________________
પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : [પ્ર. આ. ૧૭૬-૧૭૯]
જ્ઞાનસાર
- ૧૭૯
(૨૧) કર્મવિપાકચિન્તન, (૨૨) ભવોગ, (૨૩) લોકસંજ્ઞા, (૨૪) શાસ્ત્ર, (૨૫) પરિગ્રહ, (૨૬) અનુભવ, (૨૭) યોગ, (૨૮) નિયાગ, (૨૯) ભાવપૂજા, (૩૦) ધ્યાન, (૩૧) તપસ્ અને (૩૨) સર્વનયાશ્રયણ.
આ ૩૨ અષ્ટકમાં આઠ આઠ પદ્યો બાદ ઉપસંહારરૂપે ૧૭ શ્લોકો છે. તેમાંના શરૂઆતનાં ચાર શ્લોકો ઉપર્યુક્ત ૩૨ અષ્ટકોનાં નામ પૂરાં પાડે છે. ગ્લો. ૫-૮માં “જ્ઞાનસાર' એવું નામ નજરે પડે છે. શ્લો. ૧૩માં દીપોત્સવના પર્વમાં અર્થાત્ દિવાળીને દિવસે સિદ્ધપુરમાં આ જ્ઞાનસાર પૂર્ણ કર્યાનો ઉલ્લેખ છે પરંતુ રચનાવર્ષનો ઉલ્લેખ નથી. અંતિમ શ્લોક ગ્રંથકારના પરિચયરૂપ છે.
સંતુલન- ત્યાગાષ્ટક અને પરિગ્રહાષ્ટક એ પવયણસારમાંના ‘ચારિત્ર' અધિકારનું, વિવેકાષ્ટક સમયસારનું, વિદ્યાષ્ટક એ પાતંજલ યોગદર્શનગત “અવિદ્યા” અધિકારનું તેમ જ યોગાષ્ટક હારિભદ્રીય જોગવીસિયાનું અને તપોષ્ટક હારિભદ્રીય તપોષ્ટકનું તથા શાસ્ત્રાષ્ટક યોગબિન્દુ (શ્લો. ૨૨૧-૨૩૦)ગત શાસ્ત્રના મહિમાનું સ્મરણ કરાવે છે.
જ્ઞાનસારમાંના કેટલાંક પદ્યો અધ્યાત્મોપનિષદ્રના પ્રથમ ત્રણ અધિકારમાં મોટે ભાગે અક્ષરશઃ અને કોઈ કોઈ વાર કંઈક પાઠભેદ-પૂર્વક નજરે પડે છે. આ વાત હું કોષ્ટક દ્વારા વિસ્તારથી રજૂ કરું છું
અધ્યાત્મોપનિષદ્ મગ્ન ગ્લો. ૫-૬
અધિ. ૨, શ્લો. ૧૪ અને ૧૩ જ્ઞાન ગ્લો. ૪
અધિ. ૧, શ્લો. ૭૪ ક્રિયા શ્લો. ૨-૭ અધિ. ૩, શ્લો. ૧૩-૧૮ નિર્લેપ શ્લો. ૧-૫ અધિ. ૨, શ્લો. ૧૨ (ઉત્તરાર્ધ) નિઃસ્પૃહ શ્લો. (ઉત્તરાર્ધ) વિવેક શ્લો. ૪ અધિ. ૨, શ્લો. ૩૦ (પા.) શાસ્ત્ર શ્લો. ૩, ૪, ૬ અધિ. ૧, શ્લો. ૧૨, ૧૪, ૧૧ અનુભવ શ્લો. ૩. અધિ. ૨, શ્લો. ૨૧ (પા.) અનુભવ શ્લો. ૪ અધિ. ૧, ગ્લો. ૮
અનુભવ શ્લો. ૫-૮ અધિ. ૨, શ્લો. ૨૨, ૨૩ (પા.) ૨૪, ૨૫. સુગમતા- જ્ઞાનસાર એ અધ્યાત્મસાર અને અધ્યાત્મોપનિષદ્ કરતાં સુગમ છે.
જ્ઞાનસાર એ નિશ્ચય-નયને પ્રાધાન્ય આપીને રચાયેલી કૃતિ છે. એ મુમુક્ષુ જનોને ચિન્તન માટે ખાસ ઉપયોગી છે અને જ્ઞાનની અભિરુચિ કેળવવામાં સહાયક છે.
સ્વપજ્ઞ બાલાવબોધ– જ્ઞાનસાર ઉપરનો ન્યાયાચાર્યે રચેલો આ બાલાવબોધ ગુજરાતીમાં છે.
સ્વોપજ્ઞ ટીકા– જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૪૯)માં ન્યાયાચાર્યે જાતે દીપિકા નામની ૩૮૦૦ શ્લોક જેવડી સ્વોપજ્ઞ ટીકા રચ્યાનો ઉલ્લેખ છે. આ ઉપર્યુક્ત ગુજરાતી બાલાવબોધ તો નથી એવી શંકા રહે છે. ૧. આ “જૈન પ્રાચ્યભવનથી” છપાયેલો છે. જુઓ પૃ. ૧૭૭, ટિ. ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org