SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ P ૧૬૭ અધ્યાત્મ-રહસ્ય (લ. વિ. સં. ૧૨૮૦)– દિ. આશાધરે પોતાના પિતાની ઇચ્છાને માન આપી આ યોગનો ગ્રંથ રચ્યો હતો પણ હજી સુધી તો એ અપ્રાપ્ય છે. આ પ્રકાશિત છે જુઓ પૃ. 38.] અધ્યાત્મકલ્પદ્રુમ (લ. વિ. સં. ૧૪૭)- આના કર્તા ‘સહસ્રાવધાની’ મુનિસુન્દરસૂરિ છે. એમણે ‘શાંત' રસની ભાવનાથી રંગાયેલી અને ભવ્ય-મુમુક્ષુ જનોને રંગતી આ કૃતિ પદ્યમાં રચી છે. આ એકંદર સોળ અધિકારોમાં વિભક્ત છે. (૧) સમતા, (૨) સ્ત્રી મમત્વમોચન, (૩) અપત્યમમ., (૪) ધનમમ., (૫) દહેમમ. (૬) વિષયક માદયાગ, (૭) કષાય-ત્યાગ, (૮) શાસ્ત્રાભ્યાસ, (૯) મનોનિગ્રહ, (૧૦) વૈરાગ્યોપદેશ, R ૧૬૮ (૧૧) ધર્મશુદ્ધિ, (૧૨) ગુરુશુદ્ધિ, (૧૩) યતિશિક્ષા, (૧૪) મિથ્યાત્વાદિનિરોધ, (૧૫) શુભ વૃત્તિ અને (૧૬) સામ્ય-સવસ્વ. આમ આ અધિકારોનાં ગુણનિષ્પન્ન અને વિષયદ્યોતક નામો છે. પર્વાપર્ય- આ ગ્રંથમાંથી એના પ્રણેતા ‘સહસાવધાની' મુનિસુન્દરસૂરિએ ઉપદેશરનાકરના સ્વપજ્ઞ વિવરણમાં અવતરણો આપ્યાં છે એટલે આ ગ્રંથ એ પૂર્વે રચાયો છે. રત્નચન્દ્રમણિના કથન મુજબ આ જ કર્તાની ગુર્વાવલી પછી આ ગ્રંથ રચાયો છે. અધ્યાત્મકલ્પદ્રુમના ૧૮૧મા પદ્યમાં “અજાગલકર્તરી' ન્યાયનો ઉલ્લેખ છે. આ ગ્રંથ ઉપર સંસ્કૃતમાં ત્રણ ટીકા છે :(૧) ધનવિજયગણિકૃત અધિરોહિણી (૨) રત્નચન્દ્રમણિએ અહીં (સુરતમાં) વિ. સં. ૧૬૭૪માં રચેલી અધ્યાત્મકલ્પલતા" ૧, આ મૂળ કૃતિ “ચારિત્રસંગ્રહ’’માં ઇ.સ. ૧૮૮૪માં છપાઇ છે. “નિર્ણયસાગર મુદ્રણાલય'ના માલિક તરફથી મૂળ ધનવિજયગણિત ટીકાના આધારે તૈયાર કરેલાં ટિપ્પણો તેમ જ જૈન પારિભાષિક શબ્દોની સમજૂતી આપનારાં પરિશિષ્ટો સહિત ઇ.સ. ૧૯૦૬માં છપાયું છે. મનસુખભાઈ ભગુભાઈ અને જમનાભાઈ ભગુભાઇએ આ મૂળ ધનવિજયગણિકૃતઃ ટીકા સહિત વિ. સં. ૧૯૭૧માં પ્રસિદ્ધ કર્યું છે. આ મૂળ ટીકા તેમ જ રત્નચન્દ્રગણિકૃત અધ્યાત્મકલ્પલતા નામની ટીકા, રંગવિલાસકૃત અધ્યાત્મરાસ (અ.ક.નો ચોપાઇમાં અનુવાદ) તેમ જ સ્વ. મો. દ. દેશાઇના વિસ્તૃત ઉપોદ્ધાત સાથે “દે. લા. જૈ. પુ. સંસ્થા” તરફથી ઇ.સ. ૧૯૪૦માં છપાવાયું છે. “જૈ. ધ. પ્ર. સ.” તરફથી સ્વ. મોતીચંદ ગિ. કાપડીઆએ કરેલા અ. ક.ના ગુજરાતી અનુવાદ અને ભાવાર્થ તેમ જ રંગવિલાસકૃત અધ્યાત્મરાસ સહિત મૂળની બીજી આવૃતિ ઇ.સ. ૧૯૧૧માં છપાઇ છે. પ્રકરણરત્નાકરમાં મૂળ કૃતિ હંસરત્નના બાલાવબોધપૂર્વક છપાઇ છે. “જૈનશાસ્ત્રકથાસંગ્રહ”ની બીજી આવૃત્તિમાં મૂળ ઇ.સ. ૧૮૮૪માં છપાયું છે. ૨. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. ૩. આમાં ગુર્નાવલી તે જ ત્રિદશતરંગિણી એમ કહ્યું છે તે સાચું નથી. ૪. એ શાન્તિચન્દ્રમણિના શિષ્ય થાય છે. એમણે અધ્યાત્મકલ્પલતાની પ્રશસ્તિમાં પોતે વિ. સં. ૧૬૭૭માં રચેલી મુમતાહિવિષજાંગુલીમંત્ર નામની કૃતિનો ઉલ્લેખ કર્યો છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૨)માં ઉલ્લેખ છે પણ એની મુદ્રિત પ્રશસ્તિમાં તો આ નામ નથી. આ કૃતિ હાલમાં કોઇ સ્થળેથી પ્રસિદ્ધ થઇ છે અને એના પ્રત્યુત્તરરૂપે મુનિશ્રી હંસસાગરે કુમતાહિવિષજાંગુલીમંત્ર તિમિરતરણિ નામની કૃતિ રચી છે અને એ કૃતિ શ્રી. મોતીચંદ દીપચંદ તરફથી ઠળિયાથી પત્રાકારે વિ.સં. ૨૦૦૯માં પ્રસિદ્ધ થઇ છે. ‘તપા' અને “ખરતર' ગચ્છ વચ્ચે લગભગ ૩૫૦ વર્ષ ઉપર જે કેટલીક ચર્ચાઓ ચાલતી હતી તેને ઉદેશીને આ બે કૃતિઓ રચાઇ છે. ૫. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy