SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૨ P ૨૨૦ P ૨૨૧ માર્ગ પરિશુદ્ધિ કિવા માર્ગશુદ્ધિ (ઉ. વિ. સં. ૧૭૪૩)– આના કર્તા ન્યાયચાર્ય યશોવિજયગણિ છે. એમની આ પદ્યાત્મક કૃતિ હરિભદ્રીય પંચવત્યુગના સારાંશરૂપ છે. એમાં ૩૨૦ પદ્યો છે. એ દ્વારા પ્રવ્રયાવિધાન, વ્રતસ્થાપના અને અનુયોગગણાનુજ્ઞા એ ત્રણનું વિસ્તારથી સ્વરૂપ દર્શાવાયું છે જયારે પ્રતિદિન ક્રિયાનું નામમાત્ર અને સંલેખનાનું તો એટલું પણ નહિ, સ્વરૂપ વિચારાયું છે. અન્તમાં ઉપદેશરહસ્યનો અધિકાર હાથ ધરાયો છે. ગ્રંથની શરૂઆતનાં ૪૮ પદ્યો પીઠિકારૂપ છે. [આના ઉપર આ. કુલચન્દ્રસૂરિકૃત ટીકા દિવ્ય દ. દ્વારા પ્ર. છે.] અવર્ધમાનદેશના ( )- આ ૪૩૦૦ શ્લોક જેવડી ગદ્યાત્મક કૃતિ રાજકીર્તિગણિએ રચી છે. એઓ “ખરતરમ્ ગચ્છના જિનભદ્રસૂરિના સત્તાનીય અને વાચનાચાર્ય રત્નલાભગણિના શિષ્ય થાય છે. આ કૃતિમાં વર્ધમાનસ્વામીના અર્થાત્ મહાવીરસ્વામીના જે આનન્દાદિ દશ શ્રાવકોનો અધિકાર ઉવાસગદસામાં ગુંથાયેલો છે તેને અહીં દશ ઉલ્લાસમાં રજૂ કરાયો છે. વિશેષમાં અહીં એ શ્રાવકોના વૃત્તાંતની સાથે સાથે પ્રાસંગિક કથા અપાઈ છે. એમાં કોઈ કોઈ વાર પાઇય અવતરણ છે. આ કૃતિમાં સમ્યત્વ, શ્રાવકનાં બાર વ્રતો અને એના અતિચારોનું સ્વરૂપ સમજાવાયું છે. સાથે સાથે સમ્યકત્વ અને પહેલાં આઠ વ્રતોને અંગેના આલાપક પણ અપાયા છે. આનન્દને લગતા પ્રથમ ઉલ્લાસમાં સમ્યકત્વ તેમજ બાર વ્રતોને અંગે નિમ્નલિખિત વ્યક્તિઓની કથાઓને અનુક્રમે સ્થાન અપાયું છે – વિદ્યુ...ભા, હરિબલ મચ્છી, હંસ નૃપ, લક્ષ્મીપુંજ, મદિરાવતી, ધનસાર, ચારુદત્ત, ધર્મકુમાર, સૂરસેન અને વીરસેન, કેશરી ચોર, સુમિત્ર મંત્રી, રણસૂર અને જિનદત્ત. એવી રીતે બાકીના નવ ઉલ્લાસમાંની કથાઓ નીચે મુજબની વ્યક્તિઓ પરત્વે છે :૧. આ કૃતિ “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી જઈલખણસમુચ્ચય ઇત્યાદિ સહિત વિ. સં. ૨૦૦૩માં છપાવાઈ છે અને એમાં પંચવભુગની સંવાદી ગાથાના અંક અપાયા છે. આ પૂર્વે આ કૃતિ “મુ. ક. જૈ. મો. મા.”માં વીરસંવત ૨૪૪૬માં પ્રકાશિત કરાઈ હતી. શોભનસ્તુતિની મારી સંસ્કૃત ભૂમિકામાં મેં ચતુરવિજયની સૂચના અનુસાર આટલા ભાગને ઉત્તરાર્ધ કહ્યો છે જયારે જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૯૬)માં એને ચતુરવિજયજીએ પૂર્વાર્ધ કહ્યો છે તો શું સંપૂર્ણ કૃતિ પ્રકાશિત થઈ નથી? ૨. આ વિષે કેટલીક માહિતી મેં યશોદહનના ઉપોદઘાત (પૃ. ૧૧, ૫૪ અને ૬૧)માં તેમજ મૂળનાં પૃ. ૨૩, ૨૯૦, ૩૦૮, ૩૦૯ અને ૩૧૨માં આપી છે. ૩. આના પરિચય માટે જુઓ શ્રીહરિભદ્રસૂરિ (પૃ. ૧૧૮-૧૨૦). ૪. આ કૃતિ હીરાલાલ હંસરાજે વિરસંવત્ ૨૪૬૩માં છપાવી છે. આ પૂર્વે એનું હરિશંકર કાળીદાસ શાસ્ત્રીએ કરેલું ગુજરાતી ભાષાંતર મગનલાલ હઠીસીંગે અમદાવાદથી ઇ. સ. ૧૯૦૦માં પ્રસિદ્ધ કર્યું હતું. [આ. હેમપ્રભસૂરિ સંપાદિત આ ગ્રંથ સૂઇગામ સંઘે પ્રકાશિત કર્યો છે. પ્રાપ્તિસ્થાન આ. ઉૐકારસૂરિ જ્ઞાનમંદિર સૂરત.] ૫. રાત્રિભોજન પરત્વે હંસ તથા કેશવની કથા અપાઇ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy