SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ P ૧૮૦ P ૧૮૧ "જ્ઞાનમંજરી – “ખરતર ગચ્છના દીપચન્દ્રના શિષ્ય દેવચ જ્ઞાનસાર ઉપર જ્ઞાનમંજરી નામની ટીકા સંસ્કૃતમાં વિ. સં. ૧૭૯૬માં રચી છે. ટીકા- આ સંસ્કૃત ટીકાના કર્તા વૃદ્ધિવિજયગણિના શિષ્ય ગંભીરવિજયગણિ છે. એમણે આ ટીકા વિ. સં. ૧૯૫૪માં રચી છે. આ પ્રમાણેની સંસ્કૃત ટીકાઓ ઉપરાંત એક અજ્ઞાતકર્તૃક સંસ્કૃત ટીકા પણ છે. ગુજરાતી વિવેચન- જ્ઞાનસાર ઉપર વિવેચન છે. અધ્યાત્મકમલમાર્તણ્ડ (વિક્રમની ૧૭મી સદી)- આ દિ. રાજમલે રચેલી કૃતિ છે. એમણે આ ઉપરાંત નીચે મુજબના ત્રણ ગ્રન્થો રચ્યાં છે : (૧) જંબૂસ્વામિચરિત– વિ. સં. ૧૬૩૨માં ૧૩ પર્વણમાં રચાયેલું છે. (૨) લાટીસંહિતા- આ વિ.સં. ૧૬૪૧ની રચના છે. (૩) પંચાધ્યાયી– એના પ્રણેતાએ આને “ગ્રન્થરાજ કહેલ છે. એમાં બે જ પ્રકરણ છે : (૧) ૭૭૦ શ્લોકવાળું દ્રવ્ય-સામાન્ય-નિરૂપણ અને (૨) દ્રવ્ય-વિશેષ-નિરૂપણ. દ્વિતીય પ્રકરણ અપૂર્ણ છે. પ્રસ્તુત કૃતિ ચાર પરિચ્છેદોમાં વિભક્ત છે. એની પદ્યસંખ્યા અનુક્રમે ૧૪, ૨૫, ૪૨ અને ૨૦ છે. આમ એકંદર ૧૦૧ પદ્યો છે જ્યારે એનું પરિમાણ લગભગ ૨૦૦ શ્લોક જેવડું છે. વિષય- પ્રથમ પરિચ્છેદમાં મોક્ષ અને મોક્ષના માર્ગ વિષે, દ્વિતીયમાં દ્રવ્ય-સામાન્ય લક્ષણ વિષે, તૃતીયમાં દ્રવ્ય-વિશેષ વિષે અને ચતુર્થમાં જીવાદિ સાત તત્ત્વો અને નવ પદાર્થો વિષે નિરૂપણ છે. માતૃકાપ્રાસાદ (વિ. સં. ૧૭૪૭)- આ ગ્રંથ વાચક મેઘવિજયે વિ.સં. ૧૭૪૭માં રચેલો છે. એ તેમ જ અહગીતા અને બ્રહ્મબોધ એ કેટલાકને મતે અધ્યાત્મવિષયક કૃતિઓ છે. માતૃકાપ્રસાદમાં ૐ નમ: સિદ્ધ” વર્ણામ્નાય પર વિવરણ છે. “અહગીતામાં ૩૬ અધ્યાય છે. ૧. આ જૈ. આ. સ. થી પ્રકાશિત છે. [આનું સંશોધન સા. દિવ્યગુણાથીશ્રી કરે છે.] ૨. આ ટીકાનો પં. ભગવાનદાસ હરખચંદે અનુવાદ કર્યો છે. ૩. આ જૈ. ધ. પ્ર. તરફથી પ્રકાશિત છે. ૪. “રા.શૈ. શા.માં વિવેચન છપાવાયું છે. ૫. આ કૃતિ “મા. દિ. ગ્રં.”માં વિ.સં. ૧૯૯૩માં નિમ્નલિખિત નામથી પ્રકાશિત પુસ્તકના અંતમાં પૃ. ૨૪૧૨૬૩માં અપાઇ છે :- “ગઝૂસ્વામિત્વરિતમ, અધ્યાત્મમનમાર્ત શ” [“વીરસેવામંદિરથી પણ પ્રસિદ્ધ છે.”] પ્રસ્તુત કૃતિનાં અંતમાં એક હાથપોથીમાં જે પાંચ પાઠય પદ્યો અને ચાર સંસ્કૃત પદ્યો અધિક છે તે પણ અહીં અપાયાં છે. ૬, આ કૃતિને લગતી કેટલીક વિગતો માટે જુઓ પૃ. 92. ૭. આ કૃતિ “મહાવીર-ગ્રંથ-માળા”માં વિ.સં. ૧૯૯૩માં પ્રકાશિત કરાઇ છે. ૮. આને તત્ત્વગીતા પણ કહે છે. ૯. સ્વ. બુદ્ધિસાગરસૂરિજીએ પ્રેમગીતા રચી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy