SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૩ : મન્નશાસ્ત્રો અને કલ્પો P ૨૨૪ અનુભવસિદ્ધ-મન્ટાત્રિશિકા (ઉં. વિક્રમની સાતમી સદી)-આના પ્રણેતા ‘ભદ્રગુપ્તસૂરિ છે. આમાં સૂરિ'મંત્રનો ઉલ્લેખ છે. આઠમા પદ્યમાં કહ્યું છે કે વીરસ્વામી સૂરિએ વિદ્યાપ્રવાદ નામના દસમા પૂર્વના ત્રીજા પ્રાભૃતમાંથી એક મંત્ર ઉદ્ધત કર્યો છે. અધિ. ૩, શ્લો. ૩૦માં અને અધિ. ૪ શ્લો. ૧૯માં અનુક્રમે પરમાગમનો અને આગમમતાસ્મોધિનો અને અધિ. ૪, શ્લો. ૩૦માં સેતુબન્ધનો ઉલ્લેખ છે. હૈમ યોગશાસ્ત્ર (પ્ર. ૮) રચવામાં આ લાનિંશિકા ઉપયોગી થયાનું મનાય છે. આ ધાર્નાિશિકા મોડામાં મોડી ઈ. સ.ની સાતમી સદીમાં રચાઈ છે એમ શ્રીભૈરવ-પદ્માવતી-કલ્પના અંગ્રેજી ઉપોદઘાત (પૃ. ૩૩૯)માં કહ્યું છે. આ દ્વાáિશિકામાં પાંચ જ અધિકારો હોય એમ મુદ્રિત કૃતિ જોતાં જણાય છે. એમાં અનુક્રમે ૨૦, ૪૯, ૪૧, ૫૦ અને ૨૪ પદ્યો છે. આ અધિકારોનાં નામો નીચે મુજબ છે. (૧) સર્વકર્મકર-મન્નાષ્ટક-વર્ણન, (૨)વશ્ય-કૃષ્ટયાદિકર્મકર મન્નાષ્ટકવર્ણન, (૩)સ્તમ્ભસ્તોભાદિકમન્નાષ્ટક-વર્ણન, (૪) શુભાશુભાદિ નિરૂપણ મન્નાષ્ટક-વર્ણન અને (૫) ગુરુશિષ્ય શુભાશુભ સૂચક. વિદ્યાનુશાસન (લ. વિ. સં. ૧૧૧૦)–આના કર્તા તરીકે મહાપુરાણ વગેરે રચનારા દિ. મલ્લિણનો ઉલ્લેખ કરાયો છે પરંતુ એઓ સંકલનાકાર હોય એમ લાગે છે. [આ છપાયું છે.] પ્રસ્તુત વિદ્યાનુશાસન એ વિવિધ મંત્રશાસ્ત્રોનો સંગ્રહરૂપ છે. એમાં લગભગ ૭000 પડ્યો છે ને ૨૨૫ અને એ ૨૪ પ્રકરણમાં વિભક્ત કરાયેલ છે. એનાં આદ્ય બે પદ્યો અને પ્રશસ્તિનું ૧૩૯મું પદ્ય જોતાં એમ જણાય છે કે આમાંનો અસલી ભાગ રુદ્રાવિડ સંઘના મઠપતિ મતિસાગરે રચ્યો છે. આમાં ઇન્દ્રનન્દિએ શકસંવત્ ૮૬૧માં રચેલા વાલિની-કલ્પમાંથી ઉતારા અપાયા છે અને એમનું રચેલું પાર્શ્વનાથસ્તોત્ર અપાયું છે એટલે એમના પછી આ મહિસાગર થયેલા ગણાય. દિ. મલ્લિષેણસૂરિના સમકાલીન વાદિરાજના ગુરુ મહિસાગર તે આ જ છે એમ કેટલાક માને છે. વળી કેટલાક મહિસાગરને મલ્લિષેણસૂરિના ગુરુ ગણે છે. પ્રસ્તુત કૃતિમાં આ મલ્લિષેણસૂરિકૃત પવાલામાલિની-સ્તોત્ર અપાયું છે. વળી એમણે ૩૦૮ પદ્યમાં રચેલા ભૈરવ-પદ્માવતી-કલ્પમાંના ૨૫૮ પદ્યો આ વિદ્યાનુશાસનના ચૌદ પ્રકરણમાં છૂટાછવાયાં નજરે પડે છે. આ ઉપરાંત આ મલ્લિષેણસૂરિકૃત સરસ્વતી-કલ્પનો મોટો ભાગ તેમજ એમણે રચેલા કામ ચાંડાલિની-કલ્પ અને વાલિની-કલ્પના કેટલાક અંશો આમાં જોવાય છે. આ બધું મલ્લિષેણસૂરિએ ઉમેર્યું લાગે છે. એ હિસાબે એઓ એના કર્તા ગણાય. પર્વાપર્ય-મલ્લિષણને હાથે વિદ્યાનુશાસનનું સંક્લન થયા બાદ એમણે ભૈરવ-પદ્માવતી-કલ્પ તેમજ અન્ય કલ્પો રચ્યા છે. એમ અનુમનાય છે. ૧. આ કૃતિ શ્રીભૈરવ-પદ્માવતી-કલ્પમાં ત્રીસમાં પરિશિષ્ટ તરીકે છપાઇ છે. ૨. એમને કેટલાક વજસ્વામીના ગુરુ ગણે છે. ૩.જુઓ “અનેકાંત” (વર્ષ ૧, પૃ. ૪૨૯). “શ્રીભૈરવ-પદ્માવતી-કલ્પ”ના અંગ્રેજી ઉપોદ્યાત (પૃ. ૩૦૧ ૩૦૫)માં આ વિદ્યાનુશાસનનો પરિચય અપાયો છે. અને એના કર્તુત્વ વિષે ઊહાપોહ કરાયો છે. ૪. દેવસેનકૃત દંસણસાર પ્રમાણે આ સંઘ “જૈનાભાસ” છે. ૫. આ નામની એક અજ્ઞાતકર્તક કૃતિ પણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy