SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩ પ્રક્ષિપ્ત અંશો–આજે ઉપલબ્ધ થતા વિદ્યાનુશાસનમાં પાછળથી ઉમેરા થયા હોય એમ લાગે છે. દિ. આશાધરે અને દિ, હસ્તિમલે રચેલું એકેક ગણધર-વલય, આશાધરકૃત સરસ્વતી-સ્તોત્ર, રાવણે રચેલી બાલગ્રહચિકિત્સા, ઇમદિ (?) ભટ્ટોપાધ્યાયનાં ગણભૂયંત્રપૂજાવિધાન અને મહસેનના ત્રિવર્ણાચારમાંનાં અવતરણો એ પ્રક્ષિપ્ત અંશો હોય એમ ભાસે છે. - શાશ્વત-કલ્પ-પુસ્તકો-નેમિચન્દ્રસૂરિકૃત પવયણસારુદ્ધાર ઉપર સિદ્ધસેનસૂરિએ વિ. સં. ૧૨૪૮માં વૃત્તિ રચી છે. આ વૃત્તિ (ભા. ૨. પત્ર ૩૫ર-અ)માં એમણે એવો ઉલ્લેખ કર્યો છે કે નવ નિધિમાં શાશ્વત કલ્પનાં પુસ્તકો હોય છે અને એમાં વિશ્વની સ્થિતિ વર્ણવાયેલી હોય છે. આ પુસ્તકો સંસ્કૃતમાં હોય છે કે કેમ તે વિષે કશી માહિતી અહીં અપાયેલી નથી આ પરિસ્થિતિમાં આ પુસ્તકો સંસ્કૃતમાં હશે એમ માની હું એ પ્રત્યેક નિધિના શાશ્વતકલ્પપુસ્તકમાં કઈ કઈ બાબત દર્શાવાઈ છે તે હું પવયણસારુદ્ધાર (ગા. ૧૨૧૯-૧૨૨૭)ના આધારે અહીં સૂચવું છું :૧] “નૈસર્પ' નામના નિધિના કલ્પમાં ગ્રામ, આકર, નગર, પત્તન, દ્રોણમુખ, મડબ, સ્કન્ધાવાર અને ગૃહ વગેરેની સ્થાપનાનો વિધિ બતાવાયેલો હોય છે. 2 ૨૨૭ ૨] ‘પાંડુક નામના નિધિના કલ્પમાં (દીનાર વગેરેને લગતું) ગણિત, ગીતો, માન અને ઉન્માનનું પ્રમાણ તેમજ ધાન્ય અને બીજની ઉત્પત્તિ એ હકીક્તો રજૂ કરાયેલી હોય છે. ૩] પિંગલક' નામના નિધિના કલ્પમાં પુરુષ, મહિલાઓ, ઘોડાઓ અને હાથીઓનાં આભરણોની સમજણ અપાયેલી હોય છે. ૪] “સર્વરત્ન' નામના નિધિના કલ્પમાં ચક્રવર્તીનાં ચૌદ રત્નોનું વર્ણન હોય છે. ૫] “મહાપા' નામના નિધિના કલ્પમાં વસ્ત્રો તથા રંગોની અને ધાતુઓની ઉત્પત્તિ, વસ્ત્રાદિનાં શણગારની નિષ્પત્તિ અને પાઠાંતર પ્રમાણે વસ્ત્ર વગેરે ધોવાની રીત દર્શાવાયેલી છે. ૬] “કાલ” નામના નિધિના કલ્પમાં સમગ્ર કાલના જ્ઞાન (જ્યોતિષ), તીર્થકર વગેરેના વંશો અને સો શિલ્પ વિષે માહિતી અપાયેલી હોય છે. ૭] “મહાકાલ' નામના નિધિના કલ્પમાં જાતજાતના) લોખંડ, રૌ4, સુવર્ણ, મણિ, મોતી, શિલા (સ્ફટિકાદિ), પરવાળા વગેરેની ઉત્પત્તિને લગતી હકીક્ત હોય છે. ૮] “માનવક' નામનાનિધિના કલ્પમાં સુભટોની ઉત્પત્તિ, આયુધો, યુદ્ધ નીતિ અને દંડનીતિનું વર્ણન હોય છે. P ૨૨૮ ૯] “શંખ' નામના નિધિના કલ્પમાં નૃત્યવિધિ, નાટકવિધિ, પંચારે પ્રકારનાં કાવ્યની નિષ્પત્તિ તેમજ વાદ્યો વિષે હકીક્ત અપાયેલી હોય છે. ૧. એનાં નામો નીચે મુજબ છે : નૈસર્પ, પાંડુક, પિંગલક, સર્વરત્ન, મહાપધ, કાલ, મહાકાલ, માનવક અને શંખ ૨. છાવણી. ૩. સ્વરકરણ, પાટકરણ, ધૂપક, અગારુ અને કટિટિકા વગેરે પ્રબંધ છે. ૪. વગેરેથી ચક્રવર્તી, વાસુદેવ અને બલદેવ સમજવાના છે. ૫. આ સંબંધમાં સિદ્ધસેનસૂરિએ ભિન્ન-ભિન્ન વિકલ્પો રજૂ કર્યા છે. જેમકે (અ) ચાર પુરુષાર્થોને લગતા, (આ) સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણ એમ ચાર જાતની ભાષા સંબંધી અને (ઇ) ગદ્ય, પદ્ય, ગેય અને ચૌર્ણ પદ સાથે સંબંધ ધરાવનાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy