SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : પ્રિ. આ. ૧૬૯-૧૭૨] રહેતો નથી." બાકી રહેલી બે કૃતિઓ નામે અધ્યાત્મસાર અને અધ્યાત્મોપનિષદ્ વિષે હવે હું થોડુંક ? ૧૭૧ કહીશ. અધ્યાત્મસાર-પ્રકરણ (ઉ. વિ. સં. ૧૭૪૩)–અધ્યાત્મસાર તરીકે ઓળખાવાતું આ પ્રકરણ ૯૪૯ પદ્યમાં રચાયેલું છે. તે ૭ પ્રબંધોમાં વિભક્ત છે. એમાં ૪, ૩, ૪, ૩, ૩, ૨ ને ૨ એમ અનુક્રમે એકવીસ અધિકારો છે. આનો વિષય નીચે મુજબ છે. : અધ્યાત્મશાસ્ત્રનું માહાત્મ (શ્લો. ૨૪), અધ્યાત્મનું સ્વરૂપ (૨૯), દંભનો ત્યાગ (૨૨), ૨ ૧૭૨ “ભવના સ્વરૂપનો વિચાર (૨૭), વૈરાગ્યનો સંભવ (૩૬), વૈરાગ્યના ભેદ (૪૪), વૈરાગ્યનો વિષય (૨૬), મમતાનો ત્યાગ (૨૭), સમતા (૨૯), સદનુષ્ઠાન (૩૯), મનની શુદ્ધિ (૨૨), સમ્યકત્વ (૫૮), મિથ્યાત્વનો ત્યાગ (૮૯), અસહ્વાહનો (કદાગ્રહનો) ત્યાગ (૨૨), યોગ (૮૩), ધ્યાન (૮૬), સ્તુતિ (૧૪), આત્માનો નિશ્ચય (૧૯૫), જિનમતની સ્તુતિ (૧૫), અનુભવ (૪૫) અને સર્જનની સ્તુતિ (૧૬). ૧. સમાધિ-શતક અને સમતા-શતક એ બે કૃતિઓ અધ્યાત્મને લગતી છે ખરી પણ એ ગુજરાતીમાં છે એટલે એ પણ અહીં જતી કરાય છે. ૨. “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ.સં. ૧૯૬૫માં “ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજીકૃત ગ્રંથમાલા”માં આ કૃતિ પ્રસિદ્ધ થયેલી છે. એ પૂર્વે ભીમસી માણેક તરફથી ઈ.સ. ૧૯૦૩માં પ્રકાશિત થયેલા પ્રકરણરત્નાકર (ભા. ૧, પૃ. ૪૧૫-૫૫૭)માં આ મૂળ કૃતિ વીરવિજયના ટબ્બા સહિત છપાયેલી છે. “અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ'' તરફથી પણ મૂળ આ ટબ્બા સહિત વિ. સં. ૧૯૯૪માં છપાવાયું છે. જૈનશાસ્ત્રકથાસંગ્રહની ઇ.સ. ૧૮૮૪માં બહાર પડેલી બીજી આવૃત્તિમાં મૂળ છે. નરોત્તમ ભાણજીએ ગંભીરવિજયજીએ વિ.સં. ૧૯૫૨માં આ મૂળ ઉપર રચેલી સંસ્કૃત ટીકા સહિત મૂળ પ્રકાશિત કર્યું છે. વળી એમણે .સ. ૧૯૧૬માં આ મૂળ તેમ જ આ ટીકા મૂળના ગુજરાતી અનુવાદ સહિત છપાવેલ છે. આ મૂળ કૃતિની એક હાથપોથી “ભા. પ્રા. સં. માં.”માં છે. આ તેમ જ અન્ય હાથપોથીઓ વિષે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૬૧)માં નોંધ છે. પિં. ચન્દ્રશેખરવિ.ના વિવેચન સાથે “કમલપ્રકાશન” અમદાવાદથી પ્રસિદ્ધ છે. આ. પદ્મચન્દ્રસૂરિના હિંદી અનુવાદ સાથે “નિગ્રંથ પ્ર.” હસ્તિનાપુરથી પ્રસિદ્ધ છે. સટીક અધ્યાત્માસાર પુનર્મુદ્રણ “જિ. આ. ટ્ર.” દ્વારા થયું છે. આ.ભદ્રકરસૂરિરચિત ભુવનતિલકાટીકા સાથે “ભુવનતિ. ગ્રં.” છાણીથી પ્રસિદ્ધ છે. ન્યાયાચાર્ય સ્વહસ્તે લખેલ “અધ્યાત્મસાર'ની ફોટોકોપીઓ શ્રમણસંમેલનની સ્મૃતિ તરીકે આ. શીલચન્દ્રસૂરિ મ.ના પ્રયાસથી પ્રસિદ્ધ છે.] ૩. અધ્યાત્મસાર અંગે કેટલીક બાબતો મેં યશોદોહન ઉપોદ્ઘાતનાં (પૃ. ૩૬, ૩૭, ૩૯, ૫૪, ૫૯ અને ૬૫માં) તેમજ મૂળનાં (પૃ. ૨૩, ૧૨૩, ૧૩૨, ૧૩૩, ૧૫૯, ૨૭૫ અને ૨૮૮)માં આપી છે. ૪. દંભના ત્યાગરૂપ શુદ્ધિ એ અધ્યાત્મની જન્મભૂમિ છે. ૫. સંસારને સમુદ્ર, અગ્નિ, કસાઇખાનું, નિશાચર, અટવી, કારાગૃહ, સ્મશાન, વિષવૃક્ષ, ગ્રીષ્મઋતુ અને મોહરાજાની રણભૂમિ એમ વિવિધ ઉપમાઓ પરિપૂર્ણરૂપે અપાઇ છે. ૬. આનું ત્રીજું પદ્ય “મા નિશા સર્વભૂતાનાંથી શરૂ થતા પદ્યની છાયારૂપ છે. આ અધિકારમાં સમયસારનો સમાવેશ કરાયો છે. ૭. સમ્મઈપયરણનો આના ઉપર પ્રભાવ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy