SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ લઘુવૃત્તિનું પરિમાણ છ હજાર શ્લોક જેવડું છે એમ નવમા પદ્યમાં કહ્યું છે. દસમા પદ્યમાં એવો ઉલ્લેખ છે કે આ લઘુ વૃત્તિમાં ઇન્દ્ર, ચન્દ્ર વગેરે વૈયાકરણોએ જે કહ્યું છે તે બધું આમાં છે અને જે અહીં નથી તે અન્યત્ર નથી. આ ડો. જગન્નાથપ્રસાદ દ્વારા ઇ.સ. ૧૯૨૧માં પ્રસિદ્ધ છે. જુઓ પૃ. ૧૪ ટિ. ૨ ૧૬ અ. ૧, પા. ૩ ને અંગેની લઘુવૃત્તિની પુષ્ટિકામાં પ્રસ્તુત શાકટાયનને ‘શ્રુતકેવલિદેશીય’ કહ્યા છે. આ ચિન્તામણિટીકા અને એની ટીકા– ચિન્તામણિ ટીકા એ અમોઘવૃત્તિના સંક્ષેપરૂપ છે. એના કર્તા યક્ષવર્મા છે. એ કોઈ ગૃહસ્થ હશે. આ ચિન્તામણિ-ટીકા ઉપર દિ. આચાર્ય અજિતસેને ‘મણિ’ નામની ટીકા રચી છે. પ્રક્રિયાઓ પ્રક્રિયા–સંગ્રહ–આની શૈલી સિદ્ધાંત–કૌમુદીને મળતી આવે છે. એના કર્તા દિ. અભયચન્દ્ર છે. વિદ્યાર્થીઓ માટે એ યોજાયેલી હોવાથી એમાં શબ્દાનુશાસનનાં તમામ સૂત્રોની વ્યાખ્યા નથી. શાકટાયન—ટીકા—આ પ્રક્રિયાનુસારી ગ્રંથ છે. એના કર્તા ‘વાદિપર્વતવજ્ર' ને નામે ઓળખાતા દિ. ભાવસેન ત્રૈવિદ્ય છે. ૪રૂપસિદ્ધિ-આ લઘુપ્રક્રિયારૂપ છે. એના કર્તા દિ. દયાપાલમુનિ છે. એઓ ‘દ્રવિડ’સંઘના મતિસાગરના શિષ્ય થાય છે. એઓ વિ. સં. ૧૦૫૨ની આસપાસમાં થયા છે. 2 લિંગાનુશાસન—ભાષા શબ્દોની બનેલી છે. એ શબ્દો કયા લિંગના અર્થાત્ કઈ જાતિના ગણવા એ બાબત એને અંગેની પરંપરા ઉપર આધાર રાખે છે. હિંદી જેવી ભાષા પુલ્લિંગ અને સ્ત્રીલિંગ એમ બે જ જાતિમાં સમગ્ર શબ્દોને વિભક્ત કરે છે, જ્યારે ગુજરાતી, અંગ્રેજી વગેરે ભાષાઓ એ બે ઉપરાંત નપુંસક–લિંગ પણ ગણાવે છે. સંસ્કૃત અને પાઇય ભાષાઓમાં પણ આ ત્રણ લિંગ છે. કયો શબ્દ કયા લિંગનો ગણવો એ માટે વ્યાપક સ્વરૂપે સામાન્ય નિયમો ઘડી શકાય તેમ ન હોવાથી સંસ્કૃત શબ્દોનાં લિંગો સૂચવનારી કૃતિની આવશ્યકતા સિદ્ધ થાય છે. વળી આવી કૃતિની યોજના એ વ્યાકરણ સાથે અગત્યનો અને અનિવાર્ય સંબંધ ધરાવનારા અંગની બોધક બને છે. આથી આવી કૃતિઓ પાણિનિના સમયથી તો રચાતી આવી છે. મુખ્ય મુખ્ય વૈયાકરણોની શાખાઓ ગણાય છે. તે તે શાખા વ્યાકરણનાં સૂત્રપાઠ, ગણપાઠ, ઉણાદિસૂત્ર, ધાતુપાઠ, લિંગાનુશાસન એમ પાંચે અંગોને બોધ કરાવનારી સામગ્રી પૂરી પાડે એ સ્વાભાવિક છે, પરંતુ સૂત્રપાઠ રચનાર જ બાકીનાં ચારે અંગો રચે એવો કંઈ નિયમ નથી. તેમ છતાં એ બધાં જો ૧. સમંતભદ્રે આ ટીકાનાં વિષમ પદો ઉપર ટિપ્પણ રચ્યું છે, અને એ ટિપ્પણનો ઉલ્લેખ માધવીય ધાતુવૃત્તિમાં છે. ૨. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૫ ગુસ્ટવ આપર્ટને આ કૃતિ ઈ. સ. ૧૮૯૩માં પ્રસિદ્ધ કરી છે. એમાં એમણે શાકટાયનને ‘પ્રાચીન શાકટાયન' માનવાની ભૂલ કરી છે. [સન્ ૧૯૭૦માં મુંબઇથી જયેષ્ઠારામ મુકુંદજીએ પણ પ્રક્રિયાસંગ્રહ પ્રસિદ્ધ કર્યો છે.] ૩. એમણે વિશ્વતત્ત્વપ્રકાશ રચ્યો છે. ૪. આ પ્રકાશિત છે. ૫. આ અમુદ્રિત હોય એમ જણાય છે. ૬. સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૧૫૯) પ્રમાણે પાણિનિએ પંચાંગ વ્યાકરણ રચ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy