SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ૧૪-૧૮]. ન્યાસ રચ્યો હોય એમ માનવાનું કારણ મળે છે (એ પણ મળતો નથી). આ ઉપરાંત એમણે ઈષ્ટોપદેશ અને 4 સમાધિતંત્ર રચ્યાં છે. દેશભક્તિ, સારસંગ્રહ તેમજ કોઈ પવૈદ્યક ગ્રંથ પણ એમને હાથે રચાયાં હોય એમ લાગે છે. કેટલાકને મતે અહંતુ-પ્રતિષ્ઠા-લક્ષણ, જૈનાભિષેક અને ‘શાજ્યષ્ટક પણ એમની કૃતિઓ છે. પૂજ્યપાદનો સમય વિક્રમની છઠ્ઠી શતાબ્દીનો પ્રારંભ છે એમ મનાય છે. સિદ્ધસેન દિવાકર અને દિ. સમતભદ્ર એમના પૂર્વગામી છે એ વાત નિર્વિવાદ છે. પરિચય-જૈનેન્દ્ર વ્યાકરણ એ પાંચ અધ્યાયોમાં રચાયું છે. આથી તો આને કેટલાક પંચાધ્યાયી તરીકે ઓળખાવે છે. એ પ્રત્યેક અધ્યાયના ચચ્ચાર પાદ છે અને એ દરેકમાં ઓછાંવત્તાં સૂત્રો છે. એ ઘણાં રે ૧૮ સંક્ષિપ્ત છે. વળી એમાં “સંજ્ઞાકૃત લાઘવ છે કે જે લાઘવ અષ્ટા.ની યોજનામાં પણ નથી. આ ઉપરાંત આ ૧. આ કૃતિ દિ. આશાવરકૃત સંસ્કૃત ટીકા સહિત માણિક્યાચન્દ્ર દિગંબર જૈન ગ્રંથમાલા''માં ગ્રંથાંક ૧૩ તરીકે વિ. સં. ૧૯૭૫માં પ્રસિદ્ધ થઈ છે. વળી એ “દિગંબર જૈન ગ્રંથભંડારમાલા”માં ગ્રંથાંક ૧ તરીકે બનારસથી વિ. સં. ૧૯૮૨માં પ્રકાશિત થઈ છે. ૨. “સનાતન જૈન ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૧માં આને ઈ. સ. ૧૯૦૫માં સ્થાન અપાયું છે. પં. ફતેહચંદે દિલ્હીથી પણ આ કૃતિ વિ. સં. ૧૯૭૮માં પ્રકાશિત કરી છે. એમ. એન. દ્વિવેદીના અંગ્રેજી અનુવાદ સહિત મૂળ કૃતિ ઈ. સ. ૧૮૯૫ (?)માં છપાઈ છે. આ મૂળ કૃતિની મરાઠી અનુવાદ સહિતની બીજી આવૃત્તિ સોલાપુરથી ઈ. સ. ૧૯૪૦માં પ્રસિદ્ધ થઈ છે. ૩. આ નામની કૃતિ દિ. પ્રભાચન્દ્રકૃત ટીકા અને મરાઠી અનુવાદ સહિત સોલાપુરથી ઈ. સ. ૧૯૨૧માં પ્રકાશિત થયેલી છે. ૪. આનો ઉલ્લેખ છખંડાગમના ‘વેયણા'ખંડ ઉપર દિ. વીરસેને રચેલી ધવલામાં છે, પણ હજી સુધી તો આ કૃતિ મળી આવી નથી. ૫. કેટલાકને મતે વૈદ્યસાર એમની કૃતિ છે. આ કટકે કટકે “જૈનસિદ્ધાંત ભાસ્કર”માં પ્રકાશિત કરાઈ છે. ૬. દિ. ચન્દ્રય નામના એક કવિએ “કાનડી' ભાષામાં જે પૂજ્યપાદચરિત રચ્યું છે તેમાં આ કૃતિનો તેમજ શાંત્યષ્ટકનો નિર્દેશ છે. ૭. “શ્રવણ બેલ્ગોલના શિલાલેખ (ક્રમાંક ૪૦)માં આ કૃતિની નોંધ છે. ૮. જુઓ ટિપ્પણ ૬ ૯. વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૯૭માં રચેલા ગણરત્નમહોદધિ (પૃ. ૨)માં આ પૂજયપાદનું દિગ્વસ્ત્ર એ નામથી સ્મરણ કર્યું છે. ૧૦. વ્યાકરણના વિષયમાં જેવી સૂત્રાત્મક શૈલી જોવાય છે એવી અન્ય સાહિત્યિક કૃતિઓમાં નજરે પડતી નથી. ગમે તેમ પણ આ જાતની અનુપમ કળા આપણા આ ભારતવર્ષમાં જ ઉદ્ભવી અને વિકસી છે. સમગ્ર યુરોપીય સાહિત્ય ભારતીય સાહિત્ય કરતાં વિશાળતા અને વિવિધતામાં પણ ભલે ચડિયાતું ગણાતું હોય, પણ આવી સૂત્રાત્મક યોજના તો ત્યાં જોવાતી નથી ૧૧. નાથારંગજી ગાંધી તરફથી વીરસંવત્ ૨૪૪૪માં દિ. પં. વંશીધરે સિદ્ધાંતકૌમુદીની શૈલીમાં રચેલી જૈનેન્દ્ર પ્રક્રિયા પ્રસિદ્ધ થઈ છે. જૈનેન્દ્ર વ્યાકરણમાંની સંજ્ઞાઓનાં ઈતર વ્યાકરણગત સંજ્ઞા સાથે સમીકરણો અપાયાં છે. વિશેષમાં અષ્ટા. સાથે સંતુલન કરી બાર વિશિષ્ટતા દર્શાવાઈ છે. એમાં પ્રક્રિયાકૃત લાઘવનો પણ ઉલ્લેખ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy