SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૩ : મનશાસ્ત્રો અને કલ્પો : [પ્ર. આ. ૨૩૦-૨૩૪] ૧ ૨૫ પદ્માવતી સંબંધી ષડક્ષરી, ચક્ષરી અને એકાક્ષરી વિદ્યા તથા હોમ એ વિષયો નિરૂપાયા છે. છેલ્લા પદ્યમાં “ચિન્તામણી” યંત્રનું વર્ણન છે. આ પરિચ્છેદના શ્લો. ૧૩-૨૧ પદ્માવતીના પરિવાર ઉપર પ્રકાશ પાડે છે. ચતુર્થ પરિચ્છેદમાં ૧૨ યંત્રો છે. પંચમ પરિચ્છેદમાં સ્તંભનને અંગેનાં યંત્રો દર્શાવાયાં છે. વળી વિવિધ મુશ્કેલીઓ–સંકટોમાંથી પસાર થવાના માર્ગ સૂચવાયા છે. છઠ્ઠા પરિચ્છેદમાં સ્ત્રીઓને આકર્ષવામાં અને મોહિત કરાવાં યંત્રો અને મંત્રો રજૂ કરાયાં છે. સાતમા પરિચ્છેદમાં વશીકરણને લગતાં યંત્રો અને મંત્રો છે. આઠમા પરિચ્છેદમાં દર્પણ, દીપકની જ્યોત કે તરવાર તરફ ધારી ધારીને જોઇને કે અન્ય રીતે ભવિષ્ય કહેવામાં ઉપયોગી થાય એવા મંત્રો અપાયા છે. નવમા પરિચ્છેદમાં વિવિધ ઔષધિઓ, ચૂર્ણો વગેરેનો નિર્દેશ છે. એ દ્વારા પુરુષ અને સ્ત્રીને આકર્ષવાની, વશ કરવાની, ભય પમાડવાની ઇત્યાદિ બાબતો સમજાવાઈ છે. દસમા પરિચ્છેદનો વિષય “ગારુડ-વિદ્યા છે. એ સર્પોને વશ કરવા અને પકડવાની બાબત P ૨૩૩ તેમજ સર્પ ડસેલા મનુષ્યનું ઝેર ઉતારવાની બાબત ઉપર પ્રકાશ પાડે છે. અહીં શત્રુને કરડે એવો જાદુઈ સર્પ વર્ણવાયો છે. અંતમાં જૈન દર્શનના રાગીને જ મંત્ર આપવાનો નિર્દેશ કરાયો છે. ગ્રંથકારે પોતાના વિદ્યાગુરુ તરીકે અજિતસેનસૂરિનો ઉલ્લેખ કર્યો છે અને પોતાને સરસ્વતી તરફથી વરદાન મળતાં પ્રસ્તુત કલ્પ રચ્યાનું કહ્યું છે. ટીકા-આ ટીકામાં પાઇય મંત્રો જોવાય છે. એ ટીકા બન્યુષણે રચી છે. પ્રારંભમાં એમણે પાર્શ્વનાથની સ્તુતિ કરી છે અને પોતાનું નામ બહુવચનમાં રજુ કર્યું છે. એમણે આ ભૈરવ-પદ્માવતીકલ્પની પ્રશંસા કરી છે. એમાંનાં દુર્ગમ સ્થળોના સ્પષ્ટીકરણ ઉપરાંત કેટલીયે અગત્યની બાબતો જે મૂળ ગ્રંથમાં નથી તે એમણે ઉમેરી છે. એ એમણે વિદ્યાનુશાસનમાંથી લીધી હોય એમ લાગે છે. વિવિધ ઔષધિઓનો પરિચય આપતી વેળા આ બધુષેણે કન્નડમાં પર્યાયો આપ્યા છે. આ ઉપરાંત એમણે અનાહત-વિદ્યાનો પરિ. ૭, ગ્લો. ૧૦માં ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં પરિ. ૩, ગ્લો. ૩૮ની P ૨૩૪ ટીકામાં પાર્શ્વયક્ષ-મંત્ર પરિ. ૫, શ્લો. ૧૭ની ટીકામાં ચંડશૂલિની-મંત્ર, પરિ. ૬, શ્લો. ૪ની ટીકામાં કૃષ્ણમાતંગિની-મંત્ર અને એના શ્લો. ૧૯ની ટીકામાં કાત્યાયની મંત્ર તેમજ પરિ. ૭, શ્લો. ૧૭ની ટીકામાં અરિષ્ટનેમિ-મંત્ર આપ્યા છે. ૧. આ પરિચ્છેદ જોતાં એમ જણાય છે કે પ્રસ્તુત મલ્લિષેણસૂરિ પૌરાણિક સાહિત્યથી અને ખાસ કરીને ગરુડ પુરાણ અને નારદીય-મહાપુરાણથી પરિચિત હતા. ૨. આ સારાભાઈ નવાબ તરફથી પ્રકાશિત છે. ૩. જુઓ પ્ર. ૯ના શ્લો. ૨૧, ૨૫ અને ૩૩ની ટીકા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy