SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ P ૨૦૦ મુક્તાશુક્તિસંવાદ– વૈરાગ્યકલ્પલતામાં મુક્તાશુક્તિનો સંવાદ છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૧૦)માં ઉલ્લેખ છે. જૈ. ગ્રં. (પૃ. ૧૦૫)માં મુક્તાશક્તિ એવું જે કૃતિનું નામ રજૂ કરાયું છે તે આ જ કૃતિ હશે. આ હાલમાં છપાય છે તેમ સાંભળવામાં આવ્યું છે. વૈરાગ્યરતિ– આ પણ ન્યાયાચાર્ય યશોવિજયગણિની આશરે ૪૮૦૦ શ્લોક જેવડી કૃતિ છે પણ હજી સુધી તો એ પૂરેપૂરી મળી આવી નથી. એનું નામ પ્રશમરતિનું સ્મરણ કરાવે છે. એને અંગે મેં કેટલીક બાબતો યશોદોહન ઉપોદઘાત (પૃ. ૧૨ અને ૨૪)માં તેમ જ મૂળ (પૃ. ૨૩, ૧૧૮ અને ૧૧૯)માં આપી છે. આ કૃતિ હાલ છપાય છે. (યશોભારતી મુંબઈથી વિ.સં. ૨૦૧૬માં પ્રસિદ્ધ થયેલ છે. સંપા. મુનિ રમણીક વિ.] વૈરાગ્યદીપક– આ અજ્ઞાતકર્તુક કૃતિની એક હાથપોથી અહીં (સુરતમાં) છે. વૈરાગ્યમણિમાલા- આ નામની બે કૃતિ છે. એકના કર્તા દિ. વિશાલકીર્તિ છે તો બીજાના દિ. મૃતસાગરના શિષ્ય શ્રીચન્દ્ર છે. આત્માનુશાસન (લ. વિ. સં. ૯૪૦)- આના કર્તા શકસંવત્ ૭૩૭થી ૮૦૦ સુધી રાજ્ય કરનારા અમોઘવર્ષના સમકાલીન દિ. આચાર્ય જિનસેનના શિષ્ય ગુણભદ્ર છે. એમણે છે. એમણે ૨૭૦ પદ્યોમાં વિવિધ છંદોમાં આ કૃતિ રચી છે. એમાં સમ્યગુ-દર્શન, ચારિત્ર, તપ અને જ્ઞાન એ ચાર આરાધનાનો વિષય હૃદયંગમ રીતે રજૂ કરાયો છે. "ટીકા– આ ટીકા આત્માનુશાસન ઉપર દિ. પ્રભાચન્દ્ર રચી છે. અનુવાદ– દિ. હિન્દી ગ્રંથકારોમાં અગ્ર સ્થાન ભોગવનારા ૫. ટોડરમલે દેશભાષામાં એટલે કે હિન્દીમાં આ મૂળ કૃતિનો અનુવાદ કર્યો છે. મૂળનો અંગ્રેજી અનુવાદ જગમંદરલાલ જૈનીએ કર્યો છે. આત્માનુશાસન (વિ. સં. “૧૦૪૨)- આ આર્યામાં ૭૭ પદ્યમાં રચાયેલી કૃતિના પ્રણેતા ૧. એમની કૃતિ “મા. દિ. ગ્રં.”માં વિ. સં. ૧૯૭૫માં પ્રકાશિત થયેલી છે. ૨. શ્રીવિજયલબ્ધિસરિએ ૬૪૧ પદ્યમાં વૈરાગ્યરસમંજરી રચી એને પાંચ ગચ્છકમાં વિભક્ત કરી છે. એ મારા ગુજરાતી શ્લોકાર્થ અને સ્પષ્ટીકરણપૂર્વક “નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધારક ફંડ” તરફથી વિ.સં. ૧૯૮૬માં છપાવાઇ છે. [“લબ્ધિસૂરિ જૈન ગ્રં.”થી પણ પ્રસિદ્ધ થયેલ છે.] ૩. આ મૂળ કૃતિ પં. વંશીધર શાસ્ત્રીના હિન્દી તત્ત્વાર્થ સહિત “જૈન ગ્રંથરત્નાકર કાર્યાલય” તરફથી મુંબઈથી વિ. સં. ૧૯૭૨માં પ્રસિદ્ધ કરાઇ છે. ૪. આ નામની એક સટીક અજ્ઞાતકર્તુક કૃતિની નોંધ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૭)માં છે. ૫. આ જ ટીકા s B માં છપાવાઇ છે ? દ. આ અનુવાદ મૂળ તેમ જ ટીકા સહિત B માં ઇ.સ. ૧૯૨૮માં છપાવાયો છે. ૭. આ કૃતિ સિતાબચંદ નાહરે હિન્દી અનુવાદ સહિત કલકત્તાથી વિ. સં. ૧૯૩૧માં પ્રકાશિત કરી છે. મૂળ કૃતિ આગમોદ્ધારકના પટ્ટધર શ્રીમાણિજ્યસાગરસૂરિના ગુજરાતી અનુવાદ સહિત “જૈન પુસ્તક પ્રચારક” તરફથી વિ. સં. ૨૦૦૬માં પ્રસિદ્ધ થયેલા આચારાંગસુત્ર' નામના પુસ્તકમાં પ્ર. ૨૩૩-૨૫૦માં છપાઇ છે. ૮. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૭)માં રચનાવર્ષ તરીકે ૧૦૪૨નો જ ઉલ્લેખ છે. “ભા. પ્રા. સં. મં.”માં આત્માનુશાસનની જે એક હાથપોથી છે એમાં અંતિમ (૭૭મા) પદ્યમાં રચનાવર્ષ તરીકે જે નીચે મુજબનો ઉલ્લેખ છે તે જોતાં એ યથાર્થ જણાય છે :- “યત્નત્વાસિત્સધવત્સરદસ્ત્રસંધ્યાયામ્” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy