વગેરે બાબતો રજૂ કરાઈ છે. અંતિમ પદ્યમાં આલાદ દેવતાનો ઉલ્લેખ છે. રચનાવર્ષ તરીકે સંતપુત્રયોદ્રા અર્થાત્ ૧૩૨૭નો નિર્દેશ છે. આ મંત્રરાજ હસ્યનાં ૪૪૮માંથી ૪૫૦ પદ્યો અવતરણરૂપ છે. એ પૈકી આદ્ય બે પદ્યો જ્ઞાનાર્તવમાં ૩૮માં સર્ગનાં આદ્ય બે પદ્ય રૂપે જોવાય છે. એ જ એનાં મૂળ હશે. ત્રીજા અવતરણનું મૂળ દર્શાવાયું નથી. મેરૂતુંગસૂરિકૃત સૂરિન્ટેશવિવરણમાં મંત્રરાજરહસ્યનાં કેટલાંક પડ્યો અને ભૈ. ૫. કાનાં થોડાંક પદ્યો નજરે પડે છે તો એનાં મૂળ એ કૃતિઓ હશે. ૧. જુઓ ભૈ. ૫. ક.નો અંગ્રેજી ઉપઘાત (પૃ. ૨૨૨). ૨. એમની કૃતિઓ ઇત્યાદિ માટે જુઓ જૈ. સ. સા. ઇ. (ખંડ-૧, પૃ. ૨૦૫, ૨૯૧, ૨૯૨ અને ૩૧૮). ૩. કેટલાક ૧૩૨૨નો ઉલ્લેખ કરે છે. પ્રશસ્તિમાં “ગુણત્રયોદશ', એવો નિર્દેશ છે. ૪. આ કૃતિને જૈ. સા. વિ. મં.’ તરફથી સૂરિપત્રકકલ્પસમુચ્ચય (ભા. ૧) જે ઈ. સ. ૧૯૬૯માં પ્રકાશિત કરાયો છે તેમાં પૃ. ૧-૭૪માં સ્થાન અપાયું છે. આ પ્રકાશનમાં અને પછી જિનપ્રભસૂરિકૃત સૂરિપત્રબૃહત્કલ્પવિવરણ અને દેવતાવસરવિધિ, રાજશેખરસૂરિએ રચેલો સૂરિમ–કલ્પ તેમ જ મેરૂતુંગસૂરિકૃત સૂરિન્ટેશવિવરણ (૫૫૮ શ્લોક જેવડું) રજૂ કરાયાં છે. સિંધી જૈ. ગ્રં. ૭૩માં જિનવિજય સંપાદિત મંત્રરાજરહસ્ય પ્રગટ થયું છે.] આ પ્રકાશનમાં વિષયાનુક્રમ સંસ્કૃતમાં અપાયો છે. ત્યાર બાદ અજ્ઞાતકર્તૃક અને “ૐ નમ: સત્તથી શરૂ થતું ગૌતમાષ્ટક અપાયું છે. ૫. કોઇ કોઇ પદ્ય પાઇયમાં છે. ૬. એ ગણધર પાર્શ્વનાથના સંતાનીય છે. ૭. જુઓ પૃ. ૧૬૬ ઈત્યાદિ. ૮. જુઓ પૃ. ૧૬૭ ઇત્યાદિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy