SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૨ : ચરણકરણાનુયોગ : પ્રિ. આ. ૨૨૦-૨૨૨] ૧૧૯ રત્નસાર, સહસ્ત્રમલ, ધિષ્ટક, ધનદેવ અને ધનમિત્ર, કુલધ્વજ, દામન્નક, અસંમત, ભીમકુમાર અને સાગરચન્દ્ર. સસ્તુલન–આ કૃતિ વિષય અને કથાઓની દૃષ્ટિએ શુભવર્ધનગણિએ વિ. સં. ૧૫૫રમાં રચેલી વદ્ધમાણ-દેસણા સાથે સામ્ય ધરાવે છે. ભાષાન્તર–આ હરિશંકર કાળીદાસ શાસ્ત્રીએ કર્યું છે અને એ પ્રકાશિત છે. ધર્મસંગ્રહ (વિ. સં. ૧૭૩૧)-આના કર્તા શાન્તિવિજયગણિના શિષ્ય માનવિજયગણિ છે. ? ૨૨૨ એની રચના શ્રેષ્ઠી શાન્તિદાસની અભ્યર્થનાને આભારી છે. એમાં ૧૫૯ પદ્યો છે. વિ. સં. ૧૭૩૧માં રચાયેલી આ કૃતિ બળે ઉપવિભાગવાળા બે વિભાગમાં વિભક્ત છે. આમ આના ચારખંડ પડે છે. પ્રથમ ખંડ (ગ્લો. ૧-૨૦)માં સમ્યત્વની પ્રાપ્તિ પૂર્વેનો ગૃહસ્થનો સામાન્ય ધર્મ અને માર્ગાનુસારીના ગુણો, દ્વિતીય ખંડ (ગ્લો. ૨૧-૩૦)માં સમ્યકત્વ, શ્રાવકનાં બાર વ્રતો અને એનાં દિનકૃત્યો તથા પર્વકૃત્યો, તૃતીય ખંડ (શ્લો. ૩૧-૧૫૩માં સાપેક્ષ યતિધર્મ અને ચતુર્થ ખંડ (શ્લો. ૧૫૪-૧૫૯)માં યતિધર્મ એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે. સ્વોપજ્ઞવૃત્તિ-ધર્મસંગ્રહ ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ છે. એ અનેક સાક્ષીપાઠોથી સમૃદ્ધ છે. એ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. પટિપ્પણ–આ ઉપર્યુક્ત વૃત્તિને લગતું છે અને એ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચ્યાનું મનાય છે. આ છપાયું છે. જુઓ ટિ. ૩. ૧. આને અંગે મેં “કલધ્વજની કસોટી” નામનો લેખ લખ્યો છે અને એ “પ્રભાકર'ના દીપોત્સવી નવલિકા અંકમાં વિ. સં. ૨૦૦૪માં છપાયો છે. ૨. મગનલાલ હઠીસીંગે ઇ. સ. ૧૯૦૦ માં છાપ્યું છે. ૩. આ ગ્રંથ સ્વોપજ્ઞ વૃત્તિ અને ન્યાયાચાર્યકૃત મનાતા ટિપ્પણ સહિત “દે. લા. જૈ. પુ. સં.” તરફથી બે ભાગમાં અનુક્રમે છે. સં. ૧૯૧૫ અને ઇ. સ. ૧૯૧૮માં છપાવાયો છે. સિટીક ધર્મસંગ્રહનું વિવિધ હ.લિ. પ્રતિઓના આધારે આ. મુનિચન્દ્રસૂરિએ સંશોધન-સંપાદન કર્યું છે. આનું પ્રકાશન પ્રતાકારે ૩ ભાગમાં જિનશાસન આ. ટ્રસ્ટ” કર્યું છે.] મૂળ કૃતિ એના તેમજ સ્વીપજ્ઞ વૃત્તિના અને ટિપ્પણના મુનિશ્રી ભદ્રંકરવિજયજી કરેલા ગુજરાતી ભાષાન્તર સહિત બે ભાગમાં અનુક્રમે વિ. સં. ૨૦૦૯ અને વિ. સં. ૨૦૧૪માં અનુક્રમે નરોત્તમભાઈ માયાભાઈ તરફથી છપાવાઈ છે. બીજા ભાગમાં સ્વોપજ્ઞ વૃત્તિમાં સાક્ષીરૂપે અપાયેલા ૧૫૧ ગ્રન્થોની નામાવલી છે. ૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૯૩)માં આનો ગ્રંથાગ્ર ૧૫૬૦૮ શ્લોકનો દર્શાવાયો છે તે સ્વોપન્ન વૃત્તિનો કે મૂળ સહિત એ વૃત્તિનો હોઈ શકે. પ. જુઓ મારો લેખ “ધર્મસંગ્રહની સ્વોપજ્ઞ વૃત્તિના સંશોધકો અને ટિપ્પણકાર”. આ લેખ “આ. પ્ર.” (પુ. પપ, અં. ૯)માં છપાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy