SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ યોગ અને ધ્યાન એ બે અધિકારમાં ભગવદ્ગીતા અને પાતંજલ યોગશાસ્ત્રનો મુખ્યપણે ઉપયોગ કરી અનેક જૈન પ્રક્રિયા-પ્રસિદ્ધ ધ્યાનના વિષયનો આ બે અજૈન ગ્રંથોની સાથે સમન્વય સધાયો છે. અનુભવ-અધિકાર (શ્લો. ૩૧-૩૨)માં એમણે જિનપ્રવચન ઉપરની પોતાની ભક્તિ પ્રદર્શીત કરી | P ૧૭૩ છે. અહીં એમણે આ ભક્તિ ચાર કાર્ય દ્વારા સૂચવી છે : ૯૧) વિધિનું કથન, (૨) વિધિ ઉપરની પ્રીતિ, (૩) વિધિની અભિલાષીને વિધિમાર્ગમાં પ્રવર્તન કરાવવું અને (૪) અવિધિનો નિષેધ. આ ભક્તિ તેમજ એમનો દર્શનપક્ષ એમને અન્ય સંપ્રદાયોના દિંગબરો જેવા સ્વસમયનાં પણ મંતવ્યોનું ખંડન કરવામાં તેમ જ સાંખ્ય, પાતંજલ વગેરે દર્શનોનો સમન્વય સાધવામાં કામે લાગ્યો છે. આ કાર્ય એમણે એક અપૂર્વ તાર્કિકને છાજે તેમ કર્યું છે. અનુભવ-અધિકાર (ગ્લો. ૧૮ અને ૨૬) જોતાં એમણે સાક્ષાત્ અનુભવ થયો હોય એમ જણાય છે. આ અધિકારના શ્લો. ૨૯ દ્વારા એમણે કહ્યું છે કે પૂર્ણ આચાર પાળવામાં અસમર્થ એવા અમે ઇચ્છાયોગનો આશ્રય લઈ મુનિવરોની ભક્તિ વડે તેમના પદવી-માર્ગને અનુસરીએ છીએ. અધ્યાત્મસારની રચના કરવામાં શાસ્ત્ર અને સંપ્રદાય ઉપરાંત પોતાના અનુભવજ્ઞાનનો પણ ઉપયોગ યશોવિજયગણિએ કર્યો છે. ‘અધ્યાત્મસ્વરૂપ' નામના બીજા અધિકાર (શ્લો. ૧૬) માં તાંબુ રસના અનુવેધથી સોનું થાય છે એ વાત અને એના શ્લો. ૨૫માં મંડૂકચૂર્ણની વાત છે. ગ્લો.૩૪માં કહ્યું છે કે મહામણિ ‘ત્રાસ' નામના દોષે કરીને દૂષિત ગણાય છે. દ્વિતીય પ્રબંધ (શ્લો. ૧૨)માં વીતરાગસ્તવનો “સ્તવતરીકે ઉલ્લેખ છે. એનો ૧૩મા શ્લોક આ સ્તવમાંથી અહીં અપાયો છે. શ્લો. ૧૬-૧૯ યોગદૃષ્ટિસમુચ્ચયના શ્લો. ૧૬૩-૧૬૬ છે. ગ્લો. ૩૪માં કોઇ અજૈન દર્શનગત ‘યોગમાયા'નો ઉલ્લેખ છે. પ્ર. ૨, શ્લો. ૪૬માં સંસારમોચકનો, પ્ર. ૩, શ્લો. ૩૪માં “કંઠસ્થP ૧૭૪ સ્વર્ણ ન્યાયનો અને ગ્લો. ૩૭માં વાસીચંદનનો, પ્ર. ૩, શ્લો. ૫૭ (અનુષ્ઠાન-અધિકાર, શ્લો. ૧)માં ‘કતકક્ષોદીનો, પ્ર. ૩, શ્લો. ૭૪માં “ધર્મયૌવનકાલ'નો અને પ્ર. ૩, શ્લો. ૯૪માં યોગવિંશિકાનો ઉલ્લેખ છે. ટીકા- અધ્યાત્મસાર ઉપર ગંભીરવિજયગણિએ વિ.સં. ૧૯૫૨માં સંસ્કૃતમાં ટીકા રચી છે. વીરવિજયનો ટબ્બો- આ ટબ્બામાં કેટલીક સ્કૂલના જણાય છે. અધ્યાત્મોપનિષ (વિ.સં. ૧૭૪૩)- આ પદ્યાત્મક કૃતિ ચાર અધિકારમાં વિભક્ત છે. એમાં ૧. “ધ્યાન' નામના અધિકારમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત ઝાણસયગ (સં. ધ્યાનશતક)નો સમાવેશ કરાયો છે અને આત્માની સિદ્ધિનું નિરૂપણ કરતી વેળા આ ક્ષમાશ્રમણકૃત વિસસા.ગત પ્રથમ ગણધરવાદની યુક્તિઓ અપનાવાઇ છે. ૨. “જૈ. ધ. પ્ર. સ. તરફથી વિ.સં. ૧૯૬૫માં આ ગ્રંથ છપાવાયો છે. વિશેષમાં આ ગ્રંથ “શ્રીશ્રતજ્ઞાન અમીધારા અથવા શ્રીશાન્તસધારસાદિ-ગ્રન્થસન્દ્રોહ”માં પ્ર. ૪૭-૫દમાં ઇ.સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ થયો છે. [આ ગ્રંથ મરિ યશોવિજયના વિવેચન સાથે દિવ્યદર્શનદ્વારા, ૫. પ્રવીણભાઇ મુતાના વિવેચન સાથે ગીતાર્થગંગા દ્વારા અને આ. કીર્તિસેનસૂરિના અનુવાદ સાથે હર્ષપુખામૃત.ગ્રં. દ્વારા આ. ભદ્રકરસૂરિકૃત ટીકા સાથે મદ્રાસથી પ્રસિદ્ધ છે.] ૩. આને લગતી કેટલીક માહિતી મેં યશોદોહનના ઉપોદઘાત (પૃ. ૧૦, ૩૬, ૩૯, ૫૪ અને ૬૨)માં તેમ જ મૂળ (પૃ. ૧૨૩, ૧૩૧, ૧૬૨, ૨૭૫ અને ૨૭૮-૨૮૧)માં આપી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy