SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ વ્યાકરણમાં “એકશેષ' પ્રકરણ નથી. આમ આ અનેકશેષ છે. એ એની એક રીતે વિશિષ્ટતા ગણાય. અષ્ટા.માં વૈદિક પ્રયોગો પણ સિદ્ધ કરાયા છે એમ એ છાંદસ અને લૌકિક એમ બંને પ્રકારની સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે, જયારે આ તો કેવળ લૌકિકનું છે. તેમ છતાં છાંદસ અધિકારમાં પાણિનિએ સિદ્ધ કરેલા કેટલાક શબ્દોને “લૌકિક' માની અહીં સિદ્ધ કરાયા છે. દ્વિવિધ વાચનાઃ-આ વ્યાકરણના મૂળ સૂત્ર–પાઠના બે પ્રકાર જોવાય છે—બે વાચના મળે છેઃ (૧) જેના ઉપર દિ. આચાર્ય અભયનંદિની મહાવૃત્તિ અને દિ. શ્રુતકીર્તિકૃત પ્રક્રિયા છે તે અને (૨) જેના ઉપર દિ. સોમદેવસૂરિકૃત શબ્દાર્ણવ-ચન્દ્રિકા અને દિ. ગુણનંદિકૃત પ્રક્રિયા છે તે પ્રથમ પ્રકારના સૂત્ર-પાઠમાં લગભગ P ૧૯ 3000 સૂત્રો છે, જ્યારે બીજામાં આશરે ૩૭00 સૂત્રો છે. તેમ છતાં બંનેમાં મોટે ભાગે સૂત્રો સમાન છે, અને મંગળાચરણ પણ એકસરખું જ છે, જો કે કેટલીક સંજ્ઞાઓમાં ભેદ છે. - પ્રથમ પ્રકારનો સૂત્ર-પાઠ પાણિનીય સૂત્ર-પાઠની શૈલીએ રચાયો છે. શાકટાયન-વ્યાકરણની પરિપૂર્ણ સ્વરૂપે રચાયાની પ્રતિષ્ઠા જામતાં આ સૂત્રપાઠ અપૂર્ણ જણાતાં મહાવૃત્તિમાં અનેક વાર્તિક અને ઉપસંખ્યાન ઇત્યાદિ રચીને એ પૂર્ણ બનાવાયો છે. બીજા પ્રકારનો સૂત્ર-પાઠ એ પ્રથમ સૂત્ર-પાઠનાં સેંકડો સૂત્રોને પરિવર્તિત અને પરિવર્ધિત કરીને સંભવતઃ દિ. આચાર્ય ગુણનંદિએ યોજયો છે, અને તેમ થવાથી એ પ્રાયઃ પૂર્ણ બન્યો છે, અને એથી તો એના ટીકાકારોને વાર્તિકાદિ રચવાં પડ્યાં નથી. પ્રથમ સૂત્રપાઠ જ અસલી છે. આ સિદ્ધ કરવા માટે પં. નાથુરામ પ્રેમીએ કેટલાંક કારણો દર્શાવ્યા છે. પ્રથમ સૂત્રપાઠનું આદ્ય સૂત્ર જે નીચે મુજબ છે તે એના કર્તા પૂજ્યપાદનો અનેકાંતવાદ તરફનો પક્ષપાત–ઉચિત ગુણાનુરાગ સૂચવે છે :- "સિદ્ધિનેન્તાત્'' પૂજ્યપાદે આ વ્યાકરણમાં નિમ્નલિખિત છ આચાર્યોનાં નામો સૂચવ્યાં છે – (૧) પ્રભાચન્દ્ર, (૨) ભૂતબલિ, (૩) યશોભદ્ર, (૪) શ્રીદત્ત, (૫) સમતભદ્ર અને (૬) સિદ્ધસેન. P ૨૦ કેટલાક આ નામોને બનાવટી ગણે છે તો કેટલાક એને વૈયાકરણોનાં નામ ગણે છે, પણ એ વાત તો ચોક્કસ છે કે આ છે કે વ્યક્તિઓ વિશિષ્ટ ગ્રંથકારો હોવા જોઈએ અને એમણે એમની કૃતિઓમાં વ્યાકરણ વિષયક કોઈ કોઈ વિશિષ્ટ પ્રયોગો કર્યા હશે. સિદ્ધસેન દિવાકરકૃત વેદવાદ-દ્વાáિશિકાના એટલે કે નવમી દ્વાત્રિ શિકાના ૨૨મા પદ્યમાં વિદ્રો એવો જે પ્રયોગ છે તેને લક્ષીને “વેઃ સિદ્ધસેની'' એવું સૂત્ર રચાયું હશે એમ લાગે છે. ૧. શબ્દોમાં એકત્વ, બહુર્તી ઇત્યાદિના વાચક–ની સ્વાભાવિક શક્તિનું સમર્થન કરી ‘એક-શેષ' પ્રકરણની પ્રક્રિયાનું નિરસન કરાયું છે. ૨. વ્યાકરણના મૂળ સૂત્રમાં જે કહ્યું ન હોય તેને ઉદેશીને વાર્તિકકારને જે કહેવું પડે તેને “ઉપસંખ્યાન' કહે છે. ૩. જુઓ એમનો ઉપર્યુક્ત લેખ. સં. વ્યા.ઈ. (ભા. ૧, પૃ. ૪૨૩)માં પ્રથમ અને દ્વિતીય સૂત્રપાઠને અનુક્રમે ઔદીચ્ય સંસ્કરણ અને દાક્ષિણાત્ય સંસ્કરણ તરીકે ઓળખાવાયા છે અને ઔદિચ્યને જ પૂજ્યપાદકત માન્યો છે. કેમકે એમાં એકશેષ' પ્રકરણ નથી. ૪. જુઓ અનુક્રમે ૪-૩-૧૮૦, ૩-૪-૮૩, ૨-૧-૯૯, ૧-૪-૩૪, ૫-૪-૧૪૦ અને ૫-૧-૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy