SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી વીતરાય નમઃ | જેન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ ૧ : સાર્વજનીન સાહિત્ય પ્રકરણ ૧: પ્રાસ્તાવિક P. 4 ભાષાના ઉદ્ભવનો સમય-“જગતું એટલે શું?” અને “એ ક્યારથી ઉદ્ભવ્યું?” એ બાબત વિવિધ મંતવ્યો પ્રવર્તે છે. આધુનિક વૈજ્ઞાનિકોનું-રસાયણશાસ્ત્રીઓનું માનવું એ છે કે પુદ્ગલ (matter) અવિનાશી છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે પુદ્ગલાત્મક જગત્ અનાદિ અનંત છે. જૈનદર્શનનું પણ મંતવ્ય આ જ છે, પરંતુ પુદ્ગલરૂપ નિર્જીવ પદાર્થ કાલાંતરે–ભલે યુગોના યુગો-કલ્પોના કલ્પો પછીથી યે સજીવ બન્યો B ૨ અને બને છે એ આધુનિક જીવનશાસ્ત્ર (biology)ના મત સાથે તો એ મળતું આવતું નથી. આપણે આજે જે પૃથ્વી ઉપર જીવીએ છીએ એ પૃથ્વીનું આયુષ્ય આશરે અઢી અબજ વર્ષનું છે, એમ સર જેઇમ્સ જીન્સ જેવા કેટલાક આધુનિક વિદ્વાનોનું કહેવું છે. વિશેષમાં એમની માન્યતા મુજબ મનુષ્ય અને વાનરના એક જ જાતના પૂર્વજોનો ઉદ્ભવ થયાને ઘણું કરીને ત્રણથી સાડાત્રણ કરોડ વર્ષો વ્યતીત થયાં છે." વળી આ પૃથ્વી ઉપર વસતા બધા જ મનુષ્યોનો જે એક જ જાતમાં સમાવેશ કરાય છે તે જાતની ઉત્પત્તિ લગભગ દસ લાખ વર્ષો પહેલાં થયેલી મનાય છે. કેટલાક આધુનિક ભાષાશાસ્ત્રીઓનું એમ માનવું છે કે આજે જે અનેક પ્રકારની ભાષાઓથી આપણે આ પૃથ્વી ઉપર રહેનારા માનવીઓ પરિચિત છીએ તે પ્રથમથી જ આ જ સ્વરૂપે હતી નહિ, પરંતુ ધીરે ધીરે વિકસિત થયેલી છે. આ હિસાબે મનુષ્યને વાચા ફૂટતાં અને એ વાણી સાહિત્યની ભાષા તરીકે ઘડાતાં એકાદેક લાખ વર્ષો વ્યતીત થયાં હશે. એ હિસાબે સાહિત્યની પ્રથમ કૃતિ આઠેક લાખ વર્ષો ઉપર ઉદ્ભવેલી ગણાય. જૈન દૃષ્ટિ પ્રમાણે તો મનુષ્ય-જાતિ અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેવાની છે. વળી પ્રત્યેક મનુષ્યની વાણીની શરૂઆત મનુષ્ય તરીકેના એ જીવનના જન્મ બાદ ‘ભાષા-પર્યાપ્તિ' નામ-કર્મના ઉદયકાળથી ૨ ૩ થાય છે. એમ પણ એ માને છે. ભાષાનું વર્ગીકરણ–જૈન દૃષ્ટિ સમગ્ર ભાષાઓને સંસ્કૃત અને પાઇય (પ્રાકૃત) એમ બે વિભાગોમાં ૧. જુઓ પ્રો. ડૉ. રતિલાલ દેવચંદ આડતિયાનું સને ૧૯૫૧નું “માનવ ઉત્પત્તિ અને વિકાસ” નામનું ભાષણ (પૃ. ૧૯). આ ભાષણ સને ૧૯૫૦ અને ૧૯૫૧નાં અન્ય ભાષણો સહિત મુંબઈની “જ્ઞાન પ્રસારક મંડળી” તરફથી સને ૧૯૫રમાં પ્રકાશિત થયેલાં છે. ૨. જુઓ ઉપર્યુક્ત ભાષણ (પૃ. ૧૯). ૩. જાતજાતની ભાષાઓ અને બોલીઓના-૬૯૨ પ્રકારની વાણીના નમૂના The Gospel in Many Tonguesમાં. જોવા મળે છે. ઈ. સ. ૧૯૩૫માં છપાયેલા આ પુસ્તકમાં વિવિધ લિપિના પણ નમૂના છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy