SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : પ્રિ. આ. ૧૯૯-૨૦૬ ] ૧૦૯ પાર્થનાગ છે. એમણે આ દ્વારા સ્વપરનું હિત સાધવા માટે આત્માને શિખામણ આપી છે. વિપત્તિઓ એ પૂર્વ ઉપાર્જન કરેલાં કર્મના ફળરૂપ છે. શરીરાદિની અસ્થિરતા છે ઇત્યાદિ બાબત અહીં એમણે સચોટ રીતે રજૂ કરી છે. આ કૃતિની રચનામાં આ નામની દિ. કૃતિની કેવી પ્રેરણા મળી હશે તે નક્કી કરવું બાકી રહે છે. સૈદ્ધાત્તિક યક્ષદેવના શિષ્યનું નામ પણ પાર્શ્વનાગ છે અને એમણે શકસંવત્ ૮૨૬ (વિ.સં. ૯૬૧)માં વદિતૃસુત્ત ઉપર વૃત્તિ રચી છે. એ પાર્શ્વનાગ તો પ્રસ્તુત પાર્શ્વનાગ સંભવતા નથી. અનુવાદ- આ મૂળ કૃતિના 'હિંદી તેમ જ ગુજરાતી અનુવાદ થયેલા છે. ઉત્ક્રાન્તિવાદ કિવા પ્રગતિનો પંથ ચિત્ત જ્યાં સુધી ગમે ત્યાં ભમતું રહે ત્યાં સુધી કોઈ પણ કાર્ય પછી એ ભૌતિક હો, આધિદૈવિક હો કે આધ્યાત્મિક હો, એ જેવું જોઈએ તેવું અને જલદીથી સિદ્ધ ન થાય એટલે પોતાની ઉત્ક્રાન્તિ સાધવા ઇચ્છનારે પોતાની સર્વ શક્તિઓને કેન્દ્રિત કરવી જોઇએ-મનની એકાગ્રતા કેળવવી જોઇએ અર્થાત્ એને ૨૦૨ યોગના આ ક્લેવરનો આશ્રય લેવો જોઇએ. આમ યોગ અને ઉત્સાત્તિને સંબંધ છે એટલે ઉત્ક્રાન્તિવાદ સંબંધી કૃતિઓ હું વિચારું છું - આધ્યાત્મિક વિકાસ કેવી રીતે થાય છે એ બાબત જૈન ગ્રંથોમાં ચૌદ ગુણસ્થાનકો દ્વારા દર્શાવાઈ છે. “ગુણસ્થાનક્રમારોહ ક્વિા ગુણસ્થાનરરાશિ (વિ. સં. ૧૪૪૭)- નાગપુરીય તપા' ગચ્છના વજસેનસૂરિના કે હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ આ કૃતિ ૧૩૫ પદ્યમાં અનુણ્ભમાં ૧-૨. આ છપાયા છે. જુઓ પૃ. ૨૦૦, ટિ. ૫. = 108 ટિ. ૭. ૩. યોગનો આત્મા નિરર્થક અને અનર્થક અભિમાન અને મમત્વનો ત્યાગ છે અને આ “પારમાર્થિક યોગ છે, જ્યારે કેવળ મનની એકાગ્રતા એ “વ્યાવહારિક યોગ છે. ૪. આ સંબંધમાં મારા બે લેખ છપાયા છે : (૧) આત્મોન્નતિનો ક્રમ અને (૨) જીવનશોધનનાં સોપાન સંબંધી જૈન તેમ જ અજૈન મંતવ્યો. આ પૈકી પહેલો લેખ “અખંડ આનંદ” (વ. ૪, અં. ૧૨)માં અને બીજો “જૈ. સ. પ્ર.” (વ. ૧૭, સં. ૧૨, વ. ૧૮, અં. ૧, ૨, ૩)માં છપાયો છે. ૫. આ કૃતિ સ્વીપજ્ઞ મનાતી વૃત્તિ અને આગમોદ્ધારકના સંસ્કૃત ઉપાદ્યાત સહિત “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઈ.સ. ૧૯૧૬માં પ્રસિદ્ધ કરાઈ છે. [દિવ્યદ. ટ્રસ્ટ દ્વારા સં. ૨૦૩૮માં પુનર્મુદ્રણ થયું છે.] મૂળ મુનિ તિલકવિજય (પંજાબી) કૃત હિન્દી અનુવાદ સહિત “આત્મતિલક ગ્રંથ સોસાયટી” તરફથી છપાયું છે. ત્યાર બાદ વિ. સં. ૧૯૮૯માં ઉપર્યુક્ત વૃત્તિના પં. ચંદુલાલ નાનચંદે તૈયાર કરેલા વિશદ ગુજરાતી અનુવાદ સહિત મૂળ (કટકે કટકે) “જૈ. ધ. પ્ર. સ.” તરફથી છપાયું છે. પ્રારંભમાં ઉપર્યુક્ત સંસ્કૃત ઉપોદ્દઘાતનો ગુજરાતી અનુવાદ અને અંતમાં સળંગ મૂળ તેમ જ બન્ય, ઉદય, ઉદીરણા અને સત્તાનાં યંત્રો અપાયેલાં છે. ૬. એમણે સિરિવાલકહા વિ. સં. ૧૪૨૮માં રચી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy