SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ P ૧૮૮ P. ૧૮૯ ઇત્યાદિ બાબતો જૈન આગમોમાં નજરે પડે છે. જોગવીસિયા (ગા. ૧૮-૨૦)માં રૂપી (સાલંબન) અને અરૂપી (નિરાલંબન) ધ્યાનનું હૃદયંગમ વર્ણન છે. આ તો પાઈય સાહિત્યની વાત થઈ. ભ. ઉમાસ્વાતિએ ત. સૂ. (અ. ૯, સૂ. ૨૭)માં અને એના સ્વપજ્ઞ ભાષ્યમાં ધ્યાન વિષે હકીકત આપી છે. એ ઠાણ વગેરે સ્વતંત્ર આગમો અને આવસ્મયની નિષુત્તિમાં છે તે જ છે. જિનભદ્રણિએ જ. મ. માં ઝાણઝયણ રચ્યું છે. આમાં ૧૦૫ ગાથા છે. તેમ છતાં એ ધ્યાનશતક તરીકે સુપ્રસિદ્ધ છે. એ આગમોમાં અપાયેલા ધ્યાનના નિરૂપણના સ્પષ્ટીકરણરૂપ છે. એના ઉપર હરિભદ્રસૂરિની સંસ્કૃતમાં ટીકા છે. આ ઝાણઝયણ જેવી એક સ્વતંત્ર કૃતિ સંસ્કૃતમાં હોય એમ જણાતું નથી. ધ્યાનવિચાર ( )- આ નાનકડી પરંતુ મહત્ત્વપૂર્ણ ગદ્યાત્મક કૃતિ છે. એના કર્તાનું નામ જાણવામાં નથી. એની શરૂઆત ધ્યાનના માર્ગના ૨૪ પ્રકારોના ઉલ્લેખથી કરાયો છે. એ નામો હું બે વિભાગમાં વિભક્ત કરી રજૂ કરું છું : (૧) ૧. ધ્યાન. ૨. શૂન્ય. ૩. કલા. ૪. જ્યોતિષ. ૫. બિન્દુ, ૬. નાદ. ૭. તારા. ૮. લય. ૯. લવ. ૧૦. માત્રા. ૧૧. પદ. ૧૨. સિદ્ધિ. (૨) આ બારે શબ્દોની આગળ “પરમ' શબ્દ જોડતાં ઉદ્ભવતાં નામો. જેમકે પરમધ્યાન, પરમશૂન્ય ઇત્યાદિ. આમ એકંદરે જે ૨૪ નામો છે તેના સમર્થનાર્થે એક પાઈય પદ્ય અવતરણરૂપે અપાયું છે. ત્યાર બાદ ધ્યાનમાર્ગના ઉપર્યુક્ત ચોવીસે પ્રકારોનું સ્પષ્ટીકરણ કરાયું છે. જેમકે “ધ્યાન” એટલે ચિન્તા અને ભાવનાપૂર્વકનો સ્થિર અધ્યવસાય. ઉપર્યુક્ત પ્રથમ વિભાગગત પહેલા અગિયાર પ્રકારો પૈકી પ્રત્યેકના દ્રવ્યથી અને ભાવથી એમ બબ્બે ઉપપ્રકારો આ કૃતિમાં દર્શાવાયા છે. તેમ કરતી વેળા દ્રવ્ય-શૂન્યના ક્ષિપ્ત ચિત્ત ઇત્યાદિ બાર ભેદો એક પાઇય ગાથા દ્વારા નિર્દેશાયા છે. ભાવકલાને અંગે આચાર્ય પુષ્પભૂતિ અને પુષ્પ (ધ્ય) મિત્રનો ઉલ્લેખ કરાયો છે. એવી રીતે પરમબિન્દુના સ્પષ્ટીકરણમાં ૧૧ ગુણશ્રેણીઓનાં નામો અપાયાં છે. સાથે સાથે ગુણશ્રેણિ એટલે જે કર્મના દલિકો (દળિયાઓ)નું લાંબા સમયે વેદન થનારું હોય તેને નીચેની સ્થિતિમાં નાંખી અલ્પ સમયમાં જ તેનું કરાતું વદન એમ એનો અર્થ કરાયો છે. દેવેન્દ્રસૂરિએ સયગ ૧. જુઓ ઠાણ (ઠા. ૪, ઉ. ૧), સમવાય (સ. ૪), વિયાહપષ્ણત્તિ (સ. ૨૫, ઉ. ૭) અને ઉત્તરઝયણ (અ. ૩૦, ગા. ૩૫) તેમ જ આવસ્મયની નિર્જુત્તિ (ગા. ૧૪૬ ૨-૧૪૮૬). ૨. જુઓ આવસ્મય સટીક (ઉત્તરાર્ધનો પૂર્વભાગ, પત્ર ૫૮૨૮-૬૧૧આ) ૩. આ કૃતિ “જૈ. સા. વિ. સં.” તરફથી ઇ.સ. ૧૯૬૦માં પ્રસિદ્ધ કરાઈ છે. એમાં એનો ગુજરાતીમાં અનુવાદ, સાત પરિશિષ્ટો અને શબ્દસૂચી અપાયાં છે. પ્રારંભમાં ‘દેહષટકોણ યત્ર' છે અને અંતમાં બે યત્રચિત્રો છે. પ્રથમ યત્નચિત્રમાં ૨૪ તીર્થકરોની માતાઓને પોતપોતાના તીર્થકરરૂપ શિશુને અવલોકવામાં વ્યગ્ર બનેલી આલેખી છે જ્યારે બીજા યત્નચિત્રમાં “પરમમાત્રા” નામના ધ્યાનને વિષે ૨૪ વલયોથી પોતાનો આત્મા આવૃત છે એવો ભાવ દર્શાવાયો છે. આ જ કૃતિને અનુવાદાદિ સહિત ઈ.સ. ૧૯૬૧માં પ્રકાશિત નમસ્કારસ્વાધ્યાય (પ્રાકૃત વિભાગ)નાં પૃ. ૨૨૫-૨૬૦માં સ્થાન અપાયું છે. ઉપર્યુક્ત બીજું યત્રચિત્ર અહીં પણ અપાયું છે. [આ. કલાપૂર્ણસૂરિ મ.ના વિવેચન સાથે હિન્દીમાં “ચિન્તામણિ પાર્શ્વનાથ.” હરિદ્વારથી પ્રસિદ્ધ છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy