SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૨ : ચરણકરણાનુયોગ : પ્રિ. આ. ૨૧૧-૨૧૫] ૧૧૫ 'અકલંક, આમ્રદેવ, કુન્દકુન્દ, જ્ઞાનાનન્દ, પદ્મનન્દ્રિ, પૂજ્યપાદ, ભદ્રબાહુ, માઘનન્ટિ, મેધાવી પંડિત, લક્ષ્મીસેન, વિદ્યાનન્દિ, સકલકીર્તિ અને સમન્તભદ્ર. ત્રિવર્ણાચાર-સંહિતા (લ. વિ. સં. ૯00)–આદિ. જિનસેનની કૃતિ છે. આમાં ત્રણ વર્ષોના ને ૨૧૪ આચારનો વિચાર કરાયો છે. - ત્રિવર્ણાચાર–પ્રરૂપણ (વિ. સં. ૧૬૬૯)- આના કર્તા દિ. ગુણભદ્રના શિષ્ય સોમસેન છે. એમની આ તેર વિભાગમાં વિભક્ત કૃતિ ૨૭૦૦ શ્લોક જેવડી છે અને એ વિ. સં. ૧૬૬૯માં રચાઈ છે. એમાં ત્રણ વર્ણોના આચારનું નિરૂપણ છે. સમાનનામકકૃતિઓ-ઉર્યુક્ત નામની એક કૃતિ દિ. નેમિદત્તે તેમજ અન્ય કોઈકે રચી છે. ત્રિવર્ણાચાર–આ નામની બે કૃતિઓ છે. એના કર્તાનાં નામ નીચે મુજબ છે :(૧) અનન્તમુનિ અને (૨) “બ્રહ્મસૂરિ. દિ. વટ્ટકેરે મૂલાયારની જેમ તિવણાયાર (ત્રિવર્ણાચાર) પણ રચ્યો છે. એ આ વિષયની પ્રાચીન દિગંબરીય કૃતિ હોય એમ લાગે છે. વૈવર્ણિકાચાર–આ નામની એકેક કૃતિ દિ, કુમુદચન્દ્ર અને દિ. નેમિચન્દ્ર રચી છે. P ૨૧૫ ધર્મામૃત' (વિ. સં. ૧૨૯૬)-આના કર્તા ભરતેશ્વરાભ્યદય વગેરેના પ્રણેતા દિ. આશાધર ૧. એમની કૃતિને પ્રાયશ્ચિત્ત પણ કહે છે. એમાં ૯૦ પદ્યો છે અને એ “મા. દિ. ગ્રં.”માં વિ. સં. ૧૯૭૮માં છપાવાઇ છે. ૨. એમની કૃતિને વ્રતોદ્યોતન-શ્રાવકાચાર પણ કહે છે. એમાં ૫00 શ્લોક છે. ૩. એમની કૃતિ બેલગામથી ઇ. સ. ૧૯૦૯માં છપાવાઇ છે. ૪. એઓ દિ. કુમુદચન્દ્રના શિષ્ય થાય છે. એમની આ કૃતિ સંસ્કૃતમાં તેમજ કન્નડ એમ બે ભાષામાં ભેગી રચાયેલી છે. એ ૪૬૨૨ શ્લોક જેવડી કૃતિ ઉપર કુમુદચન્દ્રની ટીકા છે. ૫. એમની કૃતિને ધર્મસંગ્રહ પણ કહે છે (જુઓ પૃ. ૨૨૩). એ વિ. સં. ૧૫૪૧માં રચાયેલી છે. આ ૧૪૪૯ શ્લોક જેવડી કૃતિ કાશીથી ઈ. સ. ૧૯૧૦માં છપાવાઈ છે. તેઓનીથી વિ. સં. ૧૯૭૩માં છપાયેલો સમવસરણદર્પણ આનો એક અંશ છે. ૬. એમની કૃતિને ધર્મપ્રશ્નોત્તર ઇત્યાદિ નામે ઓળખાવાય છે, જુઓ પૃ. ૨૧૨. = ૧૧૪ ૭. એમની કૃતિ તરીકે રત્નકરંડકનો ઉલ્લેખ કરાય છે પણ તે વિચારણીય છે. ૮. એમની કૃતિને નૈવર્ણિકાચાર પણ કહે છે. ૯. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૬૫)માં આ નામનો ઉલ્લેખ છે અને એ માટે HTL (Vol. I, p. 577) જોવાની ભલામણ કરાઇ છે, પણ એ HT Lમાં તો આ પૃષ્ઠ ઉપર આ નામ જ જણાતું નથી તેનું શું ? ૧૦. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સ. સા. ઇ. (ખંડ-૨, ઉપખંડ-૧, પૃ. ૧૦૯). સાગારધર્મામૃતની બીજી આવૃત્તિ મોહનલાલ જૈને કરેલા હિન્દી અન્વયાર્થ, ભાષાર્થ અને વિશેષાર્થ તેમજ વિષયાનુક્રમણિકા અને આઠ અધ્યાયના સારાંશ સહિત “સાગરધર્મામૃત (વિજયા-ટાકા-સહિત)”ના નામથી “સરલ જૈન ગ્રંથભંડાર' તરફથી જબલપુરથી બે ભાગમાં અનુક્રમે વીરસંવત્ ૨૪૮૩ અને ૨૪૮૪માં પ્રસિદ્ધ કરાઈ છે. ૧૧. આ નામની એક અજ્ઞાતકર્તુક કૃતિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy