SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્યાત [73] ૭૩ ' (૧) પશુ-પંખીનો પરિચય, (૨) ધનુર્વિદ્યા, (૩) રત્નો અને ધાતુની પરીક્ષા અને (૪) પ્રકીર્ણક. આને અંગે અનુક્રમે ૮, ૨, ૪ અને ૬ કૃતિઓ છે. મૃગ-પક્ષિ-શાસ્ત્ર- જેવી કૃતિ વિરલ અને લગભગ ૭૦૦ વર્ષ જેટલી પ્રાચીન હોવાથી એ પહેલી તકે પ્રસિદ્ધ થવી ઘટે. વિશેષમાં એની સમીક્ષારૂપ લખાણ પ્રાણિવિદ્યાના કોઈ સહૃદય સમર્થ સાક્ષર પાસે તૈયાર કરાવવું ઘટે. હાથી, ઘોડા અને કૂતરાને લક્ષીને અનુક્રમ ૧, ૩ અને ૨ કૃતિ યોજાઈ છે. પશુ પંખીની બોલી જાણવાની કળા પ્રાચીન સમયમાં વિકસિત થઈ હતી એમ જૈન કથાસાહિત્યમાં આવતા ઉલ્લેખો જોતાં જણાય છે. આ જાતના ઉલ્લેખો એકત્રિત કરાય તો આ વિષય ઉપર પ્રકાશ પડે. રત્નોની પરીક્ષા માટે ત્રણ કૃતિ છે. તેમાંની હીરાને લગતી કૃતિ તો કોઇ દિગંબરે યોજી છે. રત્નપરીક્ષા- તેમજ ધાતુપરીક્ષા વિક્રમની ચૌદમી સદીની કૃતિઓ છે એટલે તેમજ આજે P-૬૪ પણ આ જ્ઞાન ગૃહસ્થ-જીવનમાં ઉપયોગી હોઈ એના પ્રકાશનાર્થે પ્રબંધ થવો ઘટે. આજે શાહી પહેલાંના જેવી બનતી નથી એમ મનાય છે તો તેનું કારણ વિચારવામાં મષીવિચાર જેવી કૃતિ કામમાં લઈ શકાય. (૧૫) નીતિશાસ્ત્રઃ ૫૮ જૈન કૃતિ (લ. વિ. સં. ૯૦૦-લ. વિ. સં. ૧૮૫૦) આ નામના પ્રકરણમાં (૧) સામાન્ય નીતિ, (૨) સુભાષિત, (૩) રાજનીતિ અને (૪) પ્રકીર્ણક એમ મુખ્ય ચાર વિષયને મેં સ્થાન આપ્યું છે અને એને અંગે અનુક્રમે ૧૩, ૩, ૧ અને ૧ સ્વતા કૃતિનો પરિચય આપ્યો છે. સામાન્ય નીતિને લગતી કૃતિઓ રચવાની શરૂઆત મોડામાં મોડી વિ. સં. ૯૦૦માં થઈ અને એ કાર્ય ચારેક સૈકા સુધી બંધ રહ્યા બાદ વિક્રમની ઓગણીસમી સદી સુધી ચાલું રહ્યું અને ત્યાર બાદ એ અટકી ગયું હોય એમ લાગે છે. આ વિષયની આદ્ય કૃતિ પ્રશ્નોત્તર શૈલીએ યોજાઈ છે. આવી બે જ કૃતિ જોવા જાણવામાં છે. એ બંનેનું નામ પ્રશ્નોત્તરરત્નમાલા છે. આ વિષયના નિરૂપણમાં શ્વેતાંબર તેમજ દિગંબર એમ બંને ફિરકાનો ફાળો છે. તિલકપ્રભસૂરિકૃત નીતિશાસ્ત્ર તો મળતું નથી એટલે બાકીની કૃતિઓમાં લોકપ્રિયતાની દૃષ્ટિએ વિમલસૂરિકૃતિ પ્રશ્નોત્તરરત્નમાલા આદ્યસ્થાન ભોગવે છે, જ્યારે એ સિવાયની કૃતિઓમાં મલ્લિષણકૃત સજ્જનચિત્તવલ્લભ જેવી નાનકડી કૃતિ તેમજ એથી મોટી એવી રત્નમાલા, નીતિ-ધનદ અને ઇદ્રનન્દિત નીતિસાર નોંધપાત્ર જણાય છે. સુભાષિતોને અંગે ૪૩ કૃતિઓ છે. આ પૈકી નિમ્નલિખિત ત્રણ કૃતિઓ આધુનિક શ્વેતાંબર P-૬પ મુનિવરોએ પ્રાચીન કૃતિઓમાંથી તારવી કાઢેલાં સુભાષિતોના સંગ્રહરૂપ છે. ૧. લોકસંવ્યવહાર નીતિશાસ્ત્રની કૃતિ હોય તો ૧૩ને બદલે ૧૪ જોઇએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy