SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ ભાવના કિંવા અનુપ્રેક્ષા ભાવના એ યોગમાર્ગની એક ભૂમિકા છે (જુઓ પૃ. ૧૩૮) એને ‘અનુપ્રેક્ષા' પણ કહે છે. P ૧૮૪ ઠાણ (ઠા. ૪, ઉ. ૧, સુત્ત ૨૪૭)માં “અણુપેહા' (સં. “અનુપ્રેક્ષા') શબ્દ વપરાયો છે. વિશેષમાં અહીં ધર્મ-ધ્યાન તેમ જ શુકુલ-ધ્યાનની ચાર ચાર અનુપ્રેક્ષાઓ ગણાવાઈ છે. “અનુપ્રેક્ષા એ શબ્દ ત. સૂ. (અ. ૯, સૂ. ૭)માં વપરાયો છે. એટલું જ નહિ પણ એમાં નીચે મુજબની બાર અનુપ્રેક્ષાઓ યાને ભાવનાઓનો નિર્દેશ છે" : (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિત્વ, (૭) આસવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોક, (૧૧) બોધિદુર્લભ અને (૧૨) ધર્મસ્યાખ્યાતત્વ. પ્રશમરતિ (શ્લો. ૧૪૯-૧૫૦)માં પણ આ ભાવનાઓનો ઉલ્લેખ છે અને શ્લો. ૧૫૧-૧૬રમાં એનું સ્પષ્ટીકરણ છે. હૈમ યોગશાસ્ત્ર (પ્ર. ૯, શ્લો. ૫૫-૧૧૦) તેમ જ એની સ્વોપજ્ઞ વૃત્તિ, માલધારી હેમચન્દ્રસૂરિકૃત ભવભાવણાની સ્વોપજ્ઞ સંસ્કૃત વૃત્તિ, શાન્તસુધારસ, શુભચન્દ્રકૃત જ્ઞાનાર્ણવ, યશસ્તિલકચંપૂ (આશ્વાસ ૨, શ્લો. ૧૦૫-૧૫૦) ઇત્યાદિમાં આ વિષય સંસ્કૃતમાં આલેખાયો છે. મરણવિહિ (ગા. પ૭૦-૬૩૭)માં આ વિષય પાઇયમાં રજૂ થયો છે. આ બાર અનુપ્રેક્ષાને લગતી સૌથી પ્રાચીન સ્વતંત્ર કૃતિ તે બારસાણુવેકખા છે. એના કર્તા દિ. P ૧૮૫ કાર્તિકેયે એ જઈણ સોરસણીમાં ૯૧ ગાથામાં રચી છે. એવી રીતે સંસ્કૃત કેટલીક કૃતિઓ છે તે આપણે અહીં વિચારીશું. - દ્વાદશભાવના– વિનયવિજયગણિના નામ ઉપર આ કૃતિ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૮૪)માં નોંધાયેલી છે. એ શાન્ત સુધારસ જ હશે એમ લાગે છે. આ નામની કોઈ અજ્ઞાતકર્તક કૃતિ પણ છે. દ્વાદશાનુપ્રેક્ષા- આ નામની ત્રણ કૃતિઓ છે. એકના કર્તા સોમદેવ છે, બીજાના કલ્યાણકીર્તિ છે અને ત્રીજીના કર્તાનું નામ જાણવામાં નથી. ત્રીજી કૃતિ તો સંસ્કૃતમાં જ છે પણ બીજી બે પણ શું સંસ્કૃતમાં છે ? શાન્ત સુધારસ (વિ. સં. ૧૭૨૩)- આના કર્તા ચન્દ્રપ્રભા, લોકપ્રકાશ વગેરે ગ્રંથોના પ્રણેતા ૧. ત. સૂ. ના સ્વોપજ્ઞ ભાષ્ય (ભાગ ૨, પૃ. ૨૨૯-૨૨૩)માં આનું વિવરણ છે. ૨. દિ. વટ્ટકેરકૃત મૂલાયાર (અ. ૮), યાપનીય શિવાર્યકૃત ભગવઇ-આરાહણાની લગભગ ૧૫૦ ગાથાઓ તેમ જ દિ. કનકામરે રચેલ કરકંડુચરિય (IX, 6-7)માં બાર અનુપ્રેક્ષાની હકીકત છે. ૩. આ કૃતિ ગંભીરવિજયગણિની ટીકા સહિત “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ.સં., ૧૯૬૯માં છપાવાઈ હતી. પુિનર્મુદ્રણ જિ.આ.ટ્ર. દ્વારા થયું છે.] ત્યાર બાદ કેવળ મૂળ કૃતિ “શ્રીશ્રુતજ્ઞાન અમીધારામાં પૃ. ૧-૨૪માં ઈ.સ. ૧૯૩૬માં પ્રકાશિત થયેલી છે. વળી આ મૂળ કૃતિ સ્વ. મોતીચંદ ગિ. કાપડીઆના ગુજરાતી અનુવાદ અને વિવેચન સહિત બે ભાગમાં પ્રસિદ્ધ કરાઈ છે. એની પહેલા ભાગની પહેલી આવૃત્તિ ઇ.સ. ૧૯૩૬માં અને બીજી આવૃત્તિ ઇ.સ. ૧૯૩૯માં છપાઈ છે જ્યારે બીજાભાગની પહેલી આવૃત્તિ ઈ.સ. ૧૩૩૯માં છપાઈ છે. અને બીજી આવૃત્તિ ત્યારબાદ છપાઈ છે. બીજા ભાગમાં વિનયવિજયગણિનો વિસ્તૃત પરિચય અપાયો છે. [મુનિ ધુરંધરવિજયકૃત સમશ્લોકી અનુવાદ પ્રસિદ્ધ થયો છે. પ્રાપ્તિ “ૐકારસૂરિજ્ઞાનમંદિર સૂરત.” આ. ભદગુપ્તસૂરિકૃત વિવેચન સાથએ ૩ ભાગમાં વિશ્વકલ્યાણ પ્ર. દ્વારા પ્રસિદ્ધ છે.] ૪. આનો પરિચય મેં વિનયસૌરભમાં આપ્યો છે. એના પૃષ્ઠકોની નોંધ મેં એ પુસ્તકના પૃ. ૧૧૩માં લીધી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy