SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૩ : મનશાસ્ત્રો અને કલ્પો : પ્રિ. આ. ૨૨૬-૨૩૦] ૧૨૩ જ્યાલિની-કલ્પ, જ્વાલામાલિની–કલ્પ, વાલિની-મત કિવા વાલિની-મંત્રવાદ (શકસંવત્ ૮૬૧= વિ. સં. ૯૯૬)- આના કર્તા દિ. ઇન્દ્રન્ટિ છે. એઓ દ્વાવિડ’ સંઘના વર્ષનદિના શિષ્ય 2 ૨૨૯ હર્ષનદિના શિષ્ય થાય છે. એમણે એલાચાર્યની કૃતિને આધારે ૫૦૦ શ્લોક જેવડો પ્રસ્તુત કલ્પ કૃષ્ણરાજ ત્રીજાના રાજ્યમાં માન્યખેટ (માલખેડ)માં શકસંવત્ ૮૬૧માં રચ્યો છે. એના વિષય વગેરેનો વિચાર “અનેકાન્ત” (વ. ૧, પૃ. ૪૩૦ અને પૃ. ૫૫૫ ઈ.)માં કરાયો છે. નામો–પ્રસ્તુત કૃતિનાં જે ચાર નામ મેં અત્ર દર્શાવ્ય છે તે પૈકી વાલિનીકલ્પ એ પ્રથમ નામ પ્રકાશિત કૃતિના ચોથા પદ્યમાં, વાલિનીમત નામ બાવીસમામાં અને વાલિનીમંત્રવાદ એ નામ એની પ્રશસ્તિમાં જોવાય છે. આ કૃતિ દસ અધિકારમાં વિભક્ત છે. એનાં નામ પ્રથમ અધિકારના ૨૮મા પદ્ય પ્રમાણે નીચે મુજબ છે : (૧) મંત્રી, (૨) ગ્રહ, (૩) મુદ્રા, (૪) મંડલ, (૫) કટુતેલ, (૬) યંત્ર, (૭) વશ્યતન્ન, (૮) (વસુધારાની) સ્નાનવિધિ, (૯) નીરાજનવિધિ અને (૧૦) સાધનવિધિ. આ કૃતિ જ્વાલામાલિની નામની ચન્દ્રપ્રભસ્વામીની અધિષ્ઠાત્રી દેવીને ઉદેશીને રચાયેલી હોઇ ૨૩૦ એના આદ્ય પદ્યમાં એ આઠમા તીર્થંકરને વન્દન કરાયું છે. ત્યાર પછીનાં બે પદ્યોમાં આ દેવી વિષે માહિતી આપતાં કહ્યું છે કે એનો દેહ શ્વેત છે, એનું વાહન મહિષ છે, એ ઉજ્જવળ આભૂષણને ધારણ ૧. આ કૃતિ જ્વાલામાલિનીકલ્પના નામથી શ્રી મૂલચંદ કિસનદાસ કાપડિયાએ વીરસવંતૂ ૨૪૯૨ (ઇ. સ. ૧૯૬૬)માં પ્રકાશિત કરી છે. એમાં સ્વ. પં. ચન્દ્રશેખરજી શાસ્ત્રીની હિન્દી ભાષાટીકા, રક્ષકાદિ ૨૨ વસ્ત્રો અને જ્વાલામાલિની-મન્સ, જ્વાલામાલિની દેવીની બે ધાતુપ્રતિમાઓની એકેક પ્રતિકૃતિ (એક આગલા પૂંઠા ઉપર અને એક અંદરના ભાગમાં લગભગ પ્રારંભમાં) તેમજ હિન્દી વિષયસૂચી તથા નિમ્નલિખિત અન્ય કૃતિઓને-ત્રણ ચન્દ્રપ્રભસ્તવનોને સ્થાન અપાયું છે :‘૩% વન્દ્રપ્રમુ(૫)પ્રમાધીશ'થી શરૂ થતું ચન્દ્રપ્રભસ્તવન. વૈર્ય તુ તુર્થ:'થી શરૂ થતું ચન્દ્ર પ્રભસ્તવન (ષભાષામય). ‘નનો મહાસેન'થી શરૂ થતું ચન્દ્ર પ્રભસ્તવન (જિનપ્રભસૂરિકૃત). પૃ. ૧૩૪ના ટિપ્પણમાં કહ્યું છે કે અહીંથી સમસ્ત લખાણ વિદ્યાનુવાદ (અ.-૪)ના શ્લો. ૧૬૪મા શ્લોક ઇત્યાદિ અનુસાર છે. આ પ્રકાશન અંગેનું મારું અવલોકન “દિગંબર જૈન” (વ. ૨૯, એ., ૧-૨, ધર્મવિશેષાંક)માં છપાવાયું છે. ૨. આચારદિનકર (ભા.રે. પત્ર ૧૫૦-)માં પ્રતિષ્ઠાકલ્પોના કર્તાનાં નામો ગણાવતાં જે ઈન્દ્રનન્દિનો ઉલ્લેખ કર્યો છે તે આ હશે. જો એમ જ હોય તો એમણે કોઇ પ્રતિષ્ઠાકલ્પ રચ્યો હોવો જોઇએ. ૩. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૫૧)માં તો ઇન્દ્રનદિને વપૂનદિનુના શિષ્ય કહ્યા છે. ૪. એમનો સમય વિ. સં. ૮૫૦ની આસપાસનો છે. એમ શ્રીભૈરવપદ્માવતી-કલ્પના અંગ્રેજી ઉપોદઘાત (પ્ર. ૩૦૯)માં કહ્યું છે. ૫. શ્વેતાંબર માન્યતા મુજબ તો એનું નામ જવાલા કિંવા ભૃકુટિ છે અને એને ખગ્ન, મુદ્ગર, ફલક (? ઢાલ) અને પરશુથી વિભૂષિત એવા ચાર હાથ છે તેમ વરાહનું વાહન છે એમ નિર્વાણકલિકા જોતાં જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy