SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ P ૧૬૯ P ૧૭૦ (૩) ઉપાધ્યાય વિદ્યાસાગરકૃત ટીકા. “લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર” (પૃ. ૪)માં અધ્યાત્મકલ્પદ્રુમ ઉપર એક ટિપ્પણ હોવાનો ઉલ્લેખ છે પણ આ કઈ ભાષામાં છે તે જાણવું બાકી રહે છે. બાલાવબોધ– રત્નચન્દ્રમણિકૃત અધ્યાત્મકલ્પલતાના આધારે હંસરત્ન આ ગુજરાતીમાં બાલાવબોધ રચ્યો છે. જીવવિજયે પણ વિ.સં. ૧૭૯૦માં ગુજરાતીમાં બાલાવબોધ રચ્યો છે. અધ્યાત્મકમલમાર્તડ- ચાર વિભાગોમાં વિભક્ત અને લગભગ બસો શ્લોક જેવડી આ કૃતિ દિ. રાજમલ્લ કવિએ રચી છે. “અધ્યાત્મરંગિણી– આના કર્તા દિ. સોમદેવ છે. વિવરણો– દિ. સર્વનન્દિના શિષ્ય ધર્મસૂરિએ આના ઉપર એક ટીકા ગુજરાતીમાં વપલ્લીમાં રચી છે. શુભચન્દ્ર પણ એક ટીકા રચી છે. કોઈકે ટિપ્પણ રચ્યું છે. [ગણધરકીર્તિ ટીકા અને પનાલાલના હિન્દી સાથે છપાયું છે.] અધ્યાત્મપદ્ધતિ ક્વિા યોગસંગ્રહસારપ્રક્રિયા- આના કર્તા નદિગુરુ છે. પત્તન સૂચી (પૃ. પ૬)માં આમાંથી અવતરણો અપાયાં છે. અધ્યાત્માષ્ટક–આ દિ. વાદિરાજની કૃતિ છે. એ અધ્યાત્મતરંગિણીની સાથે સાથે પ્રસિદ્ધ કરાઈ છે. ન્યાયાચાર્યની અધ્યાત્મવિષયક કૃતિઓ ન્યાયાચાર્ય. યશોવિજયગણિએ અધ્યાત્મને અંગે “અધ્યાત્મ' શબ્દથી શરૂ થતી વિવિધ કૃતિઓ રચી છે. જેમકે અધ્યાત્મબિન્દુ, અધ્યાત્મમત પરીક્ષા, અધ્યાત્મસાર, અધ્યાત્મોપદેશ અને અધ્યાત્મોપનિષદ્ આ પૈકી અધ્યાત્મ-બિન્દુ અને અધ્યાત્મોપદેશ એ બે કૃતિઓ હજી સુધી તો મળી આવી નથી. અધ્યાત્મમતપરીક્ષા એ તો પાઇયમાં છે. આથી આ ત્રણનો તો અહીં વિચાર કરવાનો ૧. આ ટીકા કોઈ સ્થળેથી છપાઇ હોય એમ જાણવામાં નથી. ૨. આ પ્રકરણરત્નાકરમાં પ્રકાશિત છે. ૩. જુઓ D G C M (Vol. XVIII, PtT, PP 151-154.) આની એક હાથપોથી વિ.સં. ૧૭૭૦માં લખાયેલી મળે છે. ૪. આ કૃતિ “મા. દિ. ગ્રં.”ના ગ્રંથાંક ૩૫માં પૃ. ૨૪૧-૩૬૨માં વિ.સં. ૧૯૯૩માં છપાયેલી છે. [“વીરસેવામંદિર” સરસાનાથી ૧૯૪૪માં પ્રસિદ્ધ.] ૫. આ કૃતિ “મા. દિ. ગ્રં.”માં ગ્રંથાંક ૧૩ તરીકે વિ.સં. ૧૯૭૫માં પ્રસિદ્ધ થયેલી છે. ૬. ન્યાયાચાર્ય જે અજઝપ્પમયપરિકખા રચી છે તેનું સંસ્કૃત નામ અધ્યાત્મમત પરીક્ષા છે. એ દ્વારા એમણે દિગંબરોનાં મંતવ્યોનું નિરસન કર્યું છે. આ કૃતિ ઉપર એમણે જાતે પોતે સંસ્કૃતમાં વિવરણ રચ્યું છે. મૂળ કૃતિ આ વિવરણ સહિત “દે. લા. જૈ. પુ. સંસ્થા તરફથી ઈ.સ. ૧૯૧૧માં પ્રકાશિત થયેલી છે. એમાં જ. મ. માં રચાયેલાં પદ્યોની જે છાયા છે તે કર્તાની પોતાની હશે. વિશેષમાં અંતમાં મૂળ કૃતિ અપાઈ છે. [આ કૃતિ આ. અભયશેખરસૂરિના વિવેચન સાથે દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા અને ૫ પ્રવીણભાઈ મુતાના વિવેચન સાથે ગીતાર્થ ગંગા અમદાવાદથી પ્રગટ થઈ છે.] આધ્યાત્મિક-મત-ખંડન અને આધ્યાત્મિક-મત-દલન તરીકે ઓળખાવાતી કૃતિ આ જાતની છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy