SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : પ્રિ. આ. ૧૮૩-૧૮૭] ૧૦૧ ઉપાધ્યાય વિનયવિજયગણિ છે. એમણે આ કૃતિ ગાંધારમાં વિ. સં. ૧૭૨૩માં રચી છે. આ શાન્ત રસથી ઓતપ્રોત કૃતિમાં સુપ્રસિદ્ધ અનિત્ય ઇત્યાદિ બાર ભાવનાઓનું અને ત્યાર બાદ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય મે ૧૮૬ અને માધ્યચ્ય એમ બીજી ચાર ભાવનાઓનો તાદશ ચિતાર આઠ આઠ પદ્યરૂપ એકેક ગેયાષ્ટક દ્વારા અપાયો છે. આમ અહીં ૧૨૮ (૧૬૪૮) પદ્યો ઉપરાંત પૂર્વ પરિચયનાં ૯૯ અને પ્રશસ્તિનાં ૭ એમ ૧૦૬ પદ્યો છે. એકંદર ૨૩૪ પદ્યો છે. આ શાન્ત સુધારસ એ ગેય કાવ્ય છે. સુપ્રસિદ્ધ દેશી રાગોમાં એ ગવાય એવી એની રચના છે. આ મધુર રચના મનોરંજક હોઈ એ જયદેવકૃત ગીતગોવિન્દનું સ્મરણ કરાવે છે. ટીકા- શાન્ત સુધારસ ઉપર ગંભીરવિજયગણિની ટીકા છે. ધ્યાનમીમાંસા ધ્યાન એ અધ્યાત્મ, ભાવના, સમતા અને વૃત્તિસંક્ષયની જેમ યોગમાર્ગની એક ભૂમિકા છે. કઠ, ૧૮૭ કૌશીતકિ, છાંદોગ્ય, તૈત્તિરીય અને સ્વેતાશ્વતર જેવા મહત્ત્વના અને પ્રાચીન ઉપનિષદોમાં “સમાધિ” એ અર્થમાં ‘યોગ” અને “ધ્યાન' જેવા શબ્દો નજરે પડે છે. પંતજલિ યોગદર્શનમાં જે આઠ યોગગ ગણાવ્યાં છે તેમાંનું એક યોગાંગ તે “ધ્યાન” છે. એ એક રીતે યોગના મધ્યબિન્દુ જેવું છે. જૈનોના તીર્થકરોને ઉદેશીને એવો ઉલ્લેખ મળે છે કે તેઓ દીક્ષા લે ત્યારથી માંડીને તે તેમને કેવલજ્ઞાન થાય ત્યાં સુધી તેઓ કોઇ રૂક્ષ યાને લૂખા પદાર્થને વિષે સતત વિચાર કરે છે મહાવીરસ્વામીએ બાર વર્ષ કરતાં અધિક સમય સુધી મૌન સેવ્યું હતું અને ઘણોખરો વખત કાયોત્સર્ગ-ધ્યાનમાં એઓ મગ્ન રહ્યા હતા." સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા બાદ એમણે પાંચ મહાવ્રતરૂપ યમ, તપ અને સ્વાધ્યાય જેવા નિયમ તથા ઇન્દ્રિયના વિજય જેવા પ્રત્યાહાર ઇત્યાદિ યોગાંગોના પરિપાલનમાં તન્મય રહેનારા પોતાના શિષ્યસમુદાયને દિવસ અને રાત એ પ્રત્યેકના ચાર ચાર પ્રહર પૈકી ત્રીજા પ્રહરને છોડીને પહેલા પ્રહરમાં તેમ જ ચોથા પ્રહરમાં સ્વાધ્યાય અને બીજા પ્રહરમાં ધ્યાન ધરવાનો ઉપદેશ આપ્યો હતો. બૌદ્ધોના તિપિટકાદિ મૌલિક ગ્રંથોની જેમ જૈન આગમોમાં પણ “યોગ'ના અર્થમાં મુખ્યતયા ‘ઝાણ” (સં. ધ્યાન') શબ્દ વપરાયેલો છે. ધ્યાનનું લક્ષણ એના ચાર ભેદો અને પ્રભેદો, ધ્યાનનું આલંબન ૧. નિર્જરા પછી ધર્મ, લોકસ્વરૂપ અને બોધિદુર્લભ એમ ત્રણ ભાવના ગણાવાઈ છે. ૨. પઉમચરિયા (ઉ.૨૮)ના ગ્લો. ૪૭-૫૦ ગેય છે. વળી મુખ્યતયા ગુજરાતીમાં તેજપાલ શાહે વિ.સં. ૧૬૮૨માં રચેલા સીમંધર-શોભાતરંગની જે ૪૦મી ઢાલ “ચંપકમાલાછંદમાં સંસ્કૃતમાં છે તે ગેય કાવ્યરૂપ છે. ૩. આ વિવિધ સ્થળેથી પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૮૫, ટિ. ૧ = પૃ. 100 ટિ. ૩. ૪. ગુણસ્થાન-ક્રમારોહ (ગ્લો. ૧૦૧)માં કહ્યું છે કે છમસ્થને અંગે મનની સ્થિરતા એ “ધ્યાન' છે જ્યારે સર્વજ્ઞની બાબતમાં શરીરની સ્થિરતા એ જ “ધ્યાન' છે. ૫. મહર્ષિ બુદ્ધ પણ બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ તે પૂર્વે છ વર્ષ સુધી ધ્યાનમગ્ન રહ્યા હતા. ૬. જુઓ ઉત્તરાણ (અ. ૨૬, ગા. ૧૧-૧૨ અને ૧૭-૧૮). ૭. દીપનિકાયના સામગ્ગફલસુત્તમાં ચાર પ્રકારનાં ધ્યાનનું વર્ણન છે. એ જૈન તેમ જ પાતંજલ યોગદર્શન સાથે નામ અને ભાવની દૃષ્ટિએ મળતું આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy