SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ વિભાગ છે, અને એ વિભાગના પાહુડ (પ્રાભૃત) નામે પેટા-વિભાગ છે. આવસ્મયની ગુણિમાં તેમજ અણુઓગદારની ચુષ્ણિ (પત્ર ૪૭)માં સદપાહુડનો ઉલ્લેખ છે, જ્યારે એના સંસ્કૃત સમીકરણરૂપ શબ્દપ્રાભૃતનો ઉલ્લેખ વાચકવર્ય ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર યાને તત્ત્વાર્થસૂત્ર (અ. ૧, સૂ. ૫)ની ભાષ્યાનુસારિણી ટીકા (પૃ. ૫૦)માં સિદ્ધસેનગણિએ અને અણુઓગદાર (સુત્ત ૧૩૦)ની ટીકા (પત્ર ૧૫૦આ)માં “માલધારી P ૧૫ હેમચંદ્રસૂરિએ કર્યો છે. સિદ્ધસેનગણિએ કહ્યું છે કે “શબ્દપ્રાભૃત” પૂર્વમાં છે. એમાંથી આ વ્યાકરણ આવ્યું છે. એ શબ્દપ્રાભૃત જે જાણે તે પ્રાભૃતજ્ઞ” એમ એમણે કહ્યું છે. ત. સૂ. (અ. ૧, સૂ. ૫) ઉપરના સ્વપજ્ઞ ભાષ્ય (પૃ. ૪૪)માં ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે “આગમમાં પ્રાભૃતજ્ઞ દ્રવ્ય એટલે ભવ્ય (અર્થાત્ થવાની યોગ્યતાવાળું) એમ કહે છે.” આવો ઉલ્લેખ કરી એમણે “થેં ૨ મધ્યે' એવો પાઠ આપ્યો છે. આ અષ્ટાવ (અ. ૫, પા. ૩)માં ૧૦૮માં સૂત્રરૂપે જોવાય છે. એ સૂત્ર મૂળે જો એનું ન જ હોય તો એ શબ્દ-પ્રાકૃતનું તો નહિ હોય ? એવો પ્રશ્ન મને ફુરે છે. આ સલ્પાહુડ કેટલાયે સૈકાઓ થયા લુપ્ત થઈ ગયું છે. એ અમુક જ ભાષાનું અને તે પણ અમુક જ ભાષામાં રચાયેલું વ્યાકરણ હોવું જોઈએ એવો અંતિમ નિર્ણય કરવાનું કોઈ સાધન જણાતું નથી, પણ એ સંસ્કૃતમાં હશે એમ માની એની અહીં મેં નોંધ લીધી છે. જૈનેન્દ્ર-વ્યાકરણ યાને પંચાધ્યાયી (વિક્રમની છઠ્ઠી સદી) જૈન ઉપલબ્ધ સાહિત્યની દૃષ્ટિએ આ P ૧૬ જૈનોનું સૌથી પ્રથમ વ્યાકરણ છે. એના કર્તા દિગંબર મુનિવર પૂજ્યપાદ ઉર્ફ દેવનંદિયાને જિનેન્દ્રબુદ્ધિ છે.૫ એમણે વિદ્યાવારિધિ ઉમાસ્વાતિએ રચેલા ત.સૂ. ઉપર સર્વાર્થસિદ્ધિ નામની સંસ્કૃત વૃત્તિ રચી છે. એમણે અા. ઉપર શબ્દાવતાર નામનો વાસ રચ્યો છે, પણ એ મળતો નથી. વળી એમણે પોતાના વ્યાકરણને અંગે સ્વોપજ્ઞ ૧. અભયનંદિકત ટીકા સહિત આ વ્યાકરણ “પંડિત, નવીન ગ્રંથમાળામાં પ. ૩૧-૩૪ તરીકે છપાયું છે. “સનાતન જૈન ગ્રંથમાલા” તરફથી બનારસથી ઈ. સ. ૧૯૧૫માં આ મૂળ કૃતિ શબ્દાર્ણવચન્દ્રિકા સહિત પ્રકાશિત થઈ છે. ૨. મૂળ સંસ્કૃત શબ્દ “દેવનંદિનુ' છે. એ પ્રમાણે યથાસ્થાન સમજી હું ૩. સંક્ષેપમાં ‘દેવ’ એવો વ્યવહાર કરાય છે. દા. ત. જિનસેને આદિપુરાણ (પર્વ ૧, શ્લો. પર)માં અને વાદિરાજસૂરિએ પાર્શ્વનાથચરિત (સ. ૧, શ્લો. ૧૮)માં આવો ઉલ્લેખ કર્યો છે. ૪. આ નામના એક બૌદ્ધ સાધુ થઈ ગયા છે. એ વૈયાકરણે અષ્ટા.ની કાશિકા નામની વૃત્તિ ઉપર ન્યાસ રચ્યો છે. એમાં એમણે “બ્રહાશ્રમUIમ્'' એવું એક સમાહાર-ધંધનું ઉદાહરણ આપ્યું છે. આ પૂર્વે આ ઉદાહરણ કોઈએ આપ્યું છે ખરું ? પ. પ્રસ્તુત વ્યાકરણના કર્તા દેવનંદિ જ છે એ બાબત વિવિધ પ્રમાણો પં. નાથુરામ પ્રેમીએ “સેવનન્તિ મૌરવની નૈનેન્દ્ર વ્યારા '' નામના હિંદી લેખમાં આપ્યાં છે. આ લેખ “જૈન હિતૈષી”માં ઈ. સ. ૧૯૨૧માં છપાયો હતો. એને ઈ. સ. ૧૯૪૮માં પ્રસિદ્ધ કરાયેલા નૈન સાહિત્ય ગૌર રૂતિદાસ નામના પુસ્તક (પૃ. ૯૩–૧૨૮)માં સ્થાન અપાયું છે. આ અભ્યાસપૂર્ણ લેખનો મેં યથાસ્થાન ઉપયોગ કર્યો છે. આ લેખમાં બે ન્યૂનતા છે અને એનો સ્વીકાર પં. પ્રેમીએ કર્યો છે એવો ઉલ્લેખ સં. વ્યા. ઈ. (ભા. ૧, પૃ. ૩૨૮)માં છે. ૬. આ વૃત્તિનું મૂળ સહિત “તત્ત્વાર્થવૃત્તિઃ સર્વાર્થસિદ્ધિઃ' એ નામથી બીજું સંસ્કરણ કોલ્હાપુરથી કલાપ્પા ભરમાપ્પા નિટવેએ પોતાના “જૈનેન્દ્ર’ મુદ્રણાલયમાં શકસંવત્ ૧૮૩૯માં છાપ્યું હતું. આની એક નકલ જે અહીંના “જૈનાનંદ પુસ્તકાલયમાં છે તેમાં આગમોદ્ધારક શ્રીઆનંદસાગરસૂરીજીએ કરેલી કેટલીક નોંધ નજરે પડે છે.[સર્વાર્થસિદ્ધિ ટીકા ભારતીય જ્ઞાનપીઠ કાશીથી હિંદી અનુવાદ સાથે પ્રગટ થઈ છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy