SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ [62]. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ P-૪૪ અમુક વર્ગ પૂરતું જ મર્યાદિત મનાયું છે. બ્રાહ્મણવર્ણની વનિતાઓને પણ વેદના પઠન-પાઠનનો અધિકાર અપાયો નથી. તો ઈતરવર્ણની વનિતાઓની તો વાત જ શી કરવી? ગમે તેમ પણ વૈદિકભાષાનો સંબંધ સાંપ્રદાયિક સાહિત્ય સાથે છે એમ મનાતું હોવાથી સર્વોપયોગી વ્યાકરણ રચનારા જૈન ગ્રંથકારો તો એને સ્થાન ન આપે એ સ્વભાવિક નહિ તો સંતવ્ય તો ગણાય જ. પાલિ ભાષા એ પાઇયનો એક પ્રકાર છે. તેમ છતાં એનું પણ સંસ્કૃતમાં વ્યાકરણ પાઇયનું સ્વતંત્ર વ્યાકરણ રચનાર વરરુચિ વગેરેએ પણ રચ્યું નથી. તે પણ પાલી' એ બૌદ્ધોની જ ભાષા મનાયાને લઈને હશે. સિ.હે.માં “કલિ. હેમચન્દ્રસૂરિએ આ પાલિને કે વૈદિકસંસ્કૃત ભાષાને સ્થાને આપ્યું નથી એટલું જ નહિ, પરંતુ જૈન આગમોની “અદ્ધમાગધી” ભાષાનું પણ સર્વાગીણ અને સ્વતંત્ર નિરૂપણ એમણે કર્યું નથી તો તે પણ આવી પરિસ્થિતિને આભારી હશે. પ્રસ્તુત પુસ્તકની અપેક્ષાએ સંસ્કૃત ભાષાનાં સંસ્કૃતમાં રચાયેલાં વ્યાકરણો મુખ્ય ગણાય. ત્યાર પછીનું સ્થાન એ ભાષા સાથે નિકટ સંબંધ ધરાવનારી પાઇય ભાષાના સંસ્કૃતમાં રચાયેલાં વ્યાકરણોને મળે. પ્રસંગવશાત્ ફારસી અને કાનડી ભાષાનું એકેક વ્યાકરણ જૈનોએ સંસ્કૃતમાં રચેલું હોવાથી એનો પણ આ પુસ્તકમાં પૃ.૫૬માં પરિચય અપાયો છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષાનાં વ્યાકરણ ગુજરાતી, હિંદી વગેરે ભારતીય પ્રાદેશિક ભાષામાં તેમજ અંગ્રેજી વગેરે અભારતીય ભાષાઓમાં રચાયેલાં છે એ પૈકી જુની ગુજરાતીરૂપ માધ્યમ દ્વારા રચાયેલી અને “ઔક્તિક' તરીકે ઓળખવાતી પાંચકૃતિઓને પણ આ પુસ્તકમાં સ્થાન અપાયું છે. એમાં મુગ્ધાવબોધ અને વાક્યપ્રકાશ એ બે ઔક્તિકો વિશેષ મહત્ત્વનાં જણાય છે અને એ બંને પ્રકાશિત છે. પાઇય ભાષાના મરહટ્ટી ઇત્યાદિ છ પ્રકાર છે. આ વિવિધ પ્રકારોને અંગે સંસ્કૃતમાં વ્યાકરણ રચાયાં છે. ઔદાર્યચિન્તામણિ અને ચિત્તામણિ એ પાઇયના બે સ્વતંત્ર જૈન વ્યાકરણો છે અને એ બંનેના કર્તા દિગંબર છે. આવી અદ્ધમાગધી પૂરતી એક આધુનિક કૃતિ તે જૈન-સિદ્ધાન્ત-કૌમુદી છે. (જુઓ ટિ. ૧) અને એના કર્તા શ્વેતાંબર છે. બાકી સંસ્કૃતની સાથે સાથે એક જ ગ્રન્થરૂપે પાઇયનું અને ખાસ કરીને અપભ્રંશનું વ્યાકરણ તો “કલિ. હેમચંદ્રસૂરિએ રચ્યું છે અને એને સિદ્ધહેમચન્દ્ર0માં આઠમા અધ્યાય તરીકે સ્થાન આપ્યું છે. સંસ્કૃત ભાષાનાં પુષ્કળ વ્યાકરણો સંસ્કૃતમાં રચાયાં છે. આ પ્રકારના વ્યાકરણનાં પાંચ અંગ ગણાવાય છે. (૧) સૂત્રપાઠ, (૨) ગણપાઠ, (૩) ધાતુપાઠ, (૪) લિંગાનુશાસન અને (૫) ઉણાદિસૂત્ર. એમાં સૂત્રપાઠ મુખ્ય છે. એથી તો એ એક જ અંગ પૂરતી કૃતિ પણ ‘વ્યાકરણ' કહેવાય છે. પાંચે અંગોના નિરૂપણરૂપ વ્યાકરણ “પંચાંગી' કહેવાય છે. એના બે પ્રકાર પડે છે. (૧) એકકતૃક અને (૨) અનેકકર્તક. પ્રથમ પ્રકારનાં ત્રણ પંચાંગી વ્યાકરણો છે. (૧) શાકટાયન, (ર) બુદ્ધિસાગર અને (૩) સિદ્ધહેમશમ. ઔદ્ર અને સપાહુડ એ બે જૈન વ્યાકરણો તો ક્યારનાં લુપ્ત થઈ ગયાં છે એટલે એ બેમાં તેમજ નિમ્નલિખિત અનુપલબ્ધ જણાતાં ચાર જૈન વ્યાકરણોમાં કેવળ સૂત્રપાઠને જ સ્થાન અપાયું હશે કે એ બધાં “પંચાંગી' હશે તે જાણવું બાકી રહે છે. ૧. આનું સ્વતંત્ર વ્યાકરણ સંસ્કૃતભાષામાં “શતાવધાની' રત્નચંદ્રજીએ રચ્યું છે અને એનું નામ જૈનસિદ્ધાંતકૌમુદી રાખ્યું છે. એ વ્યાકરણ ઇ. સ. ૧૯૨૫માં પ્રકાશિત કરાયું છે. ૨. બાકીનાં ત્રણ પૈકી એકના કર્તા સૌમપ્રભસૂરિ અને બીજાના જિનચંદ્ર છે, જ્યારે ત્રીજાના કર્તાનું નામ જાણવામાં નથી. વિશેષમાં આ ત્રણે અપ્રકાશિત છે. અજ્ઞાતકર્ણક ઔક્તિકની એક હાથપોથી તો અહીંના (સુરતના) હુકમમુનિજીના ભંડારમાં હોવાનું કહેવાય છે. P-૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy