SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩ કરે છે, એ જ્વાલામાલિની જેમ ભયંકર અંગવાળી છે અને એને આઠ હાથ છે. એ અનુક્રમે ઉગામેલા ત્રિશૂળ, પાશ, મત્સ્ય, ધનુષ્ય, મંડલ, ફળ, 'વરદ અને ચક્રથી અંકિત છે. આ કૃતિમાં હે(? એ)લાચાર્યની વિદૂષી શિષ્યા નામે કમલશ્રીને બ્રહ્મરાક્ષસે ગૃહીત કરેલી હોઇ એની પકડમાંથી એને મુક્ત કરવા હલાચાર્યે નીલગિરિના શિખર ઉપર રહેલી “વહ્નિ' (અર્થાત્ જ્વાલામાલિની) નામની દેવીની સાધના કરી એ દેવી પાસેથી મંત્ર અને તેની વિધિ મેળવી એ બાબત શરૂઆતમાં રજૂ કરાઈ છે. ઉલ્લેખ–ઇન્દ્રન્ટિએ (એલાચાર્યના) શિષ્ય ગાંગ મુનિ, નીલગ્રીવ, વિજાન્જ, આર્યા શાંતિરસબ્બા, વિવટ્ટ, કન્દર્ય અને ગુણનન્દિનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે આ વ્યક્તિઓ દ્વારા વાલિનીમતનું જ્ઞાન મારી પાસે ઊતરી આવ્યું હતું અને છેલ્લી બે વ્યક્તિઓએ તો મને એનો સાક્ષાત્ બોધ કરાવ્યો હતો. જ્વાલામિકલ્પ (લ. વિ. સં. ૧૧૧૦)– આના કર્તા મહાપુરાણ રચનારા દિ. મલ્લિષણસૂરિ છે. P ૨૩૧ અજ્ઞાતકર્તૃક કૃતિઓ-જ્વાલામાલિનીમત્રાસ્નાય, વાલામાલિની વિદ્યા અને વાલિની વિધાન આ ત્રણમાંથી એકેના કર્તાનું નામ જાણવામાં નથી. ભૈરવ-પદ્માવતી-કલ્પ (લ. વિ. સં. ૧૧૧૦)–આના કર્તા દિ. જિનસેનના શિષ્ય મલ્લિણ છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૯૯)માં ઉલ્લેખ છે. એઓ મહાપુરાણ વગેરેના પ્રણેતા છે. એમણે આ ક્લપમાં મુખ્યતયા “ભૈરવી’ પદ્માવતીને અંગેના મંત્રો રજૂ કર્યા છે. “કલ્પ' એટલે મંત્રવાદસમૂહ એટલે કે મંત્રોનો સમૂહ. આનો આવો અર્થ ટીકાકાર નામે બંધુણે કર્યો છે. પ્રસ્તુત કલ્પ એ પાર્શ્વનાથના તીર્થની શાસનદેવી પદ્માવતીની માંત્રિક પૂજાનું નિરૂપણ પૂરું પાડે છે. આ પદ્યાત્મક કૃતિ દસ પરિચ્છેદમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૧૧, ૨૨, ૪૦, ૨૧, ૨૨, ૧૯, ૪૧, ૩૩, ૪૨ અને પ૭ પદ્યો છે. એકંદરે આમ ૩૦૮ પદ્યો છે. પ્રથમ પરિચ્છેદમાં સાધકની યોગ્યતા- એનાં ઉચ્ચ લક્ષણો વિષે પ્રકાશ પડાયો છે. દ્વિતીય પરિચ્છેદમાં ન્યાસો અને સકલીકરણની હકીક્ત છે. વળી અહીં અમુક મંત્ર અમુક સાધકને P ૨૩૨ અનુકૂળ છે કે કેમ એ વિષય પણ ચર્ચાયો છે. આ પરિચ્છેદના બારમા પદ્યમાં પદ્માવતીના ધ્યાન માટે જે ચિહ્નો દર્શાવાયાં છે તે ઇડરના એક જૈન મંદિરમાંની પદ્માવતીની પ્રતિમામાં હોવાનું કહેવાય છે. તૃતીય પરિચ્છેદમાં પૂજાની પદ્ધતિ વર્ણવાઈ છે. એમાં પકર્મ માટે યોજવા જોઇતા ઉપાયો સૂચવી પલ્લવો, વિન્યાસો, મુદ્રાઓ, જપમાળા, મણકા ફેરવવાની રીત ઇત્યાદિ બાબતો હાથ ધરાઈ છે. પદ્માવતી દેવીની પૂજાના યંત્રનું વર્ણન કરી પંચોપચાર પૂજાનું નિરૂપણ કરાયું છે ત્યાર બાદ મૂળ, મંત્ર, ૧. ભાષાટીકા (પૃ. ૨)માં આનો અર્થ “અગ્નિ' કરાયો છે તે શું સમુચિત છે ? ૨. આ કલ્પ “શ્રીભૈરવ-પદ્માવતી કલ્પ” એ નામથી બન્યુષણકૃત ટીકા તેમજ સ્વ. મોહનલાલ ભ. ઝવેરીના અંગ્રેજી ઉપોદ્ધાત સહિત શ્રી સારાભાઇ મ. નવાબ તરફથી ઇ.સ. ૧૯૪૪માં પ્રકાશિત કરાયો છે. અંગ્રેજી ઉપઘાત (પૃ. ૨૯૫-૨૯૯)માં આ કલ્પના વિષયનું નિરૂપણ કરાયું છે. [શુકચતુર્વેદીના હિન્દી સાથે છપાયો છે.] ૩. માંત્રિક પૂજાનાં પટલ, પદ્ધતિ, સ્તોત્ર કવચ અને સહસ્ત્રનામ એ પાંચ અંગ ગણાય છે. પ્રસ્તુત કલ્પમાં છેલ્લી ત્રણ બાબતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy