SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૩ : મનશાસ્ત્રો અને કલ્પો : [પ્ર. આ. ૨૩૪-૨૩૮] ૧૨૭ વિભક્ત છે. એમાં અનુક્રમે ૨૩, ૫૭, ૧૩૦, ૯૦ (૩૭+૫૩) અને ૧૨૪ પદ્યો છે. આમ એકંદર ૪૨૪ પદ્ય છે. વિષય-આ કૃતિના પ્રથમ પટલમાં પાર્શ્વનાથની સ્તુતિ, ગુરુને વંદન, આ કૃતિ રચવામાં જિનેશ્વરની ભક્તિરૂપ હેતુ ઇત્યાદિ બાબતો પ્રસ્તાવનારૂપે આપી મંત્રાધિરાજ-મંત્રની પ્રદાનવિધિ દર્શાવાઈ છે. | દ્વિતીય પટલમાં વિષયનો નિર્દેશ કરાયો છે. એમાં મંત્રાધિરાજનાં સાત વલયોમાં જે જે અક્ષરો હોય છે તે કહેવાની પ્રતિજ્ઞા કરાઇ છે. તદનુસાર અક્ષરોની સમજણ અપાયા બાદ ૨૧મા પદ્યથી મંત્રાધિરાજનાં બીજોનો પ્રભાવ વર્ણવાયો છે. આ પટલમાં મધ્ય વલયને અંગેના જિનેન્દ્ર-મંત્રનું વર્ણન છે. શ્લો. ૧૩માં અભયદેવસૂરિનું અને ગ્લો. ૧૪માં પદ્મદેવનું નામ છે. તૃતીય પટલની શરૂઆત “ભુજંગ-વિક્રંભિત' છંદ દ્વારા પાર્શ્વનાથની સ્તુતિથી કરાઈ છે. ત્યાર બાદ બીજા વલયની ૧૬ વિદ્યાદેવીઓનું વર્ણન અપાયું છે. ગ્લો ૧૯માં “સાગરચન્દ્ર’ એવું નામ છે. ત્રીજા વલયમાં ૨૪ જિનેશ્વરોની જનનીઓનાં નામો, ચોથા વલયમાં ૨૪ યક્ષોનાં નામો અને એ યક્ષોનું વર્ણન = ૨૩૭ અને પાંચમા વલયમાં ૨૪ યક્ષિણીઓનાં-ચક્રેશ્વરી વગેરેનાં નામો અને એનું વર્ણન છે. અંબિકા દેવીના વર્ણનમાં પવયણસારુદ્ધાર અને આચારદિનકરની જેમ જમણા હાથમાં માતુલિંગને બદલે આમ્રકુંબીનો ઉલ્લેખ છે. આ કલ્પ પ્રમાણે ડાબા હાથમાં ફળ અને અંકુશ છે જ્યારે સ્વતાંબરીય અન્ય ગ્રન્થો પ્રમાણે બે પુત્રો અને અંકુશ છે. છઠ્ઠા વલયમાં ઋષભદેવ વગેરે ૨૪ જિનેશ્વરોનાં માતા-પિતાનાં નામો, એ જિનેશ્વરનાં લાંછનો તેમજ એમનાં શરીરનાં વર્ણ અને ઊંચાઈ એ બાબતોના નિર્દેશપૂર્વક એમની સ્તુતિ કરાઇ છે. ત્યાર બાદ માયા-વર્ણનો ઉલ્લેખ છે. પછી નવ ગ્રહો અને દસ લોકપાલો દ્વારા કરાતી તીર્થંકરની સેવા અને ધરણ ઈન્દ્રાદિ દ્વારા જિનભક્તનું કરાતું રક્ષણ એ વિષયો વર્ણવાયા છે. ચતુર્થ પટલમાં પ્રાચીન કલ્પોના આધારે સકલીકરણ, ભૂમિ, જળ અને વસ્ત્રની શુદ્ધિનાં મિત્રો, આહ્વાન, સ્થાપન, સન્નિરોધ, સન્નિધાન અને અવગુંઠન એ પાંચ મુદ્રા, આત્મા, મસ્તક વગેરેનું રક્ષણ, પાર્થ યક્ષ, પાર્શ્વયક્ષિણી, ધરણ ઈન્દ્ર, કમઠ, જયા-વિજયા, પદ્માવતી અને ક્ષેત્રપાલના મંત્રો એમ મંડલમંત્રોદ્ધાર, વિશિષ્ટ ધ્યાન, પૂજન જપ અને હોમનાં વર્ણન તેમજ ચિત્ર-કાવ્યો એમ વિવિધ બાબતો અપાઈ છે. મે ૨૩૮ પંચમ પટલમાં છ ઋતુઓ, દીપન, પલ્લવ, સંપુટ, રોધ, ગ્રથન અને વિદર્ભણ એ છે યોગો, દંડાસન વગેરે છ આસનો, “અંકુશ' વગેરે મુદ્રાઓ, પુષ્પમાળા, દિશા, નાડી, દ્રવ્યસમુદાય, રંજિક છ કર્મ, ૧. આ દેવીને અંગે કેટેલીક વિગતો મેં ‘અંબિકા (અંબા) દેવી અને જૈન દષ્ટિ” તેમજ “અંબિકા (અંબા) દેવી સંબંધી વિશેષ માહિતી” નામના મારા બે લેખમાં આપી છે. આ બંને લેખ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ”ના તા. ૨૪-૧૦-'૬૭ અને તા. ૨૭-૧૦-'૬૭ના અંકોમાં અનુક્રમે છપાયા છે. ૨. અંતર્યમક, ચક્ર, ખગ, કમળ ઇત્યાદિ બંધો યક્ષર, પંચવર્ગ-પરિહાર, ગત-પ્રયાગત, ક્રિયા-ગુપ્તક ઇત્યાદિ શબ્દ-ચમત્કૃતિથી આ વિભૂષિત છે. બંધોને લગતાં પદ્યો વગેરેની માહિતી મેં TLD (3rd insr, pp. 90-91)માં અને ક્રિયાગુરૂકને અંગેની Gudha-citra etc, in Sanakrit and prakrit Poetry" નામનો જે લેખ ગુજરાત યુનિવર્સિટીના સામયિક નામ "Vidya" (Vol. II, No. 1)માં છપાયો છે તેના પૃ. ૪પમાં આપી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy